Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩-૬-ર૦ર૦,બુધવાર
જેઠ સુદ-૧ર,વટસાવિત્રી વ્રતારંભ-પ્રદોષ, રવિયોગ-ર૦-૪૩ સથી સુયાર્શ્વનાથ જન્મ, શિવાજી મહારાજ રાજયાભિષેક દિન
સૂય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-કુંભ
બુધ-મિથુન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨૬
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી લાભ-અમૃત-૯-ર૪ સુધી ૧૧-૦પ થી શુભ-૧ર-૪પ સુધી, ૧૬-૦૬ થી ચલ-લાભ-૧૯-ર૭ સુધી, ર૦-૪૬ થી શુભ-અમૃત-ચલ-ર૪-૪પ સુધી,
શુભ હોરા
૬-૦૪ થી ૮-૧૭ સુધી, ૯-ર૪ થી ૧૦-૩૧ સુધી, ૧ર-૪પ થી ૧૬-૦૩ સુધી ૧૭-૧૩ થી ૧૮-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
શું ખરેખર તો મા-બાપે પોતાના સંતાનો કેમ સુખી થાય તે બાબત વિચારવું જોઇએ અને સંતાનોએ પણ મા-બાપને સમજવા જોઇએ અને બંને વચ્ચે સારી આત્મીયતા કેમ રહે તે બાબતનું ધ્યાન રાખવું જોઇએ. જીવનના રપ વર્ષ સુધી યુવક પોતાના મા-બાપનું ધ્યાન રાખે અને જયારે લગ્ન થઇ જાય પછી મા-બાપે તેને તેના પોતાના જીવનમાં કેમ સારી રીતે સેટ થઇ જાય તે બાબતનું ધ્યાન રાખવું જોઇએ યુવક-યુવતિ એટલે કે પતિ-પત્નીને બંનેને એકબીજાની નજીક આવે અને એકબીજા માટે જ જન્મ્યા છીએ તેવી આત્મીયતા ઉભી કરવી જોઇએ તો લગ્ન જીવનમાં એક પણ ગ્રહ નથી નડતા ગ્રહો નથી નડતા પણ વ્યકિતના વિચારો નડે છે. પોતાનો ઇગો નડે છે અને જેને લઇને જીવનમાં પોતે જ તકલીફો ઉભી કરે છે તો શુ કરવું ?