Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020
રેલ્વેના કોન્ટ્રાકટર ચંદનસિંહ રાઠોડ (ગુડ્ડુભાઇનું અવસાન) : શુક્રવારે બેસણું

રાજકોટ : મૂળ રાજસ્થાન નિવાસી હાલ રાજકોટ સ્વ. અમરસિંહ રાઠોડ (રીટાયર્ડ રેલ્વે ડ્રાઇવર)ના પુત્ર ચંદનસિંહ એ. રાઠોડ (ઉ.વ.૬૪) (ગુડ્ડુભાઇ-રેલ્વે કોન્ટ્રાકટર-રાજકોટ) તે શ્રી મનોજસિંહ રાઠોડના મોટાભાઇ, તેમજ ભરતસિંહ, શ્યામસિંહ તથા રોમાબેનના પિતા, તથા હરિનસિંહના સસરા તથા ધ્રુવરાજસિંહના મોટાબાપુનું તા. ૮ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૦ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રેલ્વે લોકો કોલોની, જામનગર, રોડ, શકિત ચોક ખાતે રાખેલ છે.

ચેતનાબેન પરમાણંદભાઈ સેદાણીનું દુઃખદ અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ મુળ ગારિયાધાર નિવાસી હાલ રાજકોટ સ્વ.ડો.પરમાણંદભાઈના ધર્મપત્નિ તે સ્મિતાબેન, જીતેન્દ્રભાઈ, ભાવેશભાઈ અને જયેશભાઈના માતુશ્રી તે પુનમભાઈ છોટાઈનાં સાસુશ્રી તે સ્વ.જીવરાજભાઈ ભીમજીભાઈ કટારીયાનાં પુત્રી ચેતનાબેન સેદાણી (ઉ.વ.૮૪)નું દુઃખદ અવસાન તા.૭ના મંગળવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સોમેશ્વર મહાદેવ, રવિરત્ન પાર્ક મેઈન રોડ, યુનિર્વસીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ખંભાળીયાના સીનીયર એડવોકેટ રઘુવંશી અગ્રણી જે. આર. કાનાણીનું અવસાન

ખંભાળિયા, તા. ૯ :  સિનિયર એડવોકેટ તથા રઘુવંશી લોહાણા જ્ઞાતિના અગ્રણી જયંતિલાલ રણછોડદાસ કાનણી (જે.આર. કાનાણી) ઉ.૭૧નું આજે સવારે ટુંકી બીમારીમાં અવસાન થતા વકીલ મંડળ તથા રઘુવંશી જ્ઞાતિજનોમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

સ્વ. રણછોડદાસ પ્રધાન કાનાણીના પુત્ર સ્વ. જયંતિલાલ કાનાણી એક સફળ સિનિયર એડવોકેટ હતા તથા તેઓ રઘુવંશી જ્ઞાતિના અગ્રણી હતા તથા તેમના પુત્ર અલીતભાઇ કાનાણી એડીશન ડી. જજ છે તથા સ્વ. જે.આર.કાનાણી તથા તેમના પત્ની સ્વ. રંજનબેન કાનાણી ખંભાળિયા પાલિકાના સદસ્ય પણ હતા તથા ખંભાળિયા શહેરમાં વિકાસ કાર્યો પણ કર્યા હતા.

સ્વ. જે.આર. કાનાણીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વકીલો, અગ્રણીઓ, રઘુવંશી વેપારીઓ જોડાયા હતા.

પ્રતાપરાય બુવારીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી લોહાણા સમાજનાં પ્રતાપરાય કેશવજી બુવારીયા (ઉ.વ.૯૦) તે સ્વ.રમણીકલાલ કેશવજી બુવારિયા, સ્વ.ઈન્દુલાલ કેશવજી બુવારિયા, યશવંતરાય કેશવજી બુવારિયાનાં ભાઈ તેમજ અતુલભાઈ, કેતનભાઈ, જીતેનભાઈ તેમજ જલ્પાબેન સંજયભાઈ મોદીનાં પિતાશ્રીનું તેમજ સ્વ.નાથાલાલ, સ્વ.કાકુભાઈ વિઠલાણીનાં ભાણેજ જમાઈનું તા.૭ને મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા (બેસણું) તા.૧૦ શુક્રવારના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ ખાતે રાખેલ છે.

વિનોદરાય થડેશ્વર

રાજકોટઃ સોની પરજીયા પટ્ટણી જેતપુરવાળા હાલ રાજકોટ નિવાસી વિનોદરાય વિઠ્ઠલદાસ થડેશ્વર (ઉ.વ.૭૧) તે સ્વ.વજુભાઈ તથા જમનભાઈના નાનાભાઈ અને હેમંતભાઈ, કેતનભાઈ અને હેતલબેનના પિતાશ્રી તા.૮ના શ્રીજીચરણ પામેલ છે. જેઓનું ઉઠમણું તા.૧૦ રોજ શુક્રવારે સાંજે ૪ થી ૬  તેમના નિવાસસ્થાને સોની વિનોદરાય વિઠ્ઠલદાસ થડેશ્વર, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, આવાસ યોજના (આરએમસી) બી-વીંગ, ફલેટ નં.૬૦૪, ૬થા માળે રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૧૭૩૬ ૦૦૬૮૦)

ધોરાજીના રાધાબેન ઠુંમરનું ૧૦૪ વર્ષે અવસાન

ધોરાજીઃ રાધાબેન ઘેલાભાઇ ઠુંમર (ઉવ.૧૦૪)તે બચુભાઇ, દામજીભાઇ, ધીરજલાલના માતુશ્રી તેમજ દિનેશભાઇ, ચંદુભાઇ, જેન્તીભાઇ, હરસુખભાઇ, લાલજીભાઇ, નવનીતભાઇ દુષ્યંત, યાજ્ઞીક, દિવ્યેશ, પાર્થ તેજના દાદીમાંનું તા.૮ ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ ને શુક્રવારે બપોરે ૩ થી પ ધીરજલાલ ઘેલાભાઇ ઠુમ્મરના નિવાસસ્થાન કુંભારવાડા ધોરાજી ખાતે રાખેલ છે.

બાબુભાઇ વેલજીભાઇ

રાજકોટઃ બાબુભાઇ વેલજીભાઇ ઉમરાળીયા (ઉ.વ.૯૦) તે કાળુભાઇનાં પિતાશ્રી તથા પરેશભાઇનાં દાદાનું તા.૮ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાગર હોલ પંચશીલ મેઇન રોડ, ગોંડલ રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નરભેશંકરભાઇ વ્યાસ

મોરબીઃ બગથળા નિવાસી નરભેશંકરભાઇ ખીમશંકર વ્યાસ (ઉ.વ.૯પ) તે દિનેશભાઇ, નૈતમભાઇ, સ્વ.ભરતભાઇ અને દિપકભાઇ તેમજ હસમુખરાય, સ્વ.પ્રેમશંકરભાઇ અને મુગટભાઇના ભાઇ તા.૭ના રોજ કૈલાસવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, નકલંકની વાડી, મુ. બગથળા તા.જી. મોરબી રાખેલ છે.

ઇલાબેન હેડાવ

મોરબીઃ શ્રી ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ ઇલાબેન રાજેશભાઇ હેડાવ તે સ્વ.જયંતિલાલ કુંવરજીભાઇ હેડાઉના પુત્રવધુ, રાજેશભાઇના ધર્મપત્ની તેમજ કિશોરભાઇ અને મુકેશભાઇના ભાભી તથા ઉમીયાશંકરભાઇ લવાની  પુત્રી તા.પના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાન વાસ્તુ પેલેસ લાયન્સ નગર, નવલખી રોડ, ચરમરીયા દાદાના મંદિર પાસે મોરબી ખાતે રાખેલ છે.

વજીબેન ગમારા

ગોંડલઃ ગોંડલ નિવાસી ભરવાડ વજીબેન બચુભાઈ ગમારા (ઉ.વ. ૭૫) તે ચંદુભાઈ, ધીરૂભાઈ, સ્વ. દિનેશભાઈ તથા સ્વ. રેવાભાઈના માતુશ્રીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૯ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન દોમડીયા સોસાયટી મેઈન રોડ, રામદેવપીરના મંદિર પાસે 'ગાત્રાળ કૃપા' ગોંડલ રાખેલ છે.

વ્રજકુવરબેન ખંભોળીયા

મોટી કુંકાવાવઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ.મણીલાલ ખિમજીભાઇ ખંભોળીયાના ધર્મપત્ની સ્વ.વ્રજકુવરબેન (ઉ.વ.૯ર) તે કિશોરભાઇ તથા સ્વ.અરવિંદભાઇ તથા પ્રવિણભાઇ તથા ગીરીશભાઇ તથા હંસાબેન મનુભાઇ મહેતા (પાંચ તલાવડા) તથા પુષ્પાબેન ઘનશ્યામભાઇ મહેતા (અમરેલી)ના માતુશ્રી તથા મિનાબેન, રાજુ, ભૂમિ, હિરાનાબેન, ધૈર્યના દાદીમાનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજના ૪ થી ૬, બ્રહ્મસમાજની વાડી કુંકાવાવ રાખેલ છે.

મુકતાબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મુકતાબેન દેવજીભાઇ ટાંક (ઉ.વ.૭ર) તે દેવજીભાઇ ટાંકના પત્ની તેમજ સંજયભાઇ તથા મહેશભાઇ તેમજ સોનલબેનના માતાશ્રી તા.૭ના અક્ષરવાસી થયેલ છે. તેમનું બેસણું તા.ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સુર્યોદય સોસાયટી શેરી નં.પ, માધવ હોલની પાછળ રાખેલ છે.

પ્રભુદાસભાઇ નિમાવત

રાજકોટઃ ગૌરીદળ નિવાસી મુળ જબલપુર (ટંકારા) પ્રભુદાસ કુંવરદાસ નિમાવત (ઉ.વ.૭૬) તે દિલસુખભાઇ તેમજ દિનેશભાઇ, રમેશભાઇ, ચંદુભાઇ, ગોપાલભાઇનાં કાકા તથા રમણિકભાઇ નિમાવત, મનસુખભાઇ નિમાવતનાં બનેવીનું તા.પના અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તેમજ સંતવાણી તા.૧૬ને ગુરૂવારે રાખેલ છે.

નટવરલાલભાઇ મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નટરવલાલ ન્યાલચંદ મેર (ઉ.વ.૭૪) તે સ્વ.ઘનશ્યામભાઇ, સ્વ.જયંતીલાલ, સ્વ.બળવંતભાઇના નાનાભાઇ તથા હસમુખભાઇ કનુભાઇ, દિનેશ, હિતેશ, હેમેન્દ્ર, કેતનના કાકા તેમજ સ્વ.કરશનદાસ કાલીદાસ ભુછડાના જમાઇ તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા શ્વસુર પક્ષની સાદડી તા.૯ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ કલાકે બ્રહ્મક્ષત્રિય વાડી, ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.

મેઘજીભાઈ પરમાર

રાજકોટઃ મેઘજીભાઈ દેવશીભાઈ પરમાર તે અનિલભાઈ (આર.એમ.સી.), સંજયભાઈ (આર.એમ.સી.), રતાભાઈ (પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ અનુ.જા.મોરચો)ના પિતાશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬, મોહનભાઈ સરવૈયા હોલ, અમૂલ સર્કલ પાસે, ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભુપેન્દ્રભાઈ રાવલ

રાજકોટઃ મુળ હળવદ નિવાસી હાલ રાજકોટ ભુપેન્દ્રભાઈ ભાનુશંકર રાવલ જે ભારતીબેનના પતિ તથા જયપ્રકાશ રાવલ અને મેહુલ રાવલના પિતાશ્રી તથા હર્ષદભાઈ રાવલ, હરેનભાઈ રાવલ, પ્રતુલભાઈ રાવલના ભાઈનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ હળવદ બ્રાહ્મણ બોર્ડીંગ, એસ્ટ્રોન ચોક, સરદાર નગર, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન ભરખડા

રાજકોટ  : જામનગરના કાંતાબેન મોહનભાઇ ભરખડા (ઉ.વ.૯૨) તે તુલસીભાઇ મોહનભાઇ ભરખડાના માતુશ્રી, વિનોદભાઇ (આઇ.ટી. એન્જિનિયર દિવ્ય ભાસ્કર રાજકોટ), અને જયેશભાઇ, ભાવેશભાઇના દાદીનું અવસાન થયેલ છે. બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૪.૩૦ પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખ્યું છે.

નીતાબેન રાજાણી

મોરબી : નીતાબેન રાજેન્દ્રકુમાર રાજાણી (ઉ.વ.પ૩) ઉમરગામ તે ધીરજબેન ગિરધરલાલ બુદ્ધદેવના દીકરી તેમજ ઇલાબેન રાજેશકુમાર કાનાબારા (અમદાવાદ), અંજુબેન અશોકકુમાર લાલ (જામખંભાળીયા), જાગૃતિબેન ભાવેશકુમાર કારીઆ (મોરબી), કમલેશભાઇ ગીરધરલાલ બુદ્ધદેવ (અમદાવાદ), ભાવેશભાઇ ગીરધરલાલ બુદ્ધદેવ (મોરબી)ના બેન તેમજ પ્રિયાબેન ભાવેશભાઇ બુદ્ધદેવના નણંદ તા. પના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની સાદડી તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિ વાડી, યુનિટ નં. ર, ભવાની ચોક મોરબી રાખેલ છે.

મોહનભાઇ વાસાણી

ગોંડલ : સહકારી ક્ષેત્રના પાયાના પથ્થર મોહનભાઇ પુંજાભાઇ વાસાણી (મોપુબાપા) (ઉંમર વર્ષ ૯ર) તે ઉમેદભાઇ કોલીથડ, બીપીનભાઇ (પ્રમુખ ગોમટા જુથ સેવા સહકારી મંડળી) તેમજ રજનીકાંતભાઇના પિતા, નૈમિષભાઇ તથા કિશોરભાઇના દાદા તા. ૭ના અવસાન થયું છે. બેસણું તા. ૧૧ શનિવાર સવારે ૮થી ૧૧ શ્રી કડવા પટેલ સમાજ ગોમટા તેમજ બપોરે ૩ થી પ શ્રી કડવા પટેલ સમાજ ગુંદાળા રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

મોંઘીબેન વાછાણી

ગોંડલ : મૂળ શેરડી હાલ રાજકોટ નિવાસી મોંઘીબેન નારણભાઇ વાછાણી (ઉંમર વર્ષ ૮પ) જે હસમુખભાઇ, વલ્લભભાઇ, જયાબેન, પ્રભાબેન, ઇલાબેનના માતાનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે.

ગૌરીબેન જાવિયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળગામ જામવંથલી હાલ રાજકોટ નિવાસી સ્વ. ગોકળભાઇ જીવાભાઇ જાવિયાના પુત્ર ભગવાનજીભાઇ ગોકળભાઇ જાવિયાના ધર્મપત્નિ ગૌરીબેન (ઉ.વ.૬૫) તથા ભરતભાઇ, કિષ્નાબેન તથા કાજલબેનના માતાનું દુઃખદ અવસાન તા.૮ના રોજ બુધવારે થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સહકારેશ્વર મંદિર, સહકાર સોસાયટી શેરી નં.૭ ખાતે રાખેલ છે. 

જયંતિલાલ ગણાત્રા

રાજકોટઃ નિવાસી જયંતિલાલ ગણાત્રા (ઉ.વ.૯૦) તે ભાવેશભાઇ, હર્ષાબેન, નિશાબેન, બિંદુબેનના પિતાશ્રી અને ચિ. ધારાબેનના દાદા તેમજ અરવિંદભાઇના મોટાભાઇ તથા મીઠુભાઇ નંદાણીના જમાઇ તા.૮ બુધવારના રોજ હરીધામ પામેલ છે. સદ્ગતનું ઉઠમણુ તથા મોસાળ પક્ષની સાદડી તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૫ વાગ્યે, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.