Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ઉતરાખંડમાં મૃત્યુ પામનાર રાજકોટના દેવપરાના ૮ લોકો-પરીવારને વધુ ૧ લાખની સહાય અપાઈ

અગાઉ ઉતરાખંડ સરકારે ૭ લાખ આપ્યા'તાઃ વધુ ૧ લાખના ચેકો મોકલ્યા

રાજકોટ, તા. ૨ :. ગયા વર્ષે ૫-૧૦-૨૦૧૮ના રોજ ઉતરાખંડના સૂનગરમાં આવેલ ખીણમાં ટેમ્પો ખાબકતા રાજકોટના દેવપરાના ૫ પરીવારના ૮ લોકોના કરૂણ મૃત્યુ નિપજયા હતા. ટેમ્પો નં. યુ.કે. ૦૪-પી એ ૦૪૬૪ના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટેમ્પો ખીણમાં ખાબકયો હતો. જેમાં રાજકોટના દેવપરાના ૫ પરીવારના ૮ લોકોના કરૂણ મોત નિપજયા હતા. તે સમયે આ અકસ્માતમાં ભોગ બનનારના પરીવારને ઉતરાખંડ સરકારે ૮ લાખની સહાયની જાહેરાત કરી ૭ લાખ ચૂકવી દીધા હતા, એક લાખ બાકી હતા, તેના ચેક લઈને ગઈકાલે ઉતરાખંડ સરકારના અધિકારી રાજકોટ પૂર્વ વિસ્તારના મામલતદારને મળ્યા હતા અને વધુ એક - એક લાખના ચેક અર્પણ કર્યા હતા. આ ભયાનક અકસ્માતમાં દેવપરાના ભગવાનજીભાઈ ભવાનભાઈ, ગોદાવરીબેન ભગવાનજીભાઈ, કંચનબેન હેમરાજ અને હેમરાજભાઈ બેચરભાઈ, દેવજીભાઈ હરજીભાઈ ટાંક તથા ભાનુબેન દેવજીભાઈ, ચંદુભાઈ ટાંક અને મગનભાઈ શાપરીયાના કરૂણ મોત નિપજયાનું જે તે સમયે જાહેર થયું હતું.(૨-૨૩)

 

 

(3:40 pm IST)