Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

શહેર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

રાજકોટઃ હાલ  સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ દ્વારા કોરોના પર નિયંત્રણ લેવા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ આપેલ સેવા સંગઠનના મંત્રને સાકાર કરવાના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા તમામ વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇ રહયા છે. તે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૧,૮ અને વોર્ડ નં. ૧૭માં યુવા ભાજપ યુવા મોરચા દ્વારા તમામ વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇ રહયા છે તે અંતર્ગત શહેરના વોર્ડ નં. ૧,૮ અને વોર્ડ નં. ૧૭માં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ હતા તે વખતની તસ્વીર.  આ કેમ્પમા઼ બહોળી સંખ્યામાં રકત એકત્ર કરવામાં આવેલ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, નિતીન ભુત, કોર્પોરેટર બીપીનભાઇ બેરા, દર્શનાબેન પંડયા અનિતાબેગોસ્વામી, રવજીભાઇ મકવાણા, પરેશ પીપળીયા (પી.પી.) તેમજ ગૌતમ ગોસ્વામી, જેન્તીભાઇ નોંધણવદરા, જગદીશભાઇ વાઘેલા, યોગેશ ભટ્ટ, જેન્તીભાઇ સરધારા, કાથડભાઇ ડાંગર, તેજસ જોષી, ચિંતન ભાલારા, ડો.રીંકલબેન  મેઘાણી, નિલેશ ઠાકર, સુરૂભા ઝાલા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પને સફળ બનાવવા યુવા મોરચાના પુર્વેશ ભટ્ટ, દેવકરણ જોગરાણા, ઋષભ દેસાઇ, જસ્મીન મકવાણા, જયપાલ ચાવડા, અમીત  કમાણી, ધ્રુવ કાકડીયા, રોહન ચોટલીયા, શકિત કાચા, અમીત મેવાડા, ગોપાલનાથ, દીપેશ વાઘેલા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)