Gujarati News

Gujarati News

તા. ૧૫ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૧૦ સોમવાર

" અકિલા " ના શિકાગો ખાતેના માનદ પ્રતિનિધિ તથા આપ્તજન શ્રી સુરેશભાઈ શાહનું દુઃખદ અવસાન : અચાનક હૃદયરોગનો હુમલો આવતા 6 એપ્રિલ 2019 ના રોજ અંતિમ શ્વાસ લીધા : 84 વર્ષની જૈફ વય સુધી સતત કાર્યરત રહેનાર કર્મનિષ્ઠ ફ્રીલાન્સ રિપોર્ટર શ્રી સુરેશભાઈની ચિર વિદાયથી તેમના ધર્મપત્ની શ્રીમતી કપિલાબેન શાહ,પુત્રો,પુત્રવધૂઓ,પુત્રીઓ,તથા પૌત્રો-પૌત્રીઓ સહિતના વિશાળ વડલા સમાન પરિવારે છત્રછાયા ગુમાવી : જૈન સોસાયટી ઓફ શિકાગો સહિતની વિવિધ સંસ્થાઓ,ચાહકો,તથા કોમ્યુનિટીમાં ફરી વળેલું શોકનું મોજું : સ્વ.શ્રી સુરેશભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે અકિલા પરિવારની શ્રદ્ધાંજલિ : access_time 12:00 am IST

તા. ૧૩ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૮ શનિવાર
તા. ૧૨ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૭ શુક્રવાર
તા. ૧૧ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૬ ગુરૂવાર
તા. ૧૦ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૫ બુધવાર
  • હેમામાલિનીના ચૂંટણી પ્રચારસભાને ધર્મેન્દ્રએ સંબોધી :પોતાને ખેડૂત પરિવારનો હોવાનું જણાવી અન્નદાતાઓને સાંસદ પત્નીને મત આપવા અપીલ કરી :સોખ કસ્બામાં એક જનસભાને સંબોધતા ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ કહ્યું કે તેના પિતા ખેડૂતની સાથે શિક્ષક પણ હતા :તેઓને બળદને જોતરવાથી લઈને કાપણી સુધીના કામ કર્યા છે : હી-મેને કહ્યું કે ખેડૂત અન્નદાતા હોવા સાથે પોતાના સંતાનોને સેનામાં પણ મોકલે છે access_time 8:57 am IST

  • પબુભા માણેકની રીટ પીટીશન સુપ્રીમમાં દાખલઃ ૨૩મીએ સુનાવણી રાખીઃ દેવભૂમી દ્વારકાના ભાજપના ધારાસભ્ય શ્રી પબુભા માણેકની ચૂંટણી રદ્દ કરવાના ગુજરાત હાઇકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇએ પબુભા માણેકની રીટ પીટીશન દાખલ કરી છે અને વધુ સુનાવણી ૨૩ એપ્રીલે રાખ્યાનું જાણવા મળે છે access_time 1:43 pm IST

  • ચૂંટણીના કવરેજને લઈને સરકારી ચેનલ દુરદર્શન સામે ચૂંટણી પંચનું કડક વલણ:ચૂંટણી પંચે સૂચના અને પ્રસારણ મંત્રાલયને કહ્યું કે તેઓ દુરદર્શનને આદેશ આપી રાજકીય પક્ષના કવરેજમાં કોઈ ભેદભાવ ન રાખે.:કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, દુરદર્શને ભાજપના 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમને લાઈવ દર્શાવ્યો હતો. access_time 1:45 pm IST