Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગુરૂવારથી રાજકોટ સહિત રાજયભરની RTO કચેરીઓ શરૂ

સોશ્યલ ડીસ્ટન્સ-સેનેટાઇઝર-માસ્ક-મેડિકલ સ્કેનિંગ ફરજીયાતઃ ડ્રાઇવીંગ ટેસ્ટનો સમય સવારે ૯ થી સાંજે ૬II સુધીનો કરાયોઃ રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-જામનગર-મહેસાણા-બનાસકાંઠા-ભૂજ-ભાવનગરમાં શનિ-રવી પણ ચાલુ રહેશેે: લર્નિંગ સાયસન્સ માટે ITI માં જવાનું પણ આ કચેરી કન્ટેમેન્ટ ઝોનમાં આવતી હશે તો ત્યાં ખાસ પ્રતિબંધ : RTO કચેરીએ GISF ના જવાનો તૈનાત કરાશેઃ અરજદારને એન્ટ્રી સમયે ટેમ્પરેચર આવે તો નો એન્ટ્રીઃ કર્મચારીઓને હેંડ ગ્લોઝ-માસ્ક ફરજીયાત પહેરવાનાઃ દરરોજ સવાર-સાંજ કોર્પોરેશન દ્વારા RTO કચેરીએ દવા છંટકાવ ફરજીયાતઃ કચેરીની સાધન સામગ્રી-ફર્નિચર-બારી-બારણા-સીડી-પગથિયા RTO કચેરીએ સાફ કરાવવાના

રાજકોટ તા. ર : ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને સામાન્ય વહિવટ વિભાગની સુચના બાદ આગામી ગુરૂવાર તા. ૪ થી રાજકોટ સહિત રાજયભરની ય્વ્બ્ કચેરીઓ ધમધમતી થઇ જશે, પરંતુ આ માટે સ્ટાફ-એજન્ટો અને લાયસન્સ સહિતની કામગીરી માટે આવતા લોકો માટે સોશ્યલ ડીસ્ટન્સ-સેનેટાઇઝર-માસ્ક-મેડીકલ સ્કેનિંગ વિગેરે તમામ ફરજીયાત બનાવાયું છે, તેમજ ડ્રાઇવીંગ ટેસ્ટનો સમય સવારે ૯ થી સાંજે ૬ાા સુધીનો જાહેર કરાયો છે, તેમજ લર્નિંગ લાયસન્સ માટે જેતે આઇટીઆઇ કચેરીએ જવાનું રહેશે, પરંતુ આ કચેરી કન્ટેમેન્ટ ઝોનમાં આવતી હોય તો ત્યાં લર્નિંગ લાયસન્સનું કામ નહી થાય.

બહાર પડાયેલા વિશેષ પરીપત્રમાં રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-જામનગર-મહેસાણા-બનાસકાંઠા-ભૂજ-ભાવનગરમાં આર.ટી.ઓ. કચેરીઓ શનિ-રવિ પણ ચાલુ રહેશે તેમ સુચના અપાઇ છે.

લોકડાઉન પૂર્ણ થયા બાદ આરટીઓએ આરટીઓ કચેરીઓને કાર્યરત કરવા પૂર્વ તૈયારીની માર્ગદર્શક સુચનાઓ

આર.ટી.ઓ. કચેરીની બહાર અરજદારોની એપોઇન્ટમેન્ટને લક્ષમાં રાખી સફેદ ચોક-ચુના દ્વારા દર ૧ મીટરના અંતરે ગોળ સર્કલ કરવાના રહેશે.

આ સર્કલમાં અરજદારને લાઇનમાં ઉભા રાખવા માટે જી.આઇ.એસ.એફ.એસ.ના જવાનોનો ઉપયોગ કરવાનો રહેશે.

મુખ્ય પ્રદેશદ્વાર પર અરજદારે પ્રવેશ લીધો હોય ત્યારે જનસંપર્ક અધિકારી/કલાર્ક, આઇ.એમ.વી.એ.આઇ.એમ.વી.ના માર્ગદર્શન હેઠળ પ્રવેશદ્વારથી જ અરજદારોની કામગીરીનું માર્ગદર્શન, શાખા, માળ અને ટેબલમળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

અરજદાર જયારે આર.ટી.ઓ. કચેરીમાં મુલાકાત લે ત્યારે હેન્ડ સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવી હાથની સફાઇ કરાવ્યા બાદ જ કચેરીમાં પ્રવેશ આપવાનો રહેશે. કચેરીના પ્રવેશ વખતે અરજદાર થર્મલઇફ્રારેટ ડીવાઇસ દ્વારા સ્ક્રીનિંગ કરવાનું રહેશે. કોઇપણ અરજદારને સામન્યતઃ કરતા વધારે શરીરનું ઉષ્ણતામ જણાય તો કચેરીમાં પ્રવેશ આપવાનો રહેશે નહિં કોઇ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે પણ એક મીટરની મર્યાદામાં અંતર જાળવવાનું રહેશે. કોઇપણ કર્મચારી સમક્ષ એક કરતા વધારે માણસો.  ઉપસ્થિત ના રહે તે જી.આઇ.એસ.એફ.ઓસ.ના જવાનો મારફત સુનિશ્ચિત કરવાનું રહેશે.

કોઇપણ કર્મચારી જયારે અરજદાર સંબંધિત કરતા હોય ત્યારે સેનેટાઇઝેશન, હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક સાથે કામગીરી કરે તે ફરજીયાત છે.

આર.ટી.ઓ. કચેરીએ સંબંધિત મહાનગરપાલિકા અને નગરપાલિકાના પરામર્શમાં રહી દૈનિક ધોરણે સવારે અને સાંજે કચેરીમાં દવાઓનો છંટકાવ કરાવવાનો રહેશે.

કચેરીના સાધન સામગ્રી ફર્નિચર, બારી-બારા, હેંડલ, સીડી-પગથિયાની સફાઇ અંદર અને બહાર સહિત જે તે આર.ટી.ઓ કચેરીએ કરવાની રહેશે.

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ

વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓન લાઇન એપોઇન્મેન્ટ પધ્ધતિ ફરજિયાત કરવામાં આવે છે આ ઓનલાઇન પધ્ધતિમાં અરજદારે કચેરી ખાતે ફરજીયાત હાજર રહેવાનું છે. અરજદાર જો ગેરહાજર રહેશે તો અરજદારે ફરીવાર એપોઇમેન્ટ લેવાની રહેશે.

શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી આઇ.ટી.આઇ. કક્ષાએથી થતી હોય જે શહેરો કે નગરપાલિકા વિસ્તારના કન્ટેન્ટમેન્ટ વિસ્તાર અને કોવીડ-૧૯ ના કવોરેન્ટાઇન સેન્ટર જાહેર કરેલ હોય તેવી આઇ.ટી.આઇ.ખાતે એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ થશે નહીં તેમજ શિખાઉ લાયસન્સની કામગીરી થશે નહી.

એપોઇન્મેન્ટ Non Faceless સેવાઓ માટે છે જે સેવાઓFaceless છે તેના માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે મુલાકાત લેવાની રહેશે નહી. આમ છતાં Faceless સેવાઓ માટે પણ મુલાકાત લેવાનો પ્રશ્નો ઉપસ્થિત થાય તો અગાઉ ઓનલાઇન એપોઇમેન્ટ મેળવીને જ મુલાકાત લેવાની રહેશે.

જે સેવાઓ ઓન લાઇન ઉપલબ્ધ નથી તેમાટે ઓનલાઇન એપોઇમેન્ટ મેળવવાની રહેશે નહીં. જેવી કે આર.એમ.એ. આંતર રાજય વાહન માલિકી તબદલી અને R.C.Cancel ડી.એ., પરત થયેલ આર.સી.મેળવવા માટે વિગેરે

એચ.એસ.આર.પી. ફીટમેન્ટ માટે અન્ય સુચનાઓ ન મળે ત્યાં સુધી કામગીરી આરટીઓ કચેરીએ બપોરના ૩ કલાક બાદ અરજદારોએ આવવાનું રહેશ.ે HSRP Fitment ની કામગીરી માટે M/S. FTA Solution Pvt.Ltd. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મોડયુલમાં એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવાની રહેશે.

આરટીઓ કચેરી બિલ્ડીંગમાં અરજદારોને એપોઇમેન્ટના પંદર મિનીટ અગાઉ જ પ્રવેશની મંજુરી મળશે.

લોકડાઉન ઓપન થયા બાદ આરટીઓ કચેરીમાં અજરદારોનો ધસારો થશે તે માટે મોટી આરટીઓ કચેરી ખાતે ધસારાને લક્ષમાં રાખી અરજદારો માટે સમિયાણા/મંડપની વ્યવસ્થા તથા કચેરીમાં પીવાના પાણી અને હોલમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવી ફરજીયાત સવારના ૯ થી સાંજના ૬-૩૦ કલાક સુધી અમદાવાદ, વડોદરા, રજકોટ, સુરત, જામનગર, મહેસાણા, બનાસકાંઠા, ભૂજ, ભાવનગર આરટીઓ કચેરીખાતે શનિવાર અને રવિવારે પણ સવારના ૯ થી સાંજના ૬-૩૦ કલાક સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત રહેશે.

આર.ટી.ઓ. ખાતે અરજદાર જયારે આવે ત્યારે અરજદારની સુવમેન્ટ કામગીરી મર્યાદિત થાય તે જરૂરી છે જેથી અરજીનો પ્રોસેસીંગ, વેરીફીકેશન અને એપ્રુવલની કામગીરી એક જ કાઉન્ટર ઉપરથી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

શીખાઉ લાયસન્સની મુદત પૂર્ણ થઇ ગઇ હોય તેવા કિસ્સામાં થતી કાર્યવાહી

તા.ર૧/૩/ર૦ર૦ થી તા.૩૧/૭/ર૦ર૦ સુધી જે અરજદારોના લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયેલ હોય અથવા પૂર્ણ થનાર હોય તેવા અરજદારો તા. ૩૧/૭/ર૦ર૦ સુધી ડ્રાઇવીંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે જેના માટે કોઇ વધારાની ફી અરજદાર કક્ષાએથી ભરવાની રહેશે. નહીં.

રાજયમાં લોકડાઉન દરમ્યાન આરટીઓ કચેરી અને આઇટીઆઇ કચેરીઓ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે બંધ હતી આ સંજોગોમાં ઓનલાઇન એપોઇમેન્ટ લેવાની જવાબદારી જે તે અરજદારની રહેશે. કારણ કે, અત્રેથી ફાળવેલ એપોઇમેન્ટ અરજદારને અનુકુળ પણ ન હોય તો અરજદાર ઉપસ્થિત રહી શકે નહીં તેમજ અરજદાર ઇચ્છા પ્રમાણે એપોઇમેન્ટ મેળવે તો અરજદાર અનુકુળ તારીખ અને સમયે હાજર રહી શકે.

ફીટનેશ માટે વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડા તેની સામે ફાળવેલ તારીખ

છેલ્લા આંકડાનો નંબર ૧ અને ર હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા. ૦૮,૧પ,રર-જુન

છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા. ૦૯,૧૬,ર૩-જુન

છેલ્લા આંકડાનો નંબર પ અને ૬ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા. ૧૦,૧૭,ર૪-જુન

છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા. ૧૧,૧૮,રપ-જુન

છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૧૦ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા. ૧ર,૧૯,ર૬-જુન

ઓનલાઇન એપોઇમેન્ટ મેળવવા માટે વાહન અને ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત નોન ફેશલેસ સેવાઓ

ક્રમ

લાયસન્સ સંબંધિત સેવાઓ

વાહન સંબંધિત સેવાઓ

૧.

ડ્રાઇવીંગ ટેસ્ટ

વાહન માલિકીમાં ફેરફાર

ર.

ડાઇવીંગ લાયસનસમાં સરનામા ફેરફાર

સરનામામાં ફેરફાર

૩.

ડ્રાઇવીંગ લાયસન્સમાં નામમાં ફેરફાર

બોજો દાખલ કરવો

૪.

ઇન્ટરનેશલ ડ્રાઇવીંગ લાયસન્સ પરમીટ આઇ.ડી.પી.) 

બોજો ચાલુ રાખવો.

પ.

ભયજનક મટીરીયલનું વહન ડ્રાઇવીંગ લાયસન્સનું એન્ડોર્સમેન્ટ

વાહનની પુનઃ નોંધણી કરવી

૬.

ડ્રાઇવીંગ લાયસન્સમાં જન્મ તારીખમાં ફેરફાર

વ્હીકલ્સમાં ફેરફાર કરવો.

૭.

ડ્રાઇવીંગ લાયસન્સનો વર્ગ (COVS) સરન્ડર કરવો.

અન્ય રાજય માટે એન.ઓ.સી. ઇસ્યુ કરવી.

૮.

પરદેશી નાગરિકોને લાયસન્સ ઇસ્યુ કરવું

HSRP Fitment

(11:29 am IST)