Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

નાના નાટ્ય ફળિયાની પ્રેરણાત્મક પહેલ કેરોના રીલીફ ફંડમાં રૂ. ૮૧૧૧નું અનુદાન

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના કોરોના વાયરસ રીલીફ ફંડમાં, નાટ્ય તાલીમના કૌશિક સિંધવ નાટ્ય ફળિયુંના નાટય ગુરુ કૌશિક સિંધવ તથા તેના તાલીમાર્થીઓ તરફથી રૂ. ૮,૧૧૧/- સહાય આપવામાં આવી છે. માત્ર ટોકન પ્રવેશક સિવાય નિઃશુલ્ક નાટ્ય તાલીમ આપતાં કૌશિક સિંધવે તાલીમાર્થીઓ પાર્થરાજવાળા, વિશાલ ગઢવી, સંકેત મહેતા (દરેક ૭પ૧) પરેશ વિરાણી, કૈરવ ભાર્ગવ, રૂીષ મહેતા (દરેક પ૦૧), અક્ષય થોરીયા, રાજદીપ, નિલેષ ચૌહાણ, ગોપાલ સિંધવ, પ્રતિક સોલંકી, પવન, સાહિલ બલદેવ, મૌલિક ભારદીયા, ગૌરવ રેવર, નિયતી કાપડીયા, શ્રીધર મહેતા (દરેક રૂ. રપ૧/-)  સહિત કે જે સૌ માધ્યમ વર્ગીય છે તેના ફાળાની આ રકમ રૂ. ૮૧૧૧/-નો ચેક નાટ્ય ફળિયાના ગુરુ કૌશિક સિંધવ અધિક કલેકટરશ્રી પી. બી. પંડયાને અર્પણ કરતા ફોટામાં જોઇ શકાય છે. કોઇપણ કલા સંસ્થાઓમાં નાટ્ય ફળિયાની કદાચ આ સૌ પ્રથમ પહેલ હશે તેમ યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)