Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એચ.ડી.બી. કંપનીમાંથી લોન લઇને પરત ન કરતા વેપારીને એક વર્ષની સજા

રાજકોટ તા. : જામનગરના વેપારી વિજયભાઇ દિલીપભાઇ રાઠોડે એચ.ડી.બી. ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લીધેલ હતી. લોન મેળવ્યા બાદ વિજયભાઇ હપ્તા ભરવામાં ઉદાસીનતા દાખવતા આખરે જેલમાં જવાના સંજોગો નિર્માણ થયા છે.

પ્રાપ્ત વિગત મુજબ લોન ભરવામાં ઠાગાઠૈયા કરનાર વેપારી વિજયભાઇ સામેએચ.ડી.બી. ફાઇનાન્સકંપની દ્વારા રાજકોટની કોર્ટમાં ચેક પરત ફર્યા બાદ નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

સદરહું ફરિયાદ નામદાર કોર્ટમાં ચાલતા ફાયનાન્સ કંપનીના એડવોકેટો દ્વારા થયેલ રજુઆતો - દસ્તાવેજી પુરાવાઓ નામદાર વડી અદાલતે કરેલ પ્રસ્થાીપત સિધ્ધાંતોની મુલવણી કરી ધારદાર રજુઆત કરી હતી.

સદરહું રજુઆત દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇને રાજકોટની અદાલતે વેપારી વિજેભાઇ દિલીપભાઇને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની ચુકવણી ફરિયાદીને કરવાનો હુકમ કર્યો હતો.

કોર્ટમાં ફરિયાદ ફાઇનાન્સ કંપની વતી એરીયા મેનેજર ચિરાગભાઇ છગાણી તથા મેનેજર પ્રશાંતભાઇ માખેચાએ હાજર રહી જુબાની આપેલ જયારે ફરિયાદી કંપની વતી એડવોકેટ એમ. એચ. સીયાણી, સંજયભાઇ કવાડ, આકાશ બાટવીયા વગેરે રોકાયા હતા. (૧૧.પ)

 

(12:03 pm IST)