Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021
ભાવિનભાઇ કોઠારીનું અવસાનઃ આજે સાંજે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : બગસરા નિવાસી હાલ રાજકોટ સ્વ. ગુલાબચંદ ભગવાનજી કોઠારીનાં સુપુત્ર ભાવિનભાઇ કોઠારી (ઉવ.૬૧) તે સ્વ. મનુભાઇ, હસમુખભાઇ, કિરિટભાઇ, વિરેશભાઇ, રમાબેન મહેતા, ભાનુબેન બગડીયા તથા મધુબેન કામદારનાં ભાઇ તે હિત કોઠારીનાં પિતાશ્રીને મિનલબેન કોઠારીના પતિ તે સ્વી. લક્ષ્મીચંદભાઇ, હિરચંદભાઇ ગાંધીના જમાઇ તે અશોકભાઇ ગાંધી અને રાજેષભાઇ ગાંધીનાં બનેવી તા. ૧-૫ને શનિવારે અરિહંત શરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૩-૫ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. હસમુખભાઇ કોઠારી ૯૦૫૪૦ ૦૦૮૭૭, નિલેષ કોઠારી ૮૪૦૧૧ ૧૦૦૭૨, હિત કોઠારી ૭૭૭૭૯ ૮૩૬૯૬, અજય કાનાબાર ૯૪૦૯૦ ૭૭૫૬૭, અશોકભાઇ ગાંધી ૯૮૨૫૩ ૨૬૨૮૯, રાજેષભાઇ ગાંધી ૯૪૨૯૩ ૧૬૯૩૮.

જુનાગઢવાળા ગીતાબેન હરેશભાઇ લખાણીનું અવસાનઃ સાંજે બેસણુ

રાજકોટ : જુનાગઢ નિવાસી હરેશભાઇ કાંતિલાલ લખાણીના ધર્મપત્ની ગીતાબેન તે મિલનના માતૃશ્રી તથા મહેશભાઇના બહેનનું તા. ર ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ અને પિયર પક્ષની સાદડી આજે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરેશભાઇ મો. ૯૩૭૧ર ર૧ર૮૬, મહેશભાઇના ૭૭૪૪૦ ૪૪૧૮પ જુનાગઢ

રાજકોટ જિ.પં. જસદણની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ભુવાનું અવસાન

જસદણઃરાજકોટ જિલ્લા પંચાયતમાં જસદણ તાલુકાની સાણથલી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા નિર્મળાબેન ધનજીભાઈ ભૂવાનું આજે કોરોનાની બીમારીને લીધે રાજકોટ ખાતે અવસાન થયું છે. નિર્મળાબેન ભુવા છેલ્લા વીસ દિવસ કરતાં વધારે સમયથી રાજકોટ ખાતે કોરોનાની સારવાર હેઠળ હતા તેમના નિધનથી જસદણ તાલુકાના સાણથલી વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે. હજુ પાંચ દિવસ પહેલા જ જસદણ તાલુકાની શિવરાજપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા યુવાન રણજીતભાઈ મેણીયાનું અવસાન થયા બાદ માત્ર પાંચ જ દિવસમાં જસદણ વિસ્તારમાંથી જિલ્લા પંચાયતના વધુ એક સભ્યનું અવસાન થતાં જસદણ પંથકમાં રાજકીય ક્ષેત્રે શોકનું મોજું ફેલાયું છે. ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાએ જિલ્લા પંચાયતના સભ્ય નિર્મળાબેન ભુવા તેમજ રણજીતભાઈ મેણીયાના નિધન અંગે શોક વ્યકત કર્યો હતો.

સુરેન્દ્રનગરના એડવોકેટ દામિનીબેન પંડ્યાનું અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના જાણીતા એડવોકેટ અને ભારત સરકાર નોટરી દામિનીબેન પોપટલાલ પંડ્યાનું ટૂંકી માંદગી બાદ દુખદ અવસાન નાની હોય દુઃખદ અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો જેઓ નિવૃત માહિતી ખાતાના દીપકભાઈ પંડ્યાના બેન થતા હતા.

સુરેન્દ્રનગર શહેરના જાણીતા અને મહિલા એડવોકેટ તેમજ ભારત સરકાર નોટરી તરીકે રહેલા દામિનીબેન પોપટલાલ પંડ્યાનું નાની વયે દુખદ અવસાન થતાં પંડ્યા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો ત્યારે દામિનીબેન મહિલાઓ માટે સારા એક એવા એડવોકેટ હતા ત્યારે તેમના દુઃખદ અવસાનથી વકીલ પરિવારમાં પણ શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

દામિનીબેનના પરિવારમા નિવૃત્ત્। માહિતી ખાતાના દીપકભાઈ પોપટલાલ પંડ્યા ધર્મેન્દ્રભાઈ પોપટલાલ પંડ્યા પ્રોફેસર તેમજ મનીષભાઈ પંડ્યા સંજય પંડ્યા મેહુલ પંડ્યા તેમજ નિશિતભાઈ પંડ્યા તેમજ બહેનો ભાભી સહીતના બધા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે ત્યારે આજે એમનું ટેલિફોનિક બેસણું તેમના નિવાસસ્થાન ખાતે ૪ થી ૬ દરમિયાન રાખવામાં આવ્યું છે ત્યારે દામિનીબેન પંડ્યાના દુઃખદ અવસાનથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

ચંદુભા પરમારના પિતાશ્રી બેચરભાનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાજય ઉપાધ્યક્ષ

રાજકોટઃ મૂળ બાઘી, હાલ રાજકોટ નિવાસી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ અગ્રણી તથા રામકૃપા ડ્રીલીંગવાળા બેચરભા પાંચાભા પરમાર (ઉ.વ.૭૩) તે ચંદુભા બેચરભા પરમાર (શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના રાજય ઉપાધ્યક્ષ, બેડીપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ સહિયર કલબ તથા પુરૂષાર્થ યુવક મંડળના વાઈસ પ્રેસીડન્ટ) તથા હરીશસિંહના પિતાશ્રી તેમજ દર્શનસિંહના દાદાનું તા.૨ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિકક્રિયા (કાણ તથા બેસણું) બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સાંજે  ૪ થી ૬ કલાકે રાખેલ છે. ચંદુભા પરમાર મો.૯૮૨૫૦ ૭૬૮૮૮, હરીશસિંહ મો.૯૩૨૮૬ ૭૫૮૮૮

વિરમગામ-સેવાભાવી સામાજીક કાર્યકર બીરજુભાઇ ગુપ્તાનું અવસાન

વઢવાણ : બીરજુભાઇ ગુપ્તા અનંતયાત્રાએ,આપે કરેલ સેવાકીય કાર્યોથી વિરમગામ તમને ભુલી નહી શકે, વિરમગામને એક સાચા સમાજ સેવકની ખોટ

વિરમગામનો દિન રાતના સેવાભાવી લોકસેવક, વિરમગામનો પ્રથમ કક્ષાનો રકતદાન દાતા કે જેમણે એક ૧૦૦ થી વદ્યુ વખત ઉપરાંત બ્લડ ડોનેશન કરેલ છે અને બીજાના પ્રેરણાદાતા બની વારંવાર વિરમગામમાં બ્લડ ડોનેશનનું આયોજન કરનાર, વિરમગામ શિવ મહેલ સ્મશાન ગૃહ ના ૨૪ કલાકનો જનતા જનાર્દનનો સેવક અને સ્મશાન ગૃહ નો જીવતો જાગતો આત્મા જે આત્મા વગરના નિર્જીવ પાર્થિવ દેહની તમામ પ્રકારની સેવા કરનારો,તેમના છેલ્લા શ્વાસ સુધી કોવિડ દર્દીઓની અવિરત સેવા કરનાર બીરજુ ભાઈ ગુપ્તાનું અવસાન થયેલ છે.

વિરમગામ શહેરના ટાઉન કલબના સભ્ય તેમજ અખીલ ભારતીય માથુર વૈશ્ય સભા (ગુપ્તા)ના સક્રિય કાર્યકર આગાવન તેમજ વિરમગામ શીવમહેલ (સ્મશાન) માં આવી કોરાની બિમારી વચ્ચે સતત દોડતા, ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં નિસ્વાર્થ સેવા માટે તત્પર હાજર ગમે તે તળાવ હોય કે નદી કે નર્મદાની નહેર જો કોઈ તેમાં પડી જાયને ફોન આવે એટલે આ ભાયડો કોઈની પણ રાહ જોયા વગર અનંતસવારીની ગાડી લઇને પહોંચી જાય કોઈ મોટો અકસ્માત હાઇવે પર થયો હોય તો પહોંચી કોઈ બિનવારસી લાશ મળી આવી હોય તો પણ તેના અગ્રની સંસ્કાર હનુમાનજી ચાલીસા મોઢે તે પોતાના સ્વરમાં બોલીને અગ્રની ચાંપતો, રેલ્વેમાં કોઈ કપાઇ ગયું હોય તોય એને કપડાંમાં વીટીને હોસ્પિટલ પહોંચડાતો આવા સેવક બીરજુભાઇ જે રાત દિવસ ખાધાપીધા વગર નિસ્વાર્થ લોકોની અંતિમ વિધી કરી હતી.

જુનાગઢઃ પત્રકાર મિલન ઠાકરના પિતાનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

જુનાગઢ : ગિરીનારાયણ બ્રહ્મ સમાજના અગ્રણી હરેશભાઇ વેણીશંકર ઠાકર (ઉ.વ.૬૭) તે મહેન્દ્રભાઇ તથા કિશોરભાઇના મોટાભાઇ તથા તુષારભાઇ (જી.ઇ.બી.) તેમજ મિલનભાઇ ઠાકર પત્રકાર (રાજકોટ) ના પિતાનું કોરોના કારણે તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે.

સમગ્ર ઠાકર પરિવાર અને સમસ્ત બ્રહ્મ સમાજમાં હરેશભાઇની અચાનક વિદાય થી શોક છવાયો હતો સમાજ સેવામાં હમેંશા તત્પર રહેતા અને અત્યંત માયાળુ અને લાગણી શીલ સ્વભાવના હરેશભાઇ સૌના પ્રેરણાસ્ત્રોત અને આદરભાવ ધરાવતા સદગતનું આજે તા. ૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણુ મહેન્દ્રભાઇ ૯૦૩૩૧ ૯૬૯૦૮, કિશોરભાઇ ૯૪ર૭ર ર૮૧પ૯, તુષાર ૯૮૭૯પ પ૪૩૧૧, મિલનભાઇ ઠાકર (પત્રકાર) મો. ૯૪ર૬૬ પ૩૦પ૪, ઉપર રાખેલ છે. તેમાં સાંત્વના પાઠવી શકાશે.

અવસાન નોંધ

સવજીભાઈ માવદીયા

રાજકોટઃ મૂળ ધ્રાફા હાલ રાજકોટ સવજીભાઈ મૂળજીભાઈ માવદીયા તે કમલેશભાઈ, મહેન્દ્રભાઈ, મનસુખભાઈ અને શૈલેષભાઈનાં પિતાશ્રીનું તા.૧ રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. કમલેશભાઈ મો.૯૯૨૫૨ ૯૦૪૩૦, મહેન્દ્રભાઈ મો.૯૮૭૯૦ ૫૯૭૨૧, મનસુખભાઈ મો.૯૮૯૮૨ ૮૫૧૨૮, શૈલેષભાઈ મો.૯૯૦૯૯ ૨૩૮૭૯

જયંતભાઈ દેવડા

રાજકોટઃ નિવાસી જયંતભાઈ અમૃતલાલ દેવડા (ઉ.વ.૭૭) તે કનુભાઈ દેવડા તથા સ્વ.દિનેશભાઈ દેવડાના મોટાભાઈ તથા રશ્મિભાઈ હીમાંશુભાઈ પીયૂષભાઈ તથા ભારતીબેન તથા ધારા, ધવલ તથા જયદીપના દાદાનું સ્વર્ગલોકગમન થયું છે.

મોઈઝભાઈ લક્ષ્મીધર

રાજકોટઃ ગારીયાધાર નિવાસી મોઈઝભાઈ મનસુરઅલી લક્ષ્મીધર (ઉ.વ.૪૮) તે મનસુરઅલી અકબરઅલી લક્ષ્મીધરના મોટાં દીકરા, અમ્માર અને કુશયના પિતાશ્રી, બુરહાનભાઈ, ખોજેમાભાઈ, શમીમબેન (રાજકોટ), અલિફીયાબેન (ગોંડલ)ના ભાઈ તા.૨ના રોજ રવિવારે ગારિયાધાર મુકામે ગુજરી ગયા છે. ટેલીફોનીક બેસણું મંગળવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

હર્ષદભાઈ સવાણી

રાજકોટઃ સ્વ. જેઠાલાલ છગનલાલ સવાણી (ઝલકપાનવાળા)ના પુત્ર હર્ષદભાઈ તે સ્મિત અને સલોની કૃણાલભાઈ મસરાણીના પિતાશ્રી તેમજ યોગેશભાઈ અને જ્યોતિબેન રાયઠઠ્ઠાના મોટાભાઈ તેમજ નિરાલી રૂપારેલ અને રોહનના ભાઈજી તા. ૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણુ આજે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્મિત મો. ૯૮૯૮૩ ૯૩૯૦૨, યોગેશભાઈ મો. ૯૮૭૯૧ ૭૮૬૭૮

વૃજલાલ ચાવડા

રાજકોટ નિવાસી સ્વ. વ્રજલાલ ટપુભાઈ ચાવડા (ઉ.વ. ૮૦) (નિવૃત એલઆઈસી) તે સ્વ. ટપુભાઈ સવજીભાઈ ચાવડાના સુપુત્ર તેમજ ગલાભાઈ કાનજીભાઈ ચૌહાણ (ચલાલા)ના જમાઈ તથા સુનંદાબેન (ગુણવંતીબેન)ના પતિ તથા રૂપેશભાઈ, ભાવેશભાઈ, ચેતનભાઈના પિતાશ્રી તેમજ સોનલબેન, છાયાબેન, પૂજાબેનના સસરા તેમજ ઝંખિત, આકાંક્ષા, જુગલ, વિશ્રૃતના દાદાનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૩ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪૨૭૭ ૨૦૧૦૯

રમેશચંદ્ર શાહ

વેરાવળઃ વિશા સોરઠીયા વણીક રમેશચંદ્ર હરખચંદ શાહ (ઉ.વ.૬ર) તે આશીષભાઇ, મયુરભાઇ અને ફાલ્ગુનીના પિતાશ્રી તથા મનુભાઇ, જયેશભાઇ, અમુભાઇ, ઉષાબેન (રાજકોટ) મીનાબેનના ભાઇનું તા.૧ અવસાન થયેલ છે.

જમનાબેન શાહ

વેરાવળઃ વિશા સોરઠીયા વણીક જમનાબેન મકનજીભાઇ શાહ (ઉ.વ.૯૦) તે પ્રફુલભાઇ શૈલેષભાઇ (જીઇબી) ઇન્દુબેન, હીરાબેનના માતુશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાસ્કરભાઇ રાજપરા

રાજકોટઃ સ્વ.સોની ભાઇલાલ ભાઇ જસરાજભાઇના જમાઇ તે સોની ભાસ્કરભાઇ નગીનભાઇ રાજપરા (ઉ.વ.૬૦) તે નરેન્દ્રભાઇ તથા ચંદ્રેશભાઇના બનેવી તા.૩૦ ના રોજ શ્રી જી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નરેન્દ્રભાઇ ૯૭ર૭૧ પ૩૪પ૪, ચંદ્રેશભાઇ ૯૯૭૯૩ ૦૧૩૯૯.

ડો.ચેતનાબેન મહેતા

રાજકોટઃ સ્વ.મનસુખલાલ માનસંગભાઇ મહેતા તથા સ્વ.તારાબેનના પુત્રવધુ ધનરાજભાઇ મહેતાના ધર્મપત્ની  ડો.ચેતનાબેન (ઉ.વ.પ૮) તે હરીશભાઇ મહેતા, જયોતીન્દ્રભાઇ મહેતા, હંસીકાબેન મણીયાર અને રશ્મીબેન ગાંધીના ભાભી, સ્વ.તનસુખલાલ પ્રાણલાલ પારેખ તથા સ્વ.મુકતાબેનના પુત્રી, નીતીનભાઇના બહેન,  શિલ્પાબેનના નણંદ, નૈતીક તથા નિયતીના ફૈબા તા.રને રવીવારે અરીહંત શરણ પામ્યા છે. પ્રવર્તમાન સંજોગોની આધાની સદગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધનરાજભાઇ, મો. ૯૦૩૩૯ ૦૧૧૮૭, જયોતીન્દ્રભાઇ, મો.૯૪ર૭૬ ૧૩૭૦૧, હંસીકાબેન, મો. ૯૬૬૪૬ ૮૪ર૯૪, નીતીનભાઇ મો.૯૪ર૮ર પ૪પ૧૩, શિલ્પાબેન મો. ૯૪૦૯૦ ૧૭૯ર૬.

રસીકલાલ વ્યાસ

જામનગરઃ જામજોધપુરના ગીન્ગણી નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રસીકલાલ કાન્તીલાલ વ્યાસ (ઉ.વ.૭૪) તે કીરીટભાઇ (કિશોરભાઇ) બીપીનભાઇના મોટાભાઇ, પારૂલબેન અશોકભાઇ રાવલ (રાજકોટ) ભાવનાબેન જયોતીન્દ્રકુમાર ભટ્ટ (રાજુલા સીટી), મનીષાબેન સંજયકુમાર વ્યાસ (રાજકોટ), ઘનશ્યામભાઇ, ચીલનભાઇ (ભુપતભાઇ)ના પિતાનું તા.રના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે રાખવામાં આવેલ છે. ૯૪ર૯૮ ૦૬૬૧૩, ૯૪ર૬પ ૬૮ર૩૧.

રમેશભાઇ હાણસોરા

ગોંડલઃ રમેશભાઇ ભુરાભાઇ હાણસોરા (ઉ.વ.પ૭) તે ચંદુભાઇ, ઘનશ્યામભાઇ, ભરતભાઇના ભાઇ તથા હિમાંશુભાઇના પિતાશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ સાંજે ૪ થી ૬ ગોંડલ ખાતે રાખેલ છે. મો.૯૦૯૯૬ ૭પ૭ર૩.

પ્રવિણભાઇ પિત્રોડા

ગોંડલઃ પ્રવીણભાઇ પ્રભુદાસભાઇ પિત્રોડા (ઉ.વ.૬૦) તે રંજનબેનના પતિ અને નીલમ નિલેશકુમાર મકવાણા, સુનીલ,  હિતેશના પિતાશ્રી તથા નિલેશકુમારના સસરા તેમજ રમણીકભાઇ, દિલીપભાઇના ભાઇ, ત્રિભોવનભાઇ રવજીભાઇ ચીભડીયાના જમાઇનું તા.૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮રપ૪ ૭૧૦૩ર.

કલ્પેશભાઇ રૈયાણી

ગોંડલઃ કલ્પેશભાઇ વલ્લભભાઇ રૈયાણી (ઉ.વ.૩૧) તે વલ્લભભાઇ રામજીભાઇના પુત્ર અને નિલેશભાઇના મોટાભાઇ તેમજ વંશના પિતાશ્રી તથા અરજણભાઇ, ભીમજીભાઇ તથા ચમનભાઇના ભત્રીજાનું તા.રના અવસાન થયેલ છે.

લલીતભાઇ ત્રિવેદી

ગોંડલઃ લલીતભાઇ હેમશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૭૪) નિવૃત એએસઆઇ) તે હરગોવિંદભાઇ, મહેન્દ્રભાઇ, બાલકૃષ્ણભાઇ તથા કિશોરભાઇના ભાઇ અને પિયુષભાઇ, દિવ્યેશભાઇના પિતાશ્રી તેમજ યુવરાજભાઇ, યશરાજ, જયમનના દાદા અને વિજયભાઇ, ભાવેશભાઇ, મયુરભાઇ, અજયભાઇ તથા વિપુલભાઇના કાકાનું તા.ર૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮ર૪૩ ૪ર૧પ૩, મો.૭૮૭૮૯ ૧૯૧૦૦.

વસંતબેન કારાવડીયા

ઉપલેટાઃ વસંતબેન ચુનીલાલ કારાવડીયા (ઉ.વ.૯ર) તે તેજસ્વી ભાઇ, રાજુભાઇના માતુશ્રી તથા હાર્દિકભાઇ અને ચિંતનભાઇ (મહાવીર બુક સ્ટોર)ના દાદીમાંનું તા.૧ શનીવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૦૯૯૯ ૭૪૭૭૮, મો. ૮૧૬૦૬ ૧૧૧૬૦.

ભાનુશંકર ઠાકર

મોરબીઃ મૂળ શનાળા હાલ મોરબી ભાનુશંકર દુર્ગાશંકર ઠાકર (ઉ.વ.૮૪) તે અનિરૂધ્ધભાઇના મોટાભાઇ તથા હરેશભાઇના કાકા તેમજ મનોજભાઇ, નીતાબેન, હર્ષાબેન અને ધર્મિષ્ઠાબેનના પિતાશ્રીનું તા. રના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ના મંગળવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન દવે

મોરબીઃ ભાવનગરના મંજુલાબેન મહિપતરાય દવે (ઉ.વ.૭પ) તે દિલીપભાઇ, જીતુભાઇ, યોગેશભાઇ, જયશ્રીબેન દિનેશચંદ્ર ભટ્ટ અને રીટાબેન રાજેન્દ્રભાઇ શુકલના માતુશ્રી તેમજ ઋષિરાજ, ભાવીક અને તન્મયના દાદી તેમજ મુંબઇ નિવાસી સ્વ. રવિશંકરભાઇ, સ્વ.હિંમતલાલ (વડોદરા) અને જગદીશભાઇ જાની (ઢસા)ના બહેન તા.ર૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

સુરેશભાઇ ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડમાળવી  બ્રાહ્મણ સ્વ. યુ.ડી.ભટ્ટ (પૂર્વ પ્રિન્સીપાલ તોલાણી કોલેજ આદિપુર) ના પુત્ર સુરેશભાઇ (ઉ.૮૩) તે અશોકભાઇ, વિપુલભાઇ અને સ્વ. ધર્મેન્દ્રભાઇ, ઇલાબેન અરૂપભાઇ જોષી, હર્ષાબેન પ્રફુલ્લભાઇ મહેતાના પિતાશ્રીનું તા.૧/પના રોજ અવસાન થયું છે તેમનું ટેલીફોનીક બેસણું તા.૩/પને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે  અશોકભાઇ-૯૬૬ર૮ ર૧૬૦૬, વિપુલભાઇ -૮૬૯૦પ ૧૩૧૬૯, સંદીપભાઇ-૮૦૦૦૦ ૯૯૯ર૮, જીતાર્થભાઇ-૯૯૦૯ર ૯૭પપ૪, ઉપર શોકસંદેશ પાઠવવો.

ચિમનલાલ અઢિયા

વેરાવળઃ લોહાણા ચિમનલાલ વૃંદાવનદાસ અઢીયા (ઉ.૮૦) (પ્રમુખશ્રી વેરાવળ એજયુકેશન ટ્રસ્ટ, સોનેચા કોલેજ, દ્વારકાધીશ હવેલી, પૂર્વ ચેરમેન વેરાવળ પીપલ્સ બેંક, સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, લોક જાગૃતિ મંચના અધ્યક્ષ) તે હસમુખભાઇ (મફતલાલ શોપ)ના ભાઇ તથા સંજીવભાઇ (શકિત એજન્સી), કલ્પેશભાઇ (આર્કીટેક), ડો. ફાલ્ગુની કેતનકુમાર લાખાણી (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ગોધરનદાસ દેવજીભાઇ કટારીયા(રાજકોટ) ના જમાઇનું તા. રના અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૩ સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

યોગેશકુમાર કાનાબાર

વેરાવળઃ વડાલાગીર નિવાસી મનસુખલાલ ધીરજલાલ કાનાબારના પુત્ર યોગેશકુમાર (ઉ.૩૬) તે બટુકભાઇ, રમેશભાઇના ભત્રીજા તથા ખ્યાતીબેનના પતિ તેમજ દીપકભાઇના મોટાભાઇ તથા રૂદ્રના પિતાનું તા.ર ના અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

ભરતભાઇ રાસરાણા

વેરાવળઃ ગોરખમઢી નિવાસી નટવરલાલ વિઠલદાસ રાસરાણાના પુત્ર ભરતભાઇ (ઉ.૭ર) તે સ્વ. ધીરજલાલ, પ્રવીણભાઇ, પ્રફુલભાઇના મોટાભાઇ તથા કમલેશ, રવિન્દ્ર ભાવીકાબેનના પિતાશ્રીનું તા.૩૦/૪ ના રોજ અવસાન પામેલ છે

જયાબેન ભટ્ટ

વેરાવળઃ સ્વ.દેવચંદભાઇ હરજીવનભાઇ મશરૂના પત્ની જયાબેન (જીવતીબેન) (ઉ.૮પ) તે કીશોરભાઇ, મહેશભાઇના માતુશ્રી તથા નાથાભાઇ, છગનભાઇ (બાલાભાઇ), કાનજી દુર્લભજી તન્ના, મંજુલાબેન મનસુખલાલ પોપટના બહેનનું તા.૧/પ ના અવસાન પામેલ છે. સદ્દગતની પિયરપક્ષની ટેલીફોનીક સાદડી તા.૩/પ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

તારાબેન દોશી

રાજકોટઃ નિવાસી તારાબેન ભોગીલાલ દોશી તે સ્વ.રમેશભાઈ ભોગીલાલ દોશીના બહેન અને પારસ રમેશભાઈ દોશી (આદ્યશકિત જવેલર્સ)ના ફૈબા તા.૧ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૭૨૩૯ ૩૪૩૩૮, મો.૭૩૫૯૩  ૯૦૯૦૩

આશાબેન ગાંધી

રાજકોટઃ મોઢ વણીક રાજકોટ નિવાસી સ્વ.પ્રફુલચંદ્ર કુમુદરાય ગાંધીના ધર્મપત્નિ આશાબેન (ઉ.વ.૬૦) તે ડો.ચિરાગ ગાંધી તથા પૂર્વીબેન હેમલકુમાર પરીખના માતુશ્રી  હરીનભાઈ, ગોપાલભાઈ (મેટલવુડ ફર્નિચર)ના ભાભી, જયસુખભાઈ વોરાના બેનનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તથા પિયરપક્ષની સાદડી તા.૩ રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાવિનભાઈ કોઠારી

રાજકોટઃ બગસરા નિવાસી હાલ રાજકોટ સ્વ.ગુલાબચંદ ભગવાનજી કોઠારીનાં પુત્ર ભાવિનભાઈ કોઠારી (ઉ.વ.૬૧) તે સ્વ.મનુભાઈ, હસમુખભાઈ, કિરીટભાઈ, વિરેશભાઈ, રમાબેન મહેતા,  ભાનુબેન બગડીયા તથા મધુબેન કામદારનાં ભાઈ તે હિત કોઠારીનાં પિતાશ્રી તે મિનલબેન કોઠારીનાં પતિ તે સ્વ.લક્ષ્મીચંદભાઈ હિરચંદભાઈ ગાંધીના જમાઈ તે અશોકભાઈ ગાંધી અને રાજેષભાઈ ગાંધીનાં બનેવી તા.૧ને શનિવારે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

માલતીબેન શેઠ

રાજકોટઃ જામનગર- મુળ જાલીયાદેવાણી, હાલ જામનગર રહેવાસી મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ શેઠના ધર્મપત્નિ, માલતીબેન (ઉ.વ.૬૯) તે દિપાલી કલ્પેશ મહેતાના માતુશ્રી, કલ્પેશ જેન્તીલાલ મહેતાના સાસુ, આયુષના નાની તેમજ જામનગર નિવાસી સ્વ.છોટાલાલ હાથીભાઈ ઘાટલીયાના પુત્રી તથા વિજયભાઈ, નલિનભાઈ તથા ભરતભાઈ ઘાટલીયાના બહેનનું તા.૧ શનિવારના રોજ  અરિહંત શરણ પામેલ છે. તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ શેઠ મો.૮૩૨૦૯ ૯૩૩૫૭, કલ્પેશભાઈ જેન્તીલાલ મહેતા મો.૭૦૧૬૩ ૨૩૧૩૨, મો.૯૭૧૪૭ ૧૨૧૩૨, વિજયભાઈ છોટાલાલ ઘાટલીયા મો.૯૯૨૫૭ ૨૩૧૩૧, નલિનભાઈ છોટાલાલ ઘાટલીયા મો.૯૭૧૨૫ ૬૭૦૯૭, ભરતભાઈ છોટાલાલ ઘાટલીયા મો.૯૪૨૬૯ ૨૬૭૪૯

જશવંતીબેન આડેસરા

રાજકોટઃ સોની સ્વ.ભગવાનજીભાઈ જેઠાલાલ આડેસરાનાં ધર્મપત્નિ સ્વ.જશવંતીબેન ભગવાનજીભાઈ આડેસરા (ઉ.વ.૭૫) તેઓ રાજેશભાઈ, પંકજભાઈ, પિયુષભાઈ તથા અનસુયાબેનના માતુશ્રી સોની સ્વ.મગનભાઈ ગોપાલજીભાઈના પુત્રી તથા સ્વ.મોહનભાઈ, સ્વ.મણીભાઈ, ધીરજભાઈ, પ્રભાબેન તથા સ્વ.લીલમબેનના બહેન તા.૧ને શનિવારે સવારે ૭ કલાકે ગોલોકવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. રાજેશભાઈ મો.૮૪૬૦૨ ૨૫૩૯૦, દિનેશભાઈ મો.૮૧૩૦૮ ૧૩૨૧૮, પંકજભાઈ મો.૯૮૨૪૦ ૪૧૩૯૦, પિયુષભાઈ મો.૯૭૩૭૬ ૨૨૩૯૯, પિયરપક્ષનું બેસણું તા.૩ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. ધીરજલાલ મગનલાલ પારેખ મો.૯૪૨૬૮ ૪૯૭૪૨, મો.૮૭૮૦૩ ૪૯૯૬૨, પ્રવિણભાઈ મોહનલાલ પારેખ મો.૯૪૨૮૨ ૭૦૭૦૭, જયંતભાઈ મણીલાલ પારેખ મો.૮૩૨૦૭ ૮૭૩૩૧

ભારતીબેન પાલા

રાજકોટઃ ભારતીબેન ત્રંબકલાલ પાલા (ઉ.વ.૭૭) તેઓ જામનગરવાળા હરસુખભાઈ પાલા તથા હરકાંન્તભાઈ પાલાના ભાભી તથા જયેશભાઈ પાલા અને કમલેશભાઈ પાલાના માતાનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવારે તા.૩ના રોજ ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. હરકાન્તભાઈ મો.૯૪૨૭૯ ૭૭૩૯૫, પ્રગેન્શ પાલા મો.૯૮૯૮૦ ૯૦૧૯૨

દમયંતિબેન શાહ

રાજકોટઃ દમયંતિબેન ગૌતમલાલ શાહ (ખારા) તે સ્વ.ગૌતમલાલ શાંતિલાલ શાહના ધર્મપત્નિ તથા રજનીકાંત શાહ, કલ્પનાબેન અમરીશભાઈ દેશાઈ, મીનાબેન વિરલભાઈ કોઠારી, કામીનીબેન મહેશભાઈ મહેતા, સોનલબેન મિતેશભાઈ લાખાણીના માતુશ્રી તથા સ્વ.ગીરધરલાલ લીલાધર મહેતાના દીકરી અને  આદિત્ય તેમજ માનસીના દાદીનું તા.૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. નોંધ- ટેલીફોનીક બેસણું તા.૩ના ૪: ૩૦ થી ૬ રાખેલ છે. મો.૯૩૨૮૨ ૭૬૬૫૫

વિજયાબેન અગ્રાવત

રાજકોટઃ મુળગામ મવડી (રાજકોટ)ના રહિશ રામાનંદી સાધુ સમાજના સ્વ.અંબારામ આદિતરામના પત્ની વિજયાબેન (ઉ.વ.૮૦) તે પ્રવિણભાઈ, સ્વ.કિશોરભાઈ, સુરેશભાઈના માતુશ્રી ભૂપતભાઈ આદિતરામના ભાભી, મુકેશભાઈ, હર્ષદભાઈના કાકી, કેતનભાઈ નિરવભાઈ (લાલો), નિરજ, દિપેનના દાદીમાનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારના રોજ સાંજના ૩ થી ૬ કલાકે રાખેલ છે. સુરેશભાઈ મો.૯૪૦૯૪ ૬૨૭૬૨, કેતનભાઈ મો.૮૧૪૦૧ ૧૨૪૧૧, નિરવભાઈ (લાલો) મો.૯૮૯૮૯ ૮૩૫૫૩, નિરજભાઈ મો.૯૭૨૭૨ ૧૨૦૧૨

પ્રવિણભાઈ અગ્રાવત

રાજકોટઃ મુળગામ મવડી (રાજકોટ)ના રહિશ રામાનંદી સાધુ સમાજના સ્વ.અંબારામ આદિતરામના  અગ્રાવતના મોટા પુત્ર પ્રવિણભાઈ (ઉ.વ.૫૩) તે ભૂપતભાઈના ભત્રીજા,  સ્વ.કિશોરભાઈ, સુરેશભાઈના મોટાભાઈ, નિરવભાઈ (લાલા)ના પિતાશ્રી, કેતનભાઈ નિરજ, દિપેનનાં મોટાબાપુ, યુગના દાદાનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોીનક બેસણું  તા.૩ને સોમવારના રોજ સાંજના ૩ થી ૬ કલાકે રાખેલ છે.  સુરેશભાઈ મો.૯૪૦૯૪ ૬૨૭૬૨, કેતનભાઈ મો.૮૧૪૦૧ ૧૨૪૧૧, નિરવભાઈ (લાલો) મો.૯૮૯૮૯ ૮૩૫૫૩, નિરજભાઈ મો.૯૭૨૭૨ ૧૨૦૧૨

અશ્વિનભાઈ કોઠારી

રાજકોટઃ અશ્વિનભાઈ જટાશંકરભાઈ કોઠારી (ઉ.વ.૬૬) જે સ્વ.પ્રયોગભાઈ કોઠારી તથા ગં.સ્વ.હંસાબેન ઉદાણીના ભાઈ તથા હંસાબેનના પતિ, વૈશાલી સંદિપકુમાર પતીરા, પુનમ જય ગોડા અને મયુરના પિતાશ્રી સ્વ.ચુનીલાલ જસાણીના જમાઈ, કેતનભાઈ, શૈલેષભાઈના કાકાનું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થીતિને ધ્યાનમાં રાખીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વૈશાલી સંદિપ પતીરા (પુત્રી) મો.૯૯૦૯૦ ૩૨૭૦૧, પુનમ જય ગોડા (પુત્રી) મો.૯૯૭૯૭ ૩૦૩૫૪, મયુર અશ્વિનભાઈ કોઠારી (પુત્ર) મો.૬૩૫૪૭ ૪૦૭૮૪, કેતન કોઠારી (ભત્રીજો) મો.૭૯૮૪૦ ૭૬૭૯૭, શેલેષ કોઠારી (ભત્રીજો) મો.૯૮૯૮૭ ૭૯૧૫૪

પ્રભુદાસ શિંગાળા

રાજકોટ : સ્વ.જમનાદાસ જુઠાભાઇ શિંગાળાના જયેષ્ઠ પુત્ર પ્રભુદાસ જમનાદાસ શિંગાળા (કરશનદાસ પ્રભુદાસવાળા) તે સ્વ.કરશનદાસ, સ્વ. છબીલદાસ તથા અરૂણભાઇ જમનાદાસ શિંગાળા (યુએસએ) ના મોટાભાઇ તે દિનેશભાઇ, કૌશિકભાઇ, તુષારભાઇ તથા જયશ્રીબેન પૌરાણ) (મુંબઇ) ના પિતાશ્રીનું તા. ૩૦ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ તા. ૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, દિનેશભાઇ મો. ૯૬૩૮પ ૧૭૭ર૧, કૌશિકભાઇ મો. ૯૭ર૩૧ ૩૦૦૮૧, મનિષભાઇ મો. ૯૮ર૪ર ૧૩ર૦૩ ઉપર રાખેલ છે.

ચંદુલાલ ઉપાધ્યાય

જસદણ : જસદણ નિવાસી ઔ.ગુ.સા.ચા. ચંદુલાલ જયંતિલાલ ઉપાધ્યાય તે ર્હર્ષદભાઇ ઉપાધ્યાય (નગરપાલિકા જસદણ) જયશ્રીબેન સુરેશભાઇ જાની (આટકોટ) તથા કિરણબેન બીપીનચંદ્ર ભટ્ટ (જુનાગઢ) વંદનાબેન રાજેશકુમાર શુકલ (મહુવા) ના પિતાશ્રી તથા સ્વ. ગુણવંતભાઇ તથા અનિરૂધ્ધ ભાઇ તથા કપિલભાઇ તથા સ્વ. પ્રવીણભાઇ તથા બેનાબેના નાનાલાલ વ્યાસ (પાંચવડા) તથા ઉષાબેન ભરતકુમાર જોષી (ઢસા જં.) ના મોટાભાઇ તેમજ નરેશભાઇ ગૌતમભાઇ અમિતભાઇ, મનીષભાઇના દાદાનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું હર્ષદભાઇ ઉપાધ્યાય ૯૮ર૪ર ૭પ૩ર૬ અનિરૂધ્ધ ઉપાધ્યાય ૯૪ર૪૬ ૧૧૦ર૦ કપિલભાઇ ઉપાધ્યાય ૯ર૭૭૪ પ૯પર૪, નરેશભાઇ ઉપાધયાય ૯૭ર૪૧ ૭૦૪૦૪, ગૌતમભાઇ ઉપાધ્યાય ૯૭ર૬૭૦૦૧૦૮, અમિતભાઇ ઉપાધ્યાય ૭૩પ૯પપ૧૧૧૧, મનિષભાઇ ઉપાધ્યાય ૯૮ર૪પ૮૭૩૦૮.

નીલાબેન શુકલ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ. નીલાબેન ભાર્ગપ્રસાદ શુકલ (ઉ.વ.૭૩) તે શ્રી વ્રજેશંકર તથા શારદાબેન ના પુત્રી, સ્વ. ભાર્ગવપ્રસાદ શુકલના પત્ની, તે અંજના કિર્તી, જાગૃતિ, દિવ્યેશ, અર્ચનાના માતુશ્રી મનાલીબેનના સાસુનું અવસાન તા. ૩૦ શુક્રવારે થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૩ સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. દિવ્યેશ બી. શુકલ મો. ૭ર૦૧૯ પર૧૯૦, મો. ૯૪૦૯૦ ૧પ૦૧૧.

મગનભાઇ કાસુન્દ્રા

આમરણ : સમાજસેવી અને પાટીદાર સમાજના અગ્રણી મગનભાઇ ભવાનભાઇ કાસુન્દ્રા (ઉ.વ.૯૦) તે શામજીભાઇ અને શાંતિલાલના પિતાશ્રી તથા સંજયભાઇ (મહેશ એન્ટરપ્રાઇઝવાળા)ના દાદાનું તા. ૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિકક્રિયા બંધ છે.

જયાબેન ત્રિવેદી

કેશોદ : ગૌડ મેડતવાડ જયાબેન (ઉ.વ.૯પ) તે સ્વ. ધીરજલાલ ગૌરીશંકર ત્રિવેદીના પત્નિ તથા અરવિંદભાઇ (જામનગર), ભરતભાઇ (કેશોદ) પ્રમોદભાઇ (જુનાગઢ), અનિલભાઇ તા. ૩૦ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઇ મો.૯૩૧૬૬૪પ૧૦૪, ભરતભાઇ મો. ૯૯૭૯રપ૭૬૪પ, પ્રમોદભાઇ મો. ૬૩પર૧૦૧૯૯૧.

જયપ્રકાશ ઉપાધ્યાય

કોડીનાર : મુળ કોડીનાર હાલ જામનગર છારીયા ઉનેવાળ બ્રાહ્મણ જયપ્રકાશ વૈકુંઠરાય ઉપાધ્યાય (ઉ.વ.૬૬) તે વિષ્ણુ પ્રસાદભાઇ (બટુકભાઇ), સ્વ. ડો. જીતેન્દ્રભાઇના નાનાભાઇ અને પ્રમોદભાઇ પુરોહિતના મામા તેમજ જનાર્દનભાઇ (પત્રકાર), કમલભાઇ, અંશુમાનભાઇ, અક્ષયભાઇ, દેવેન્દ્રભાઇના કાકાનું તા. ૧ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે.

પુષ્પાબેન મજીઠીયા

ગોંડલ : સાવરકુંડલાના જીતેન્દ્રભાઇ અમૃતલાલ મજીઠીયા (વિષ્ણુ ટ્રેડિંગ, સા. કુંડલા, મજીઠીયા ટ્રેડર્સ, રાજકોટ) ના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૬૮) તે શશિકાન્તભાઇ, જગદીશભાઇના ભાભી તથા રોહિતભાઇ, મનીષભાઇ, જાગૃતભાઇ, છાયાબેન એ.ઠકરાર, મીનાક્ષીબેન કે. ધનેશા, મનીષાબેન આર. તેલીના માતુશ્રીનું તા. ૧ ને શનિવારે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪ર૭૪ ર૬૬૭૭.

અજયભાઇ યાજ્ઞિક

રાજકોટ : અજયભાઇ દિલીપભાઇ યાજ્ઞિક (ઉ.વ.૪૮) (એડવોકેટ) મુળ રામોદ તે દિલીપભાઇ યાજ્ઞિક (અડાલજ)ના પુત્ર અને અભયભાઇ (ગોંડલ)નાં નાનાભાઇ તેમજ પ્રફુલભાઇ રાવલ (લાતીપુર) ના જમાઇનું તા. ૧ શનિવારે અવસાન થયેલ છે. મો. ૯૯રપ૩ ૯૩૧૪પ.

નેહલભાઇ ભટ્ટ

અમરેલી : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ નેહલભાઇ જયસુખલાલ ભટ્ટ (ઉ.વ.૪૩) તે જયસુખલાલ ગુણવંતરાય ભટ્ટ (ભીખુભાઇ) (એડવોકેટ) તથા ઇન્દુકમતીબેનના પુત્ર અને બિંદુબેનના પતિ તથા ગોપાલ, વૈષ્ણવીના પિતાશ્રી તેમજ સંધ્યા જયંતકુમાર મહેતા (પોરબંદર), રાજેશ્રી વિમલકુમાર જોશી (ગોંડલ), પૂર્વી ધર્મેશકુમાર પંડયા (ધોરાજી) ના ભાઇ તેમજ કનુભાઇ છગનલાલ પંડયા (મોવિયા) ના જમાઇનું ર૯ ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૩ ના રાખેલ છે. મો. ૯૯૦૯૦ પ૭૭૮૮, મો. ૭૬ર૧૦ ૧૯૩૭ર, મો. ૯૪ર૬ર ૮૭૩૮૭.

મુકેશભાઈ કવૈયા

રાજકોટઃ  (જયરામ પાર્ક કોઠારીયા રોડ) સ્વ.મુકેશભાઈ બાબુભાઈ કવૈયા તે જીતુભાઈ બાબુભાઈ કવૈયાના ભાઈ તેમજ રવિભાઈ, હાર્દીકભાઈના પિતાશ્રીનું અવસાન તા.૨ રવિવારના થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ના ગુરૂવારના રોજ રાખેલ છે. જીતુભાઈ બાબુભાઈ કવૈયા મો.૯૮૭૯૬ ૪૨૦૫૧, રવિભાઈ મુકેશભાઈ કવૈયા મો.૭૯૯૦૧ ૪૫૩૪૪

સુશીલાબા જાડેજા

રાજકોટઃ વીરપુર (જલારામ) નિવાસી ગં.સ્વ.સુશીલાબા શિવેન્દ્રસિંહજી જાડેજા (ઉ.વ.૯૦) તે સ્વ.શિવેન્દ્રસિંહજી જોરાવરસિંહજી જાડેજા (પુર્વ સરપંચ)ના પત્નિ, કિરીટસિંહના માતુશ્રી, અરૂણેન્દ્રસિંહનાં ભાભી, ડો.ભરતભાઈ તથા યાદવેન્દ્રસિંહના કાકી, પ્રદ્યુમનસિંહ, માનવેન્દ્રસિંહ, ધર્મરાજસિંહ, હરદીપસિંહ, પદ્મજીતસિંહ, જીતેન્દ્રસિંહના મોટા મા તા.૩૦ શુક્રવારના રોજ સ્વર્ગવાસી થયા છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. અરૂણેન્દ્રસિંહ મો.૯૮૨૪૮ ૬૨૪૧૪, કિરીટસિંહ મો.૮૧૪૦૪ ૫૫૦૨૯, ડો.ભરતભાઈ મો.૯૪૨૮૭ ૮૮૮૮૨, યાદવેન્દ્રસિંહ મો.૯૯૭૮૯ ૫૫૦૫૫, પ્રદ્યુમનસિંહ મો.૯૮૨૪૨ ૯૩૦૭૫, માનવેન્દ્રસિંહ મો.૯૮૯૮૨ ૬૨૬૬૨, હરદિપસિંહ મો.૯૮૨૪૯ ૯૩૧૦૦

જયંતિલાલ જોબનપુત્રા

રાજકોટઃ જયંતિલાલ હિરાલાલ જોબનપુત્રા (ઉ.વ.૭૦) તે ટંકારાવાળા હિરાલાલ શામજી જોબનપુત્રાના પુત્ર તથા કાલીદાસ રાઘવજી કોટેચાના જમાઈ તા.૨ને રવિવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૫ નવિનભાઈ મો.૯૪૨૬૭ ૮૮૩૭૬ ઉપર રાખેલ છે.

વિજયભાઈ વાડોલીયા

રાજકોટઃ વિજયભાઈ ગોરધનભાઈ વાડોલીયા (ઉ.વ.૬૦) તે કલ્પેશભાઈના પિતાશ્રી, નીરૂબેનના સસરા, તેમજ જયોતિબેન, પ્રવિણભાઈ, ચંદ્રિકાબેનના ભાઈ તથા હેમકુવરબેનના પુત્ર તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશભાઈ (પુત્ર) મો.૯૯૧૩૫ ૫૩૩૯૮, પ્રવિણભાઈ (ભાઈ) મો.૯૯૭૪૩ ૪૩૩૮૫, ઉમંગભાઈ (ભત્રીજા) મો.૮૦૦૦૦ ૩૮૦૦૭

ચંદ્રીકાબેન સૂચક

રાજકોટઃ ખરેડી નિવાસી હાલ રાજકોટ હેમતલાલ હરજીવન સૂચકના ધર્મપત્નિ અ.સૌ.ચંદ્રીકાબેન હેમતલાલ સૂચક તેઓ કિરીટભાઈ સૂચક (રાજકોટ નાગરીક બેંક), અતુલભાઈ, મીલનભાઈ, સુનીલભાઈના માતુશ્રીનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. કિરીટભાઈ મો.૭૩૫૯૨ ૯૩૮૭૭, સૂનીલભાઈ મો.૯૮૨૫૨ ૨૦૯૦૧

જશુબેન શીશાંગીયા

રાજકોટઃ  વાળંદ જશુબેન બાબુભાઈ શીશાંગીયા (ઊ.વ ૭૫) તે સ્વ.બાબુભાઈ રવજીભાઈ શીશાંગીયાના પત્ની, દિનેશભાઈ, રમેશભાઈ,ગીતાબેન ભરતકુમાર મારડીયાના માતા,  ધારા વાધેલા, યશ તથા સ્વ. શિવમ્ના દાદીમા તથા દેવજીભાઈ ગોહેલના બહેનનુ તા.૨ને રવિવારના રોજ દુઃખદ અવશાન થયુ છે.કોરોના મહામારીને ધ્યાને લઈને બન્ને પક્ષનુ ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ ૪ થી ૬ વચ્ચે  દિનેશભાઈ મો.૯૮૨૪૨ ૮૪૬૯૧, રમેશભાઈ  મો.૯૪૨૮૨ ૯૫૭૭૮, યશ મો.૮૦૦૦૦ ૩૯૭૨૯ પર રાખેલ છે.

બીપીનભાઇ ઓંધીયા

ગોંડલઃ બીપીનભાઇ ગાંગજીભાઇ ઔધીયા (ઉ.વ.પ૩) તે સ્વ. ગાંગજીભાઇ લક્ષ્મણભાઇ ઓંધીયાના પુત્ર તેમજ વિશાલભાઇ તથા કિષ્નાબેનના પિતાશ્રી તથા સ્વ.કિશોરભાઇ તેમજ રમેશભાઇના ભાઇનું તા.૧ શનીવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મો.૭૯૮૪૯ ૯૯૪પ૪.

વજુભાઇ બગથરીયા

ગોંડલઃ વજુભાઇ ગોવીંદભાઇ બગથરીયા તે બીપીનભાઇ તેમજ આશીષભાઇ (મુન્નાભાઇ)ના પિતાશ્રી અને તુલસી તેમજ જયભાઇના દાદા સ્વ. મથુરભાઇ, ત્રિભોવનભાઇ, સ્વ.વલ્લભભાઇ, કિશોરભાઇ, નિમુબેન, સ્વ.લક્ષ્મીબેનના ભાઇનું તા.૧ શનીવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૮૩ ૧ર૦૯૬.

ડાયાભાઇ ગોહેલ

ગોંડલ : સોરઠીયા દરજી જ્ઞાતીના ડાયાભાઇ બેચરભાઇ ગોહેલ (ઉ.વ.૮૪)તે જયેન્દ્રભાઇ, પ્રફુલભાઇના પિતાશ્રીનું તા.રના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૯૪ ૯૧૪પ૬.(૪.૭)

રંજનબા જાદવ

ગોંડલઃ રંજનબા બચુજી જાદવ (નિવૃત શિક્ષક) (ઉ.વ.૬ર) તે યોગીતાબા જયેશકુમાર ડોડીયા, સ્વ.હિરલબા જયદર્થસિંહ હુણના માતુશ્રી તેમજ હરેશભાઇ તથા અજયકુમાર (જેટકો) ના બહેનનું તા.૩૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૧૪૧૦ ૩રપ૯૮.

લલીતકુમાર ભટ્ટ

ગોંડલઃ સોરઠીય ગોડ માળવીય બ્રાહ્મણ (મુળ જેતલસર જં.)લલીતકુમાર ઇચ્છાશંકર ભટ્ટ તે સ્વ.ગુણવંતભાઇ (અમદાવાદ) ભુપતભાઇ (પુના) સ્વ.શૈલેષભાઇ (જેતલસર ંજં.)ના નાનાભાઇ તેમજ દેવેનભાઇ (આસી. કમી.) શિવાંગભાઇ, કરણભાઇના કાકા અને સ્વ.જેન્તીભાઇ વ્યાસના જમાઇનું તા.૩૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪ર૬૮ ર૬૩૪૭, મો.૯૩ર૭૦ ૩૮૭૧પ.

રમેશભાઇ દવે

રાજકોટઃ ચતુર્વેદી મચ્છુ કાઠીયા, મોઢ બ્રાહ્મણ મૂળ ખીલોસ હાલ રાજકોટ નિવાસી રમેશભાઇ વલ્લભરામ દવે (ઉ.૬૬) જે આશાબેનના પતિ તેમજ ચેતનભાઇ તેમજ ટીનાબેન ચેતનકુમાર ત્રીવેદીના પપ્પા નાગપુર તેમજ સ્વ. કાંતિભાઇ દવે, સ્વ. ચંપકભાઇ દવેના નાનાભાઇ તેમજ સ્વ. ભગવાનજીભાઇ મણીશંકર પંડયાના જમાઇનું તા. ર ના અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા. ૬-પ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઇને ટેલીફોનીક રાખેલ છે. ચેતનભાઇ-૯૭ર૭ર ૩૪૭૬૮, કિરીટભાઇ પંડયા-૯૯ર૪૪ ૩૦૩૪૮, ચેતનકુમાર ત્રિવેદી (નાગપુર)-૯૭૬૪ર ૭ર૦૮૭, સુધીરભાઇ-૯૬ર૪૬ ૩પપ૩૯

ભગવતીબેન સાકડેચા

રાજકોટઃ મુળ ગામ-મોટી મોલડી સ્વ. રાજકોટ નિવાસી વાલજીભાઇ ગોરધનભાઇ સાકડેચાના ધર્મપત્ની સ્વ. ભગવતીબેન (કલાવતીબેન), (ઉ.૭૦) તે મોરબીવાળા સ્વ. ગણેશભાઇ ડાયાભાઇ સંચાણીયાની દિકરી તથા કિશોરભાઇના બહેન તથા યોગેશભાઇ, સંજયભાઇ, ભરતભાઇ, જીજ્ઞેશભાઇ તથા દક્ષાબેન જીતેન્દ્રકુમાર વાડોદરીયાના માતુશ્રીનુ તા.૩/પને સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થનું (બન્ને પક્ષનું) ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના  બપોરે ૪ થી ૬  રાખેલ છે.

રાજેન્દ્રભાઇ દત્તાણી

રાજકોટ : કટિહાર નિવાસી હાલ રાજકોટ સ્વ. પરમાણંદ ધનજીભાઇ દત્તાણીનાં પુત્ર રાજેન્દ્રભાઇ પરમાણંદભાઇ દત્તાણી (ઉ.૬૬) તેઓ હંસાબેનનાં પતિ, ખેમેન્દ્રભાઇ, નેહાબેન, બરખાબેનના પિતાશ્રી તેમજ સ્વ. ભોગીભાઇ, જીતુભાઇ, પ્રફુલભાઇ, સ્વ. જયંતભાઇ, વિજયભાઇ, પરેશભાઇ, સરોજબેન, ભાવનાબેનના ભાઇ, જયેશભાઇ પુજારા તથા દીપાભાઇ બુંદેલાનાંસસરા તેમજ નારણદાસ તેલી (ચલાલા) ના જમાઇનું તા.૩૦ના અવસાન થયેલ છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે જીતુભાઇ મો.૯૯૩૧ર ૪૩૧૯૮

હેતબેન ઠાકર

રાજકોટઃ કશ્યપભાઇ નરેન્દ્રભાઇ ઠાકર (આરએમસી) ના ધર્મપત્ની તથા હિમાંશુભાઇ દ્વારકા પ્રસાદ ઉપાધ્યાય (રીટાયર્ડ પીજીવીસીએલ  અમરેલી) તથા નિલાબેન હિમાંશુભાઇ ઉપાધ્યાય (રીટાયર્ડ શિક્ષક તાલુકા શાળા બગસરા) ના પુત્રી તથા દુષ્યંતભાઇ ઉપાધ્યાય (આરએનએસબી) અને નિલેશભાઇ ઉપાધ્યાય  હેલી ઇન્સ્ટ્રમેન્ટસના ભત્રીજી તથા વિજયભાઇ કરૂણાશંકર વ્યાસ અને ભારતીબેન સુરેશભાઇ ભટ્ટના ભાણેજ તથા ફોરમબેન તેજસકુમાર ઉપાધ્યાય (યુજીવીસીએલ  એાગનાજ અમદાવાદ અને પ્રણવભાઇ હિમાંશુભાઇ ઉપાધ્યાયના મોટાબેન હેતલબેન ઠાકરનું તા.રના દુખઃદ અવસાન થયેલ છે.હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૩ ને સોમવાર સાંજે પ થી ૭ રાખેલ છે. કશ્યપભાઇ ૮૭પ૮૭ ૦૯૯૩૭, હિમાંશુભાઇ-૯૪ર૭૦ ૩૦૩૦૧, દુષ્યંતભાઇ-૯૪ર૮ર ૦૦૭૦૭, નિલાબેન-૯૪ર૯૮ ૭ર૬પ૯, નિલેશભાઇ-૯૮રપપ પપ૬૭૧

જાગૃતિબેન રાવલનું અવસાન

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મસમાજના રાજકોટ નિવાસી અ.સૌ. જાગૃતિબેન ભગવતીપ્રાસદ રાવલ (ઉ.વ.૫૭) તે ભગવતીપ્રાસદ શંભુશંકરભાઈ રાવલના ધર્મપત્નિ, તે છેલશંકર શંભુશંકર રાવલના નાનાભાઈના પત્ની, તે સ્વ.હરગોવિંદભાઈ દેવશંકરભાઈ ભટ્ટના દીકરી, તે અલ્પેશભાઈ, નીધીેબેન ધર્મેશકુમાર જોષી (અમરેલી), રોનકના માતુશ્રી, પલ્લવીબેન વિનોદકુકમાર જોષી (થાણાગાલોળ), ચિરાગ, જયના માસી, રીષીતા, હિતાર્થ, જૈમીલના દાદી અને દેવાશું, મથંનના નાની, તે કિશોરભાઈ, સ્વ.સનતભાઈ હરગોવિંદભાઈ ભટ્ટના બેનનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા  સંપન્ન કરવામાં આવેલ છે. ભગવતીભાઈ મો.૯૯૨૪૧ ૬૦૦૬૦, ભગવતી પ્રસાદ રાવલ મો.૮૯૦૫૭ ૬૦૦૬૦, અલ્પેશભાઈ રાવલ મો.૯૯૨૪૧ ૬૦૦૬૦, રોનકભાઈ રાવલ મો.૮૪૬૦૪ ૫૫૯૯૬

ઉત્પલભાઇ રીંડાણી

ખંભાળીયા : કશ્યપભાઇ ગુણવંતરાય રીંડાણી તથા રેખાબેન રીંડાણી પુત્ર તેમજ જન્મા ભાવેશ ઝાલાબા (પોરબંદર)ના ભાઇ ઉત્પલભાઇ (ઉ.વ.૪૬) નું તા. ર ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.

જયસુખલાલ પંડિત

ધોરાજી : જામકંડોરણા : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ જયસુખલાાલ રામકૃષ્ણ પંડિત (ઉ.વ.૭૭) તે પંકજભાઇ (ધરતી ટ્રાવેલ્સ) તથા વિપુલભાઇના પિતાશ્રી તથા દક્ષાબેન બળવંતભાઇ વ્યાસ અને રક્ષાબેન નીતિનકુમાર ધોણીયાના પિતાશ્રી તથા નિખિલ પ્રાણેશ ના દાદાનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૩ સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. પંકજભાઇ મો. ૯૯રપપ ૭ર૮૪પ, વિપુલભાઇ મો. ૯૮૭૯૧ ૮૬૧૪ર.

મહેશભાઇ થાનકી

પોરબંદર : પોરબંદર ડો. વિ.આર. ગોઢાણીયા એન્જિનિયનીંગ અને આઇ.ટી. કોલેજના ગ્રંથપાલ મહેશભાઇ કરશનભાઇ થાનકી (ઉ.વ.પર) તે વર્ષાબેનના પતિ, નિષ્ઠા, રિયાના પિતા, ભરતભાઇ નાથાભાઇના ભાઇ, જશુબેન જયશ્રીબેનના ભાઇ, ચેતનભાઇ જોષી (ગોઢાણીયા કોલેજ) ના મામાનું તા. ૧ ના રોજ નિધન થયું છે. છાયા ખાતેના નિવાસ સ્થાને ટેલીફોનીક બેસણું તા. ૩ ના બપોરે ૪ થી પ રાખેલ છે.

રેખાબેન પારેખ

રાજકોટઃ નિવાસી રેખાબેન (રંજનબેન) (ઉ.વ.૭૫) તે જયસુખભાઈ અમરચંદ પારેખના પત્ની, વિશાલભાઈ અને સચિનભાઈના માતા તથા પ્રતીક્ષા અને શ્વેતાના સાસુ તા.૨ને રવિવારે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. વિશાલ પારેખ મો.૯૪૨૭૯ ૧૬૦૦૩

સુધિરભાઈ દોશી

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ સુધીરભાઈ ગોકળદાસ દોશી (ઉ.વ.૭૦) (રા.ના.સ.  બેંક લી. ઓડિટ મેનેજર) તે મીનાબેનના પતિ, રવિભાઈ તથા ચૈતાલીબેનના પિતાશ્રી, નૈમિશભાઈ જનકભાઈ જીવાણીના સસરા, સ્મીતના નાના તે સ્વ.ચંદુલાલ બાલાચંદ મહેતાના જમાઈનું તા.૨ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવાર, સમય- સાંજે ૪ થી ૬ કલાક સદ્દગતના તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મીનાબેન સુધીરકુમાર દોશી- પત્ની મો.૬૩૫૧૬ ૧૯૦૧૮, રવિભાઈ સુધીરકુમાર દોશી- પુત્ર મો.૯૦૨૩૩ ૩૫૩૭૦, નૈમીશભાઈ જનકભાઈ જીવાણી- જમાઈ મો.૬૩૫૪૨ ૨૮૫૦૯, ચૈતાલી નૈમીશ જીવાણી- પુત્રી, સ્વ.ચંદુલાલ બાલાચંદ મહેતાના જમાઈ.

રમાબેન પારેખ

રાજકોટઃ મોઢ વણિક ધ્રોલ નિવાસી હાલ રાજકોટ રમાબેન જયંતીલાલ કાનજીભાઈ પારેખના ધર્મપત્નિ, નરેન્દ્રભાઈ, કેતન તથા કમલેશના માતુશ્રીનું તા.૨ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૩ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ પ્રકારના લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નરેન્દ્રભાઈ મો.૯૮૭૯૨ ૭૦૭૬૦, કેતન મો.૯૮૭૦૦ ૯૭૫૬૦, કમલેશ મો.૯૮૨૫૨ ૬૨૮૩૨

 શબ્બીરભાઈ ભારમલ

રાજકોટઃ નિવાસી શબ્બીરભાઈ અબ્બાસભાઈ ભારમલનું તા.૨ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીને કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ને મંગળવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મુસ્તફાભાઈ અબ્બાસભાઈ ભારમલ મો.૯૪૨૬૨ ૧૬૮૨૧, રાજ પ્લાસ્ટિક, એમ.એ. ટ્રેડર્સ

પ્રભુદાસભાઈ શીંગાળા

રાજકોટઃ સ્વ.જમનાદાસ જુઠાભાઈ શીંગાળાના પુત્ર સ્વ.પ્રભુદાસ જમનાદાસ (તે કરસનદાસ પ્રભુદાસ વાળા) તે સ્વ.કરસનદાસ જમનાદાસ, સ્વ.છબીલદાસ જમનાદાસ, અરૂણભાઈ જમનાદાસ (અમેરીકા) તેમના મોટાભાઈ તથા દિનેશ, કૌશીક, તુષાર તથા જયશ્રીબેન પૌરાણી મુંબઈના પિતાશ્રી તા.૩૦ના શ્રીજીચરણ પામેલ છે. તા.૩ સોમવારે ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશ મો.૯૬૩૮૫ ૧૭૭૨૧, કૌશિક મો.૯૭૨૩૧ ૩૦૦૮૧, મનીષ મો.૯૮૨૪૨ ૧૩૨૦૩

મુકેશભાઈ ચોટાઈ

રાજકોટઃ મુકેશભાઈ ચુનીલાલ ચોટાઈ (ઉ.વ.૬૨)નું તા.૧ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે.

વિઠ્ઠલદાસ રાયઠઠ્ઠા

રાજકોટઃ (જામસખપુરના માજી સરપંચ) વિઠ્ઠલદાસ રામજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ.૮૩) જે નવિનભાઈ, સુરેશભાઈ, સુભાષભાઈ, વિપુલભાઈ તથા કંચનબેન પ્રભુદાસ લાખાણી, મીનાબેન જયેન્દ્રકુમાર પલાણ, વિણાબેન પ્રદિપકુમાર ગદાના પિતાશ્રીનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નવિનભાઈ મો.૭૩૫૯૯ ૩૬૪૨૬, સુરેશભાઈ મો.૯૯૨૪૭ ૯૯૫૩૧, સુભાષભાઈ મો.૯૭૧૪૭ ૧૮૨૫૧

કમલેશભાઈ કારીયા

રાજકોટઃ સ્વ.કમલેશભાઈ મકનભાઈ કારીયા તે મકજીભાઈ જદુભાઈ કારીયા, શેરગઢવાળાના પુત્ર, બીપીનભાઈના નાનાભાઈ તે રાજેશભાઈના મોટાભાઈ, શ્રધ્ધા તથા સાક્ષીના પિતાશ્રી તે દામોદરદાસ કલ્યાણજી તન્ના ચોરવાડ વાળાના જમાઈ તથા રાજુભાઈ તથા રૂપેશભાઈ ચોરવાડવાળા, કિશોરભાઈ ગાંધીધામવાળાના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. બીપીનભાઈ મો.૯૮૨૪૪ ૨૪૭૯૬, રાજેશભાઈ મો.૯૮૨૫૩ ૮૫૨૩૨, શ્રધ્ધાબેન મો.૮૪૬૦૯ ૪૫૨૬૫

મહેશભાઈ અનડકટ

રાજકોટઃ મહેશભાઈ નરભેરામભાઈ અનડકટ તે જયોતીબેન અનડકટના પતિ તે ચેતનભાઈ, અમીતભાઈ, કવિતાબેન વિપુલકુમાર હીંડોચાના પિતાશ્રી તથા જીત, દેવના દાદાશ્રી તથા રૂદ્રનાં નાનાશ્રી તથા ડિમ્પલબેન, મેઘાબેનના સસરા તે સ્વ.જયંતીલાલ મોરારજી રાજપોપટના જમાઈશ્રી તા.૩૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૩ સોમવારે સાંજે  ૫ થી ૬ રાખેલ છે. ચેતનભાઈ અનડકટ મો.૯૮૨૪૪ ૮૧૧૨૭, અમીતભાઈ અનડકટ મો.૯૨૨૭૨ ૫૯૫૯૬, વિપુલકુમાર હીંડોચા મો.૮૮૬૬૪ ૧૧૫૭૬, ભુપેન્દ્રભાઈ કારીયા મો.૯૪૨૮૦ ૫૪૯૪૧

ઉષાબેન શેઠપાલ

રાજકોટઃ ઠા.જેન્તીલાલ માવજીભાઈ શેઠપાલના પુત્રવધુ અ.સૌ. ઉષાબેન રમેશભાઈ શેઠપાલ તે હિરેન મો.૯૦૭૬૭ ૯૯૮૨૯ અને દર્ષિત મો.૯૯૦૪૨ ૨૬૦૬૧ના માતુશ્રી તથા સ્વ.ધીરજલાલ વલ્લભજી ગઢિયા (ગોંડલ)ની પુત્રી તથા અનિલભાઈ ગઢિયા મો.૯૮૨૪૨ ૯૩૪૧૮, કિર્તિભાઈ ગઢિયા મો.૯૮૨૪૪ ૫૬૩૫૮, રાજેશભાઈ ગઢિયા મો.૯૮૨૫૨ ૧૭૪૬૧,  ભાવેશભાઈ ગઢિયા મો.૯૮૨૪૨ ૧૧૯૨૭ના બહેન તા.૧ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

નિર્મલાબેન મહેતા

રાજકોટઃ ગં.સ્વ. નિર્મળાબેન કમળાશંકર મહેતા તે સ્વ. કમળાશંકર કે. મહેતા (પી.વી.સી. ટેક. હાઈસ્કૂલ-મોરબી)ના પત્ની તથા પરેશભાઈ કે. મહેતા (શ્રી મહાજનશ્રીની પાંજરાપોળ-રાજકોટ) તથા ઘનશ્યામ કમળાશંકર મહેતા હાલ વેરાવળના માતુશ્રીનું તા. ૩૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ સોમવારે તા. ૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઈ મો. ૯૫૭૪૭ ૪૩૧૬૬, ઘનશ્યામભાઈ મો. ૭૯૯૦૨ ૭૯૭૫૭ 

સવિતાબેન ધોળકીયા

રાજકોટઃ શ્રીદશા સો.વ. સવિતાબેન હરગોવિંદદાસ ધોળકિયા (ઉ.વ.૮૨) જે ભાવનગરવાળા સ્વ.જીવાભાઈ દુર્લભદાસ ધોળકિયાનાં ભાભી તથા સ્વ.રસિકભાઈ, વસંતભાઈ, કાળુભાઈ, જગદીશભાઈ હેમાણી, તેમજ સ્વ.લીલાબેન, કાંતાબેન, મધુબેન, મંજુબેન અને મુકતાબેનનાં બહેનનું તા.૧ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારનાં રોજ ૪ થી ૬ રાખેલ છે. જગદીશ એન. હેમાણી મો.૯૩૨૭૧ ૪૧૩૫૭, જીતેન્દ્ર જે. શાહ મો.૯૮૨૪૯ ૦૦૭૧૯, અતુલ વી. ગોસલીયા મો.૯૪૦૯૭ ૩૨૦૮૬

નારણદાસ અગ્રાવત

રાજકોટઃ શીવપુર- નારણકા સ્વ.નારણદાસ ભીમદાસ અગ્રાવત (ઉ.વ.૮૨) તા.૨ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. અગ્રાવત ફરશુરામ બાપુ મો.૯૨૨૮૪ ૬૨૭૮૧, અગ્રાવત ભરતભાઈ મો.૯૮૯૮૯ ૨૩૯૨૯, અગ્રાવત કિરીટભાઈ મો.૯૮૭૯૩ ૧૨૭૯૭

મહેશભાઈ શેઠ

રાજકોટઃ કંસારા નગીનભાઈ મૂળજીભાઈ શેઠના મોટાપુત્ર સ્વ.મહેશભાઈ નગીનદાસ શેઠ (ઉ.વ.૪૭) તા.૧ને શનિવારના રોજ ઠાકોરજી ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૮૨ ૫૬૩૨૭, મો.૮૧૬૦૩ ૦૮૯૫૫

પ્રફુલભાઈ ફીચડીયા

રાજકોટઃ ગૌ.વા. ધીરજલાલ ગોરધનદાસ ફીચડીયાના પુત્ર પ્રફુલભાઈ ફીચડીયા તે મુકુંદભાઈ નીતિનભાઈ, હર્ષદભાઈ, વિણાબેનના ભાઈ તે ધવલ ફીચડીયા, જાનવી દિપકકુમાર, ખ્યાતી રવિકુમાર, અલ્પા રાજનકુમારના પિતાશ્રી તે જેતપુર નિવાસી ગૌ.વા. પ્રાણલાલ મોહનલાલ ગેરીયાના જમાઈનું તા.૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પીયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. ધવલ મો.૭૩૫૯૮ ૪૦૬૨૧, મુકુંદભાઈ મો.૯૪૦૮૯ ૬૬૮૨૧, નિતીનભાઈ મો.૯૪૦૮૭ ૫૩૧૭૧, હર્ષદભાઈ મો.૯૮૨૪૨ ૦૦૫૩૫, પીયરપક્ષ મુકેશભાઈ મો.૯૭૨૭૬ ૦૦૫૩૧

પલ્લવીબેન વસાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.હિંૈમતલાલ છગનલાલ શિંગાળા તથા ગં.સ્વ.ઈન્દુબેન હિંમતલાલ શિંગાળાની પુત્રી તેમજ વિપુલકુમાર રસિકલાલ વસાણીના ધર્મપત્નિ પલ્લવીબેન વિપુલકુમાર વસાણી (ભાવનગર) તે જયશ્રીબેન ગૌરવભાઈ કવઈયા તથા કીર્તિભાઈ અને કૃણાલભાઈના બહેન તા.૨ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. કીર્તિભાઈ એચ. શિંગાળા મો.૯૮૯૮૪ ૨૭૪૬૬, કૃણાલભાઈ એચ. શિંગાળા મો.૭૮૭૮૫ ૬૭૬૭૭, જયશ્રીબેન જી.કવઈયા મો.૯૬૮૭૪ ૨૦૪૩૦, વિપુલકુમાર આર. વસાણી મો.૯૩૭૭૫ ૫૦૫૫૫

જગદીશભાઈ વ્યાસ

રાજકોટઃ સ્વ.જગદીશભાઈ દેવશંકરભાઈ વ્યાસ (ફૂલતરીયા) (ઉ.વ.૫૭) તે ગૌતમભાઈના મોટાભાઈ, જયદેવભાઈ તથા મનોજભાઈના પિતાશ્રી તા.૧ના રોજ રામચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નટવરલાલ બારોટ

જામકંડોરણા : જામકંડોરણા નિવાસી બારોટ નટવરલાલ ભીમજીભાઇ બાઘોરા (ઉ.વ.૮પ) તે બારોટ વિમલભાઇ નટવરલાલ બાઘોરાના પિતાશ્રી તથા બારોટ જયના દાદાશ્રીનું તા. ૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. લૌકિક રિવાજ બંધ રાખેલ છે. મો. ૯૭ર૪ર ૦૪૪૩૩.

જયેશભાઇ ચૌહાણ

મોરબી : અમૃતલાલ દેવજીભાઇ ચૌહાણ અને દયાબેનના પુત્ર જયેશભાઇ ચૌહાણ (ઇન્કમટેક્ષ, મોરબી) તે બિન્દુબેન (શિક્ષિકા) ના પતિ તથા કેવલ અને ધ્રૂવીના પિતાશ્રી તેમજ પ્રદિપભાઇ અને અશ્વિનભાઇના ભાઇનું તા. ૧ ને અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું તા. ૩, સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દમયંતીબેન શાહ

રાજકોટ : દમયંતિબેન ગૌતમલાલ શાહ (ખારા) તે સ્વ. ગૌતમલાલ શાંતિલાલ શાહના ધર્મપત્ની તથા રજનીકાંત શાહ, કલ્પનાબેન અમરીશભાઇ દેસાઇ, મીનાબેન વિરલભાઇ કોઠારી, કામીનીબેન મહેશભાઇ મહેતા, સોનલબેન નિતેશભાઇ લાખાણીના માતુશ્રી ત્થા સ્વ. ગીરધરલાલ લીલાઘર મહેતાના દીકરી અને આદિત્ય તેમજ માનસીના દાદીનું તા. ૦ર ના રોજ અવસાન થયું છે. સદ્ગત ટેલીફોનીક બેસણુ તા. ૦૩ ના ૪.૩૦ થી ૬ રાખેલ છે. (મો. ૯૩ર૮ર ૭૬૬પપ)

ચંદ્રકાન્તભાઇ ભટ્ટ

સાવરકુંડલાઃ શ્રીગોડ માળવીય બ્રાહ્મણ મુળ સાવરકુંડલા નિવાસી સ્વ . પ્રતાપશંકર ભગવાનજી ભટ્ટ ના પુત્ર  ચંદ્રકાન્તભાઈ -તાપશંકર ભટ્ટ(ઉ.વ .૬૮) તે સંદીપભાઈ તથા નિરાલીબેન મિતુલ કુમાર દવે (વેરાવળ) ના પિતાશ્રી અને હરેશભાઈ , હિતેશભાઈ , પ્રણવભાઈ (રાજકોટ) તેમજ તરલીકા બેન.આર.પંડ્યા, જ્યોતિબેન. એમ. પુરોહિત, મધુબેન.કે.ભટ્ટ, મંદાકિનીબેન . કે . ભટ્ટ નાં મોટા ભાઈ તથા સચિન હરિપ્રિયા , વિરજ , જેનીશ ના મોટા બાપુજી તથા આદિત્ય અભિષેક, ક્રિષ્ના ના દાદા, પ્રસાદ ના નાના, જે સ્વ.મગનભાઈ પ્રાણજીવન ભટ્ટ (ગોલાધર) ના જમાઈ અને ગીરીશભાઈ મગનલાલ ભટ્ટના બનેવીનું અવસાન થયુ છે. સદ્દગતનુ ટેલિફોનીક બેસણું તા .૩ને સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે. સંદીપભાઈ (મો.નં ૯૪૦૯૨૬૯૧૦૨), હરેશભાઇ (મો.નં ૯૪૨૬૭૦૭૮૯૦).

મંજુલાબેન દવે

ભાવનગર : ઔ. ગુ. સા. ચા. બ્રાહ્મણ ભાવનગર નિવાસી ગં. સ્વ. મંજૂલાબેન મહિપતરાય દવે (ઉ.વ.૭પ) તે દિલીપભાઇ, જીતુભાઇ (અમદાવાદ), યોગેશભાઇ, જયશ્રીબેન દિનેશચંદ્ર ભટ્ટ (મોરબી) અને રીટાબેન રાજેન્દ્રભાઇ શુકલ (જામનગર) ના માતુશ્રી તેમજ ઋષિરાજ, ભાવિક અને તન્મયના દાદી તથા મુંબઇ નિવાસી સ્વ. રવિશંકરભાઇ, સ્વ. હિંમતલાલ (વડોદરા) અને જગદીશભાઇ યુ. જાની (ઢસા) ના બહેન તા. ર૯ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું (મો. ૯૯રપ૧ ૯૦પર૦, ૯૬૦૧૮ ૯૭૭૬૯ રાખેલ છે.)

મંગળાબેન દવે

રાજકોટઃ ઉનાનાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંગળાબેન બાલુભાઈ દવે તે પ્રો. સતીશ દવે (માંગરોળ), દિલીપભાઈ દવે (ઉના)ના માતુશ્રીનું તા. ૨ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૩ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સતિષભાઈ મો. ૯૬૬૨૫ ૧૩૨૧૩, દિલીપભાઈ મો. ૯૮૯૮૫ ૭૩૯૦૧

કોકીલાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર રમણીકભાઈ જોષીના પત્નિ કોકિલાબેન (ઉ.વ. ૬૭) તે વજેશંકર જીવાભાઈ દવેના પુત્રી, તે રઘુભાઈ, આનંદભાઈના માતુશ્રી તથા નલીનભાઈ અને સ્વ. મુકેશભાઈના ભાભીનું તા. ૧ના અવસાન થયેલ છે. જેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૩ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. રઘુભાઈ મો. ૯૮૯૮૦ ૪૬૬૭૯

શારદાબેન ગુંદેચા

રાજકોટઃ ગુર્જર સુતાર રાજકોટ નિવાસી સ્વ. શારદાબેન અમૃતલાલ ગુંદેચા (ઉ.વ. ૬૩) તે ભાવેશભાઈ તથા પન્નાબેન મનોજકુમાર વડગામાના માતુશ્રી તથા રૂપાલીબેનના સાસુ તેમજ કાવ્યન તથા રૂદ્રના બા તથા સ્વ. ઓધવજીભાઈ રતનશીભાઈ અઘેરાના દીકરી તેમજ રમેશભાઈ ઓધવજીભાઈ અઘેરાના બહેનનું તા. ૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ આજે સોમવારે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. (પીયરપક્ષનું બેસણુ સાથે રાખેલ છે) ભાવેશભાઈ મો. ૯૯૨૪૮ ૪૪૨૦૩, પન્નાબેન મો. ૯૮૯૮૫ ૩૪૫૦૮, રમેશભાઈ અઘેરા મો. ૯૯૨૪૧ ૨૩૬૯૧

શશીકાંતભાઈ મચ્છર

ઉપલેટાઃ બ્રહ્મક્ષત્રિય શશીકાંતભાઈ શામળજીભાઈ મચ્છર (નિવૃત એસ.બી.આઈ.) (ઉ.વ. ૭૨) તે ભરતભાઈના મોટાભાઈ તથા સચિનભાઈ, જીતેન્દ્રભાઈ અને નિરલ વિકાશકુમાર બોસમીયાના પિતાશ્રી તા. ૧ શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ સોમવારે ૪ થી ૬ મો. ૯૮૯૮૧ ૯૭૭૯૭, ૯૬૨૪૧ ૨૫૩૦૦ ઉપર રાખેલ છે.