Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દાઉદી વ્હોરા સમાજ દ્વારા સંચાલીત

ઈઝઝી શીફાખાના સાર્વજનિક દવાખાનુ સવારે ૧૦ થી ૨ સુધી ચાલુ

રાહતદરે નિદાન- સારવાર, લેબોરેટરીની પણ સુવિધા, માસ્ક અને સેનેટાઈઝર નિઃશુલ્ક અપાય છે

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજની અંજુમને હાતીમી સંચાલીત ઈઝઝી શીફાખાના સાર્વજનિક દવાખાનુ જે ૧૭, દિવાનપરા, સીનેમા રોડ, રાજ મંદિર સામેની શેરી, હરીશચંદ્ર ટોકીઝ પાછળ પાસે રાજકોટ ખાતે આવેલ છે તે આજની વિકટ પરિસ્થિતિમાં પણ સવારે ૧૦થી બપોરેે ૨ વાગ્યા સુધી બિમાર દર્દીઓને રાહતદરથી તેમજ આર્થિક નબળા લોકોને ફ્રી નિદાન તેમજ દવા આપવામાં આવે છે. લેબોરેટરીની સુવિધા પણ છે. માસ્ક તથા સેનીટાઈઝર વગેરે દરેક લોકોને ફ્રી આપવામાં આવે છે. આ કપરા  સમય દરમિયાન સર્વ નાગરીકો સ્વસ્થ રહે તેવી અભ્યર્થના સાથે ઈઝઝી શીફાખાના સાર્વજનિક દવાખાનાના ડોકટર, સર્વસ્ટાફ, સેક્રેટરી શેખ યાહયાભાઈ ગાંધી તથા કમીટીના મેમ્બરો દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત છે. ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુલકાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.) દ્વારા ૧૯૭૪થી આ દવાખાનુ શરૂ થયેલ છે. આજે ૫૩મા દાઈ આલાકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)એ ભારતભરમાં ભયંકર કોરોનાની બીમારીથી ખુદાતઆલા જલદી શીફા આપે તેમ દુઆ ફરમાવી છે. તેમજ સરકારશ્રીના દ્વારા અપાયેલી સુચનાઓનું ચુસ્તરીતે પાલન કરવા ફરમાન કરેલ છે. તેમ યુસુફઅલી જોહરકાર્ડસ વાલાએ જણાવ્યું છે.

(3:43 pm IST)