Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019
એડવોકેટ- નોટરી ડી.સી.રાવલના માતુશ્રીનું દુઃખદ અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ રાજકોટના રહીશ સ્વ.વસંતબેન ચન્દ્રકાંતભાઈ રાવલ તે નિવૃત્ત આલ્ફ્રેડ હાઈસ્કૂલના શિક્ષીકા તથા પ્રો.સ્વ.ચન્દ્રકાંતભાઈ નાનાલાલ રાવલના ધર્મપત્નિ તથા શ્રીકાંતભાઈ, દેવ્યાનીબેન, દુષ્યંતભાઈના માતુશ્રીનું અવસાન તા.૨૧ના રોજ રાજકોટ ખાતે થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૨૨ને ગુરૂવારે પંચવટી કોમ્યુનિટી હોલ, પંચવટી મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉત્તરક્રિયા રાખેલ નથી.

અવસાન નોંધ

લોધીકાનાં મુલ્યનિષ્ઠ શિક્ષણના ભેખધારી-નિવૃત આચાર્ય નાથાભાઇ શીંગાળાનું અવસાન

લોધીકા : લોધીકા પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય આજીવન સમય શિસ્તનાં આગ્રહી નાથાભાઇ કાળાભાઇ શીંગાળાનું તા. ૧૮ ના અવસાન થતા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગયેલ હતી.

મુળ સાંગણવાના વતની હાલ લોધીકા તેઓએ સને ૧૯૪૪થી લોધીકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી ફરજનિષ્ઠા, ઉતમ આદર્શવાદી, સમયશિસ્તનાં હિમાયતીને લઇ વિદ્યાર્થી સહિત ગામમાં અપાર ચાહના મેળવી હતી. છેલ્લે લોધીકા પ્રાથમિક શાળાના આચાર્યપદે રહેલ હતા. શિક્ષક કભી સાધારણ નહી હોતા, ઉસકી ગોદમે પ્રલય ઔર નિર્માણ પલતા હૈ, ઉકિત મુજબ તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ વિદ્યાર્થીઓને ભણતરની સાથે જીવન ઘડતરનું જ્ઞાન શિસ્ત બધ્ધતા વગેરેને લઇ તેઓએ ગામમાં અપાર ચાહના પ્રાપ્ત કરેલ હતી. તેમના હાથ નીચે શિક્ષણ પ્રાપ્ત કરી ઘણા વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન છે.

હંમેશા સૌને સાચી સલાહ, પર દુખે દુખી થનાર જરૂરિયાતમંદોને સદાય સહાયના આગ્રહી એવા નાથાભાઇ શીંગાળા સને ૧૯૮૫માં નિવૃત થયા હતા આવા સંનિષ્ઠ શિક્ષકશ્રીના દેહાવશાનથી લોધીકા ગામે એક આદર્શ શિક્ષક, દરેક સમાજના શુભ ચિંતક ગુમાવતા તેમની ખોટ ગામને હંમેશા રહેશે. સદગતની સ્મશાન યાત્રામાં સમાજનાં વિવિધ વર્ગના લોકો જોડાયા હતા.

વ્રજલાલભાઈ કારેલીયા

રાજકોટ : લુહાર ગામ મેંદરડાવાળા, હાલ મુંબઈ નિવાસી વૃજલાલભાઈ પ્રેમજીભાઈ કારેલીયા (ઉ.વ.૮૬) જે સ્વ.લીલાબેનના પતિ, રેખાબેન અરૂણકુમાર મકવાણાના પિતાશ્રી તથા અરૂણકુમાર મોહનભાઈ મકવાણાના સસરા અને નિખિલભાઈ તથા દિપકભાઈના નાનાજીનું તા.૯ના મુંબઈ મુકામે દુઃખદ અવસાન  થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હૃદય ભોજાણી

રાજકોટ : હૃદય (ઉ.વ.૧૭) તે ભાવેશભાઈ પી. ભોજાણી, હેતલબેન પી. ભોજાણીના પુત્ર તથા પ્રદિપભાઈ, હિરાલાલ ભોજાણીના પૌત્ર તેમજ કિશોરભાઈ ચંદુલાલ બલદેવના દોહિત્રનું મંગળવારે તા.૨૦ના રોજ બેંગ્લોર મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું પિતૃપક્ષ તથા મોસાળ પક્ષનું (બંને પક્ષનું) બેસણું સોમવારે તા.૨૬ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે અક્ષર પુરૂષોતમ મંદિર, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નિરંજનાબેન પંડ્યા

રાજકોટ : મુળ ઓખા, હાલ રાજકોટ તરૂણકુમાર જન્મશંકર પંડ્યાના ધર્મપત્નિ અ.સૌ. નિરંજનાબેન (ઉ.વ.૭૦) તે રતિલાલ નારણજી ઠાકરના દિકરી તથા પિયુષકુમાર, અનંતકુમારના મોટાબહેન તથા બીપીનભાઈ, રમેશભાઈ, લલીતભાઈ, રાજુભાઈના ભાભીનું તા.૨૧ને બુધવારના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ના સાંજે ૫ થી ૬ કલાકે અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, રૈયા ટેલીફોન એકસચેન્જ સામે રાખેલ છે.

ગુલાબસિંહ પરમાર

રાજકોટ : કારડીયા રાજપૂત ગુલાબસિંહ કેસરીસિંહ પરમાર (ઉ.વ.૬૧) તે સ્વ.કેશરીસિંહ ભુરાભાઈ પરમારના પુત્ર તથા રમણીકભાઈ, સ્વ.નટવરસિંહ તેમજ વિનોદભાઈ કેશરીસિંહ પરમારના ભાઈ તથા ચિરાગભાઈ, પરાગભાઈના પિતાનું તા.૨૧ના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે, કારડીયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરકુમાર જોબનપુત્રા

રાજકોટઃ કિશોરકુમાર વશનજીભાઇ જોબનપુત્રા (ઉ.વ.૭૩) તે સ્વ.વશનજીભાઇ હીરજીભાઇ જોબનપુત્રાના મોટા પુત્ર તે નાનુભાઇ, મંજુબેન, સુશીલાબેન, પુષ્પાબેન તથા કુંદનબેનના ભાઇ કોકીલાબેનના પતિ, કેતનભાઇ તથા વિજયભાઇના પિતાશ્રીનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેઓ સ્વ.હીરાલાલ કેશવજીભાઇ અઢીઆ (ટંકારા વાળા)ના જમાઇનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.ર૩ના શુક્રવારે લઘુભાના ઉતારા પાસે, કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા, ખાતે સાંજે પ વાગ્યે રાખેલ છે.

વસંતબેન રાવલ

રાજકોટઃ વસંતબેન ચન્દ્રકાંતભાઇ રાવલ તે નિવૃત્ત આલ્ફ્રેડ હાઇસ્કૂલના શિક્ષીકા તથા પ્રો. સ્વ. ચન્દ્રકાંતભાઇ નાનાલાલ રાવલના ધર્મપત્ની તથા શ્રીકાંતભાઇ, દેવ્યાનીબેન, દુષ્યંતભાઇના માતુશ્રીનું તા.ર૧ના અવસાન થયેલ છે. બેસણું તા.રરને ગુરૂવારે પંચવટી કોમ્યુનિટી હોલ, પંચવટી મેઇન રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉતરક્રિયા રાખેલ નથી.

જયંતીલાલ સોની

રાજકોટઃ સોની મોહનલાલ ખુશાલચંદ ઝીંઝુવાડીયા (જોડીયા વાળા)ના પુત્ર જયંતીલાલ (ઉ.વ.૮૭) તે હેંમતભાઇ, જયસુખભાઇ દલસુખભાઇના મોટાભાઇ તે રાજેશ, વિજય, મહેશના પિતાશ્રી તે સોની પ્રભુદાસભાઇ દેવજીભાઇ પારેખ (રીબડા વાળા)ના જમાઇનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું વાઘેશ્વરી વાડી યુનીટ નં.૩, રામનાથપરા ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

જયાબેન ખોખર

રાજકોટઃ ગુર્જર પ્રજાપતિ જયાબેન લવજીભાઇ ખોખર (ઉ.વ.૭ર) તે લવજીભાઇ નરશીભાઇ ખોખરના ધર્મપત્ની તેમજ બળવંતભાઇ, ઉમેદભાઇ લવજીભાઇ ખોખરના માતુશ્રી તથા દુર્લભજીભાઇ નરશીભાઇ તથા છગનભાઇ નરશીભાઇ ખોખરના ભાભીનું તા.ર૦ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.ર૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬, ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં.ર, યુનિટ નં.૧, સંત કબીર રોડ, મેહુલ પ્રિન્ટ વાળી શેરી ખાતે રાખેલ છે.

લક્ષ્મીબેન જાજલ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ.છોટાલાલ છગનલાલ જાજલના ધર્મપત્ની લક્ષ્મીબેન તે જગદીશભાઇ, વિજયભાઇ, અજયભાઇ, પ્રદીપભાઇના માતુશ્રી તથા મુંબઇ વાળા નવિનભાઇ જોગીના બેન તા.ર૧ના અવસાન થયેલ છે. ઉઠમણું ગુરૂવાર તા.રરના બ્રહ્મક્ષત્રીયની વાડી પેડક રોડ ખાતે સાંજે પ વાગ્યે રાખેલ છે.

મયુરસિંહ જાડેજાનું અવસાનઃ કાલે એ.જી. સોસાયટીમાં બેસણું

રાજકોટઃ મુળ ખીરસરા (રણ) હાલ રાજકોટ નિવાસી સ્વ. ગજરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાના પુત્ર મયુરસિંહ ગજરાજસિંહ જાડેજા (ઉ.વ.૫૯) તે સ્વ. ગિરિરાજસિંહ ગજરાજસિંહ જાડેજાના નાના ભાઇ તથા રાજદિપસિંહ અને મનદિપસિંહના પિતાશ્રી તથા જયરાજસિંહના કાકાશ્રીનું તા. ૨૧/૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું શુક્રવારે ૨૩મીએ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન એ.જી. સોસાયટી, બ્લોક નં. ૬૯ કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન ભાયાણી

મીઠાપુરઃ વિઠલદાસ ખીમજીભાઇ ભાયાણીના પત્ની પુષ્પાબેન વિઠલદાસ ભાયાણી (ઉ.વ.૬૫)નુ તા.૨૦ને ગુરૂવારે અવસાન થયેલ છે ઉઠમણુ તા.૨૨ને ગુરૂવારે સાંજે ૫ થી ૫.૩૦ શ્રી લોહાણા મહાજનવાડી સુરજકરાડીમાં રાખેલ છે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

દક્ષાબેન બગથરીયા

રાજકોટઃ બગથરીયા સ્વ. દક્ષાબેન પરસોતમભાઇ ખીમજીભાઇ બગથરીયાની પુત્રી, બીનાબેનની નાની બહેન અને દિનેશભાઇ ગોરધનભાઇ બગથરીયાની બહેન તા.૨૧ના  રોજ તેમનું અવસાન થયેલ છે. બેસણું તા.૨૨ના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાન નંદનવન રોડ, બાપાસીતારામ મઢુલી સામે, ખાખરાવાડી, ખોડલધામમાતા મંદિર પાસે, જુનાગઢ (મો.૯૨૭૫૧ ૫૬૧૫૨)

જમકુબેન કરગથરા

 રાજકોટઃ ગુર્જર સુથાર ભગવાનજીભાઇ જેરાજભાઇ  કરગથરા (દડવાવાળા)ના ધર્મપત્નિ જમકુબેન (ઉ.વ.૮૨) તે સ્વ. નંદલાલભાઇ તથા રમેશભાઇ, જાગૃતિબેન અંબાસણાના માતુશ્રી તેમજ નવનીતભાઇ, સંદીપભાઇના દાદીમાં અને ગીરધરભાઇ, વજુભાઇ, શાંતિભાઇના કાકી તેમજ ભાણજીભાઇ માંડણભાઇ અઘેરા (મીતડીવાળા)ની દીકરી તા.૨૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૨૩ શુક્રવારના રોજ  સાંજે ૪ થી ૬, પીપળીયા હોલ, સહકાર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિવાળી બેન દવે

જસદણ :  મુળ જુના પીપળીયા નિવાસી, હાલ રાજકોટ રહેતા રાજગોર (કાઠીગોર) બ્રાહ્મણ દિવાળીબેન દવે (ઉ.વ.૭૫) તે સ્વ. ધનજીભાઇ જાદવભાઇ દવેના પત્ની અને રમેશભાઇ, ભરતભાઇ, અશોકભાઇ, લલીતાબેન, નીરૂબેન, નયનાબેન ના માતા તેમજ ધર્મેન્દ્રભાઇ, ગણપતભાઇના મોટાબાનું તા.૨૧ ના રોજ અવસાન થયેલ છે, બેસણું તા. ૨૩ને  શુક્રવારે  સાંજના ૪ થી ૬ રમેશભાઇ ધનજીભાઇ દવેના નિવાસસ્થાન, સિલ્વર ગોલ્ડ રેસીડન્સી, શેરી નં.૫, નાના મવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમની દશા વિધી તા.૩૦ અને ઉત્તરક્રિયા તા.૩૧ ના રોજ રાખેલ છે.

દુધીબેન વાઘેલા

વડિયા : વડિયા નિવાસી ધીરૂભાઇ ગોબરભાઇ તથા ભુપતભાઇ ગોબરભાઇ વાઘેલાના માતુશ્રી દુધીબેન ગોબરભાઇ વાઘેલા (ઉ.વ.૮૫) નું તા. ૨૦ ના રોજ અવસાન થયેલ છે, તેમનું બેસણું તા.૨૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને (હવેલી શેરી) ખાતે રાખેલ છે.

રણછોડભાઇ ગજેરા

જુનાગઢ : મીઠાપુર નિવાસી રણછોડભાઇ ગોકળભાઇ ગજેરા (ઉ.વ.૮૮) તે ચંદુભાઇ અને કિશોરભાઇના પિતા તથા મનીષકુમાર, રવિકુમાર અને રાજકુમારના દાદાનું તા.૨૧ ના અવસાન થયેલ છે.

વિજયાબા ચાવડા

વડિયા : વડિયા નિવાસી નિવૃત શિઁક્ષ્ક કરણસિંહ ચાવડા, શિવરાજસિંહ, વનરાજસિંહ,ભરતસિંહ (ગિરનાર પાન વાળા) ના માતુશ્રી વિજયાબા કનુજીભા ચાવડા (ઉ.વ.૮૭) નું તા. ૨૦ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વડિયા લોહાણા સમાજની વાડી ખાતે રાખેલ છે.

મહેશભાઇ ચીમનલાલ વિસાણી

રાજકોટ : માળીયા મીંયાણાવાળા સ્વ. ચીમનલાલ મોહનલાલ વિસાણીના પુત્ર મહેશભાઇ તે કૌશલભાઇના પિતાશ્રીનું આજે તા.રર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૩ ના રોજ શુક્રવારે સાંજે પ વાગ્યે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, કસ્તુરબા સ્કુલ પાસે, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

ઠા. રમેશચંદ્ર ઉનડકટ

રાજકોટ : ઠા.રમેશચંદ્ર ઉનડકટ (ઉ.વ.૬૮) તે ખોરાસા (આહિરના) નિવાસી તિરૂપતિ ડેરીવાળા સ્વ.જેઠાલાલ ગીરધરલાલ ઉનડકટના પુત્ર તે જયસુખભાઈ, પ્રફુલભાઈ, સતીષભાઈ, વિનુભાઈના તથા ચંદ્રિકાબેન ભાનુલાલ માનસેતા, નયનાબેન વિનોદરાય પૂજારાના મોટાભાઈ, તે ગોરધનદાસ તન્ના (કેશોદ)ના જમાઈ તથા રાજુભાઈ, ચંદુભાઈ તન્નાના બનેવીનું તા.૨૨ના રોજ વૈકુંઠવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી બંને માસ્તર સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.