Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

લલિતભાઈ કગથરાના પુત્રના સ્મરણાર્થે બુધવારે પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન

કોરોના મહામારીમાં દર્દીઓની વહારે આવવા પારસ હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ ઉપર પ્લાઝમા દાતાઓને આવવા અપીલ

રાજકોટ, તા. ૧ :. કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના સુપુત્ર સ્વ. વિશાલ કગથરાના સ્મરણાર્થે તા. ૫ને બુધવારે પ્લાઝમા ડોનેશન કેમ્પની રાજકોટના પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ, રાજકોટ ખાતે આયોજન કરાયુ છે. આ કેમ્પના રજીસ્ટ્રેશન માટે મો. ૭૬૨૪૦ ૨૩૪૩૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

પ્લાઝમા થેરાપી એટલે શું ?

સ્વસ્થ વ્યકિતના લોહીમાંથી પ્લાઝમા અલગ કરી કોરોના સંક્રમિત દર્દીઓને ૨૦૦ એમ.એલ.થી ૨૫૦ એમ.એલ. પ્લાઝમા આપવામાં આવે છે. લોહીમાંથી પ્લાઝમા અલગ કરવામાં આવે છે ત્યારે પ્લાઝમાનો રંગ-પીળો હોય છે.

પ્લાઝમા થેરાપી કોને આપી શકાય ?

કોરોનાથી સંક્રમિત ગંભીર દર્દીઓને કે જેઓનું ઓકસીજન લેવલ ખૂબ ઓછુ હોય અથવા વેન્ટીલેટર પર હોવા છતા તબિયતમાં કાંઈ ફેર ના પડે ત્યારે પ્લાઝમા થેરાપી આપવામાં આવે છે.

પ્લાઝમા કોણ ડોનેટ કરી શકે ?

(૧) કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયેલ વ્યકિત ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. (૨) ૧૮થી ૫૫ વર્ષના વ્યકિત પૈકી કોઈપણ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. (૩) પ્લાઝમા ડોનેટ કરનાર જે તે વ્યકિતનું વજન ૫૦ કિ.ગ્રા.થી વધુ હોવુ જોઈએ. (૪) હિમોગ્લોબીન (એચ.બી.)નું કાઉન્ટ ૧૨.૫ થી વધુ તથા પ્રોટીનનું પ્રમાણ ૬ ગ્રામ - ડીએલ હોવું જોઈએ.

કોરોનાની મહામારીમાં છેલ્લા ૧૧ મહિના થયા સતત પ્લાઝમા ડોનેશનની નિઃશુલ્ક પ્રવૃતિમાં સંકળાયેલા રાજકોટ પ્લાઝમા ગ્રુપ એક અનોખો પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજી રહ્યો છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર શ્રી વિશાલ કગથરાની સ્મૃતિમાં દેશનો સૌ પ્રથમ પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને તેમના પુત્ર રવિભાઈ કગથરા જહેમત ઉઠાવી રહ્યા છે. આપ કોરોનાગ્રસ્ત થઈ સ્વસ્થ થઈ ગયા છો, તો આપ જોડાઈ શકો છો.

વધુ વિગત માટે 'રાજકોટ પ્લાઝમા ડોનર્સ ગ્રુપ'ના મનોજ રાણપરા મો. ૯૨૨૮૩ ૦૭૬૬૦, હિતેન પારેખ મો. ૭૫૭૫૦ ૭૫૭૫૯, મિલાપ શેઠ મો. ૯૦૯૯૦ ૯૮૧૯૦, વિશાલ માન્ડલીયા મો. ૮૯૦૫૯ ૭૭૭૭૬, જિજ્ઞાબેન તન્ના મો. ૯૯૯૮૪ ૬૪૭૩૧, મનીષા પારેખ મો. ૭૫૭૫૦ ૭૩૭૩૦ની અપીલ છે. ઉપરોકત કોઈપણ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને કોરોના મહામારીમાં દર્દીઓને મદદ કરી શકો છો.

(3:54 pm IST)