Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભાવનગર રોડ પીપળા પાસે દારૂની ત્રણ બોટલ સાથે કિંચીત માવાણી ઝડપાયો

કોઠારિયા સોલવન્ટ પાસેથી સંદીપ સોલંકી દારૂની બે બોટલ સાથે પકડાયો

રાજકોટ,તા.૨: શહેરના ભાવનગર રોડ પર આવેલી શકિત હોટલ નજીક પીપળા પાસે ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી એક શખ્સને દારૂની ૩ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. સી.એમ. ચાવડા તથા કરણભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલા પીપળા પાસે દરોડો પાડી દારૂની ૩ બોટલ કિંમત રૂ.૧૩૫૦ સાથે કિંચીત હરેશભાઇ માવાણી (ઉવ.૩૪) રહે, સંતકબીર રોડ આંબા ભગતની શેરી)ને પકડી લીધો હતો.

જ્યારે બીજા દરોડામાંથી કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ આર.જે.જાડેજાની તથા જયપાલભાઇ બરાલીયા સહિતે દરોડો પાડી દારૂની  બે બોટલ સાથે સંદીપ ધનસુખભાઇ સોલંકી (ઉવ.૨૯) (રહે. સ્ટેશન પ્લોટ કોળીનો ડેલો ગોંડલ)ને પકડી લીધો હતો.

(2:40 pm IST)