Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે દુબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં : અત્યાર સુધીમાં 468 દર્દી : 55 દર્દીની સારવાર સફળ : 2 ના મોત : લોકડાઉનનો ભંગ કરનારને 50 હજાર દિરહામ સુધીનો દંડ

દુબઇ : સમગ્ર વિશ્વમાં કોરોનના કહેર વચ્ચે સહેલાણીઓના લોકપ્રિય શહેર દુબઈમાં પરિસ્થિતિ એકંદરે નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા 468 છે.જેમાંથી 55 દર્દીની સારવાર સફળ નીવડી છે.જયારે 2 ના મોત થયા છે.
લોકડાઉન દરમિયાન પ્રજાજનોને જીવન જરૂરી ચીજો ઘેરબેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હોવાથી મોલમાં ભીડ નથી તેમજ સહેલાઈથી દૂધ ,શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહેતી હોવાથી લોકો સ્વૈચ્છિક પણે 26 થી 29 માર્ચ દરમિયાન લાદવામાં આવેલા  લોકડાઉનને સહકાર આપતા જોવા મળ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)
  • ભારતમાં કોરોનાના કેસ સામે મૃત્યુના પ્રમાણમાં ગુજરાત સૌથી આગળ : સૌથી વધુ કેસ ધરાવતા રાજયની સરખામણીમાં ગુજરાતમાં મોત વધુ : અત્યાર સુધી ગુજરાતમાં ૬૯ કેસ સામે ૬ના મોત થયા : કેસની સામે મોતની ટકાવારી ગુજરાતમાં ૯ ટકા આસપાસ access_time 4:27 pm IST

  • ભાવનગરમાં એક સાથે પાંચ કોરોના પોઝિટિવ હોવાની ભારે ચર્ચા ; કાલે આરોગ્ય વિભાગ જાહેરાત કરે તેવી શકયતા : આ આગાઉ એક દર્દીનું મોત થયું હતું : ખાનગી ચેનલમાં ન્યુઝ ફ્લેશ access_time 11:33 pm IST

  • પાકિસ્તાન કુલ કોરોના કેસ : ૧૬૨૫ આજે નવા : ૨૮ કુલ મૃત્યુ : ૧૮ આજે મૃત્યુ : ૪ કુલ રીકવર : ૨૯ access_time 4:17 pm IST