Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વોર્ડ નં. પ માં કોર્પોરેટર ભેંસાણીયા અને સહયોગીઓ દ્વારા સેવાયજ્ઞ : ગુંદી ગાંઠીયાના પેકેટનું વિતરણ

રાજકોટ : અહીંના વોર્ડ નં. પ ખાતે કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા અને અરવિંદભાઇ ભેંસાણીયાના નેતૃત્વ હેઠળ જરૂરતમંદ લોકોને વિનામુલ્યે નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ગુંદી ગાઠીયા સહીતની સામગ્રી પેક કરવામાં આવી છે. જીતેન્દ્રભાઇ રૈયાણી (મુન્નાભાઇ સેટલમેન્ટ) તેમજ સેવાભાવી ગ્રુપના રવિભાઇ ગોંડલીયા (નિવૃત નેવી અધિકારી, સાધુ સમાજના અગ્રણી) તેમજ શ્રીરામ સોસાયટીના સેવાભાવીઓ આ સેવાયજ્ઞમાં સાથે જોડાયા હતા. આજુબાજુના વિસ્તારમાં ફરી જરૂરીયાત મંંદ લોકોની નામાવલી તૈયાર કરી બાદમાં આ યાદીના આધારે આ વિતરણ કાર્ય કરવામાં આવતુ હોવાનું દક્ષાબેન ભેંસાણીયા અને અરવિંદભાઇ ભેંસાણીયાએ એક યાદીમાં જણાવેલ છે. આવી જરૂરીયાત હોય તેઓ મો.૯૩૭૪૫ ૭૧૪૦૦ ઉપર સંપર્ક કરી શકે છે.

(3:45 pm IST)