Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પટેલ સમાજના અગ્રણીની જન્મદિને અનોખી પહેલઃ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. પ.૧૧ લાખનું યોગદાન

રાજકોટઃ વર્તમાન સમયમાં મોટા ભાગના દેશોમાં કોરોના વાયરસના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે, ત્યારે રાજકોટના ચાંદીના વેપારી તથા પટેલ સમાજના અગ્રણી પરેશભાઇ કામાણી (મહાદેવ) દ્વારા પોતાના જન્મદિવસે અનોખી પહેલ કરી છે. તેઓએ જન્મદિવસ નિમિતે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. પ.૧૧ લાખ (પ-એપ્રિલ)નો ચેક રાહત ફંડમાંકલેકટર રેમ્યા મોહનને અર્પણ કરેલ. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા પણ તેઓની સાથે ઉપસ્થિત રહેલ. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:44 pm IST)