Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

માર્કેટ યાર્ડ બકાલા વિભાગમાંથી ૪ અને ભગવતીપરામાંથી ૫ પત્તા ટીંચતા ઝડપાયા

બી ડીવીઝન પોલીસના બે દરોડા : ૧૬ હજારની રોકડ સહિતની મત્તા કબ્જે

રાજકોટ,તા. ૩: શહેરના માર્કેટ યાર્ડમાં બકાલા વિભાગમાંથી ચાર અને ભગવતીપરા પુલ નીચેથી પાંચ શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના માર્કેટીંગ  યાર્ડમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ. મિતેશભાઇ આડેસર તથા જયદીપસિંહ બોરાણાને બાતમી મળતા પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી. કોડીયાતર, એચ.એમ.જોડેજા, એએસઆઇ વિરમભાઇ, સલીમભાઇ, કર્મદીપભાઇ, અજયભાઇ, કેતનભાઇ, ધર્મરાજસિંહ, હેમેન્દ્રભાઇ, મીતેશભાઇ, જયદીપસિંહ બોરાણા, નીરવભાઇ, ચાપરાજભાઇ વિશ્વજીતસિંહ તથા ભાવેશભાઇએ પ્રતિકસિંહ રાઠોડ, સહિતે દરોડો પાડી માર્કેટ યાર્ડમાં બકાલા વિભાગ દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ચોટીલાના ડોશલી ગુના ગામના નવધણ મશરૂભાઇ ઝાપડા, સાગર નગર -૪ના ઉકા સામંતભાઇ ઝાપડા, દીવેલીયા પરાના વનરાજ છગનભાઇ પરમાર અને ગંજીવાડાના વીનુ બિજલભાઇ સાબડીયાને પકડી લઇ રૂ.૧૧,૪૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા, અને પ્રતિકસિંહ રાઠોડની મળેલી બાતમીના આધારે ભગવતી પરા પુલ નીચે દરોડો પાડી જુગાર રમતા બોરીચા સોસાયટી શેરી નં.૧ના વિજય નાગજણભાઇ બોરીચા, રામાપીર ચોક સ્લમ કવાર્ટરના હુશેન હમીદભાઇ જોખીયા હાઉસિંગ બોર્ડ આકાશ દીપ સોસાયટીના ચિરાગ ઉર્ફે ભાણો સાજનભાઇ જોષી, ભગવતીપરા શેરી નં. ૩ના યાસીન ઉમરભાઇ જેસડીયા અને ભગવતી પરા શેરી નં. ૭ના મુકેશ સવશીભાઇ માલકીયાને પકડી લઇ રૂ.૫૧૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:34 pm IST)