Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વેટના દરોડામાં રાજકોટની તપાસ પુરીઃ ર કરોડ ર૭ લાખનો સ્ટોક નીકળ્યોઃ પ૭ લાખની ટેક્ષ વસૂલાત

જામનગરમાં ધીરજલાલ એન્ડ સન્સ પેઢી પાસેથી ૧ાા લાખનો ટેક્ષ વસૂલાયો

રાજકોટ તા. ર :.. બે દિવસ પહેલા રાજકોટ વેટ તંત્રે શહેરના પાન-તમાકૂ - સોપારીના ર૩ જેટલા જથ્થાબંધ વપારીઓને ત્યાં દરોડા પાડયા હતા, જેમાં પ સ્થળે દરોડા ગઇકાલ મોડી રાત સુધી ચાલુ રહ્યા હતાં, આ તમામ તપાસ આજે  પુર્ણ થતા કુલ પ૭ લાખની ટેક્ષની વસુલાત સ્થળ ઉપર જ કરી લેવાયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું. વેટના  યુનિટ -ર૩ ના જોઇન્ટ કમીશનર શ્રી ગોયાણીની સુચના - સીધા માર્ગદર્શન હેઠળ સતત ત્રણ દિવસ તપાસ ચાલી હતી.આજે તપાસ પુર્ણ થતા કુલ૧૯ પેઢીઓનો થઇને ર કરોડ ર૭ લાખનો સ્ટોક નીકળી પડયો હતો., જેમાં ર૭ લાખનો બાકી વેરો અને ૩૦ લાખની ટેક્ષ ચોરી મળી કુલ પ૭ લાખના ટેક્ષની સ્થળ ઉપર જ વસુલાત કરી લેવાઇ છે.

દરમિયાન અમદાવાદ કમિશનર શ્રી સી. એમ. ત્રિવેદીએ ગઇકાલે રાજકોટ - જામનગર-મોરબી સહિત રાજયભરમાં ૪૪ સ્થળે દરોડા પાડયા હતાં., તેમાં જામનગરની વેપારી પેઢી ધીરજલાલ એન્ડ સન્સને ત્યાંથી  ૧ લાખ પ૦ હજારની ટેક્ષ ચોરીની વસુલાત કરી લેવાયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:55 pm IST)