Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વોર્ડ નં. ૧૭ કોંગ્રેસ દ્વારા રાહતનું રસોડુ અવિરત કાર્યરત

વૈશ્વિક મહામારીને લીધે જયારે ભારતમાં લોકડાઉન હોય ગરીબ લોકોએ આજીવનના કોઇ સ્ત્રોત રહીયા નથી અને ટકનું લઇને ટકનું ખાતા ગરીબ લોકો તથા આર્થિક રીતે પછાત સમસ્યા ધરાવતા પરિવાર ખુબ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને પર પ્રાંતિયો મંજૂરો જેનો રોજગારનો સ્ત્રોત દૈનિક હતી. આવા લોકો ખુબ મુશ્કેલીમાં મુકાય ગયા છે. આવા કપરા સંજોગોમાં માનવતા મહેકને ઉજાગાર કરવા વોર્ડ નં. ૧૭ કોંગ્રેસ પરિવાર દ્વારા રાહતનું રસોડુ ધમધમતુ કરવામાં આવ્યું છે. વોર્ડ નં. ૧૭ ના કોંગ્રેસના પ્રમુખ દર્શનભાઇ ગૌસ્વામી તથા વોર્ડ નં. ૧૭ ના કોર્પોરેટર જયાબેન જે ટાંકના માર્ગદર્શન હેઠળ આ સેવા યજ્ઞમાં વોર્ડ અગ્રણી કૈલાશભાઇ કાકડીયા, રાજુભાઇ ચાવડા, મોહિત ચૌહાણ, કિશન ટાંક, દિલીપભાઇ ખોલિયા તથા વોર્ડ નં. ૧૭ ના મહિલા પ્રમુખ રેખાબેન ગોહેલ, વિભુતીબેન ત્રિવેદી, લીનાબેન સોલંકી, સારીકા દેસાણી, પ્રફુલ્લાબા ચૌહાણ, હિરલબા રાઠોડ, ભાવનાબેન ટાંક જોડાયા હતાં.

(3:53 pm IST)