Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કનૈયા ગ્રુપ માનવ સેવા દ્વારા રસોડુ ચાલુ

 વર્તમાન લોકડાઉનની પરિસ્થિતી ધ્યાને લઇ કનૈયા ગ્રુપ દ્વારા જરૂરતમંદ લોકોની જઠરાગ્ની ઠારવા રસોડુ શરૂ કરવામાં આવેલ છે. ગરમા ગરમ ભોજન તૈયાર કરી સેવાભાવી લોકોના સહયોગથી અંકુરનગર, જલારામ સોસાયટી, મધુરમા સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર, નવલનગર વિસ્તરમાં ઘરે ઘરે આ ભોજન પહોંચતુ કરવામાં આવે છે. દરરોજ ૭૦૦ થી ૮૦૦ લોકો માટે રસોઇ તૈયાર કરવામાં આવે છે. આ ગ્રુપમાં સાગરભાઇ લોખીલ, ભરતભાઇ ઝાપડા, મયુરભાઇ ડોબરીયા, સંજયભાઇ હરીયાણી, ભરતભાઇ, બીજલ બાંભવા, લાલાભાઇ મૈયડ, મેહુલભાઇ ડાંગર, અંકિત ડાંગર, કમલેશ નિમાવત, રાજ પટેલ, વિશાલ લોખીલ વગેરે સેવા આપી રહ્યા છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:01 pm IST)