Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જર્મનીમાં જાસૂસી કરવાનો ભારતીય મૂળના દંપતિ ઉપર આરોપઃ દેશના પ્રાઇવસી રૂલ્સના ભંગ બદલ વધુમાં વધુ ૧૦ વર્ષની જેલસજા થઇ શકે

બર્લિનઃ જર્મનીમાં જાસૂસી કરવાનો આરોપ ભારતીય મૂળના દંપતિ ઉપર મુકાયો છે. જે મુજબ ૫૦ વર્ષીય શીખ મનમોહન એસ. તથા તેની પત્ની ૫૧ વર્ષીય કંવલજીત કે.ઉપર જર્મનીમાં વસતા શીખો અને કાશ્મીર મુમેન્ટ વિષે જાસૂસી કરી જર્મનીના પ્રાઇવસી રૂલ્સનો ભંગ કરી રહ્યા હોવાનો આરોપ છે. જેની મનમોહન એસ.એ કબૂલાત કર્યા મુજબ તેમણે ૨૦૧૫ની સાલમાં ઉપરોકત માહિતી ઇન્ડિયન ફોરેન ઇન્ટેલીજન્સ સર્વિસ રિસર્ચ એન્ડ એનાલિસીસ વિન્ગના એક કર્મચારીને પહોંચાડી હતી. જેમાં તેના પત્નીએ પણ જુલાઇ અને ડીંસે.૨૦૧૭માં સાથ  આપ્યો હતો. જે બદલ તેઓને સાત હજાર બસ્સો યુરો (યુ.એસ.ડોલર આઠ હજાર એકસો)અપાયા હતા.

જો આ દંપતિ ઉપરનો આરોપ પૂરવાર થાય તો તેઓને વધુમાં વધુ ૧૦ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:53 pm IST)