Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

વીજ બીલ ર૦૦ યુનીટ નીચે આવતુ હોય તો માફ કરોઃ કોંગી આગેવાનોની રજુઆત

કોર્પોરેટર કચેરી ખાતે PGVCLના એમ.ડી. શ્વેતા તેઓટીયાને આવેદન પત્ર પાઠવ્યું

રજુઆતઃ વીજ બીલ ર૦૦ યુનીટ નીચે આવતુ હોયઅને રેગ્યુલર કરતા વધુ બીલ આવ્યું હોય તેઓને હપ્તા રૂપી રાહત આપવા કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલ અનડકટ અને રણજીત મુંધવા સહિતના આગેવાનો દ્વારા પીજીવીસીએલના એમ.ડી. શ્વેતા તેઓટીયાને લેખીત પત્ર પાઠવી રજુઆત કરી હતી. તે વખતની તસ્વીર (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર :  દેશભરમાં લોકડાઉનને લીધે ગરીબ લોકો વધુ ગરીબીમાં ધકેલાઇ ગયા છે તેવી પરિસ્થિતિ વચ્ચે પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજબીલની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની બુમરાડ વચ્ચે શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની આગેવાનીમાં આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. તે પૂર્વે ગરીબ પરિવારોને ર૦૦ યુનિટની નીચે આવતુ બીલ માફ કરવા માટે પીજીવીસીએલના એમ.ડી.શ્વેતા તેઓટીયાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને વીજબીલ માફ કરવા તેમજ જે લોકોને રેગ્યુલર કરતા વધુ બિલ આવ્યું હોય તેઓને હપ્તા રૂપી રાહત આપવા અપીલ કરી હતી.

આ અંગે શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાએ રાજકોટ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલ પીજીવીસીએલની વડી કચેરી ખાતે મુખ્ય અધિકારીને રૂબરૂ મળી પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે દેશ આર્થિક રીતે પડી ભાગ્યો છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે લોકડાઉનના દિવસો જેવુ સાબીત થયું છે. હવે છુટછાટ મળતા જ બે મહિનાનુંએટલે કે માર્ચ અને એપ્રીલ મહિનાના બીલનું પીજીવીસીએલ તંત્ર દ્વારા ચાલુ કરી દેતા આક્ષેપ કર્યોછે.

રાજકોટમાં વસવાટ કરતા ગરીબ પરિવારો કે જેઓને ર૦૦ યુનીટ કે તેથી ઓછુ બીલ આવ્યું હોય તેવા ગ્રાહકોને બિલ સંપૂર્ણ પણે માફ કરવા અને લોકડાઉનને લીધે દરેક ધંધા રોજગાર ધંધા હોવાથી લોકોને કોઇ આવક પણ થઇ ન હોય તેમજ સામાન્ય દિવસો કરતા વધુ બિલ આવ્યું હોય તેવા ગ્રાહકોને બિલ ભરપાઇ કરવા માટે બે થી ત્રણ મહિનાની મુદત આપી હપ્તારૂપી રાહત કરી આપવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

(3:54 pm IST)