Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જતા વિદેશી સ્ટુડન્ટસની સંખ્યામાં ચીન પ્રથમ તથા ભારત બીજા ક્રમેઃ સતત ૪થા વર્ષે વિદેશી સ્ટુડન્ટસની સંખ્યા ૧૦ લાખ ઉપરઃ ૨૦૧૯ ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજ્યુકેશન એક્ષચેન્જનો અહેવાલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદેશના સ્ટુડન્ટસની સંખ્યામાં ૨૦૧૮-૧૯ના વર્ષ માટે સૌથી વધુ સંખ્યા નોંધાઇ છે. જે પૈકી ભારતના ૨ લાખ ઉપરાંત સ્ટુડન્ટસનો સમાવેશ થાય છે. જયારે છેલ્લા ૧૦ વર્ષથી સૌથી વધુ સંખ્યામાં મોકલાતા સ્ટુડન્ટસમાં ચીન પ્રથમ ક્રમે છે.

તેવું ૨૦૧૯ ઓપન ડોર્સ રિપોર્ટ ઓન ઇન્ટરનેશનલ એજ્યુકેશન એકસચેન્જના અહેવાલ દ્વારા જાણવા મળે છે. આ અહેવાલમાં વિશેષમાં જણાવાયા મુજબ લગાતાર સતત ચોથા વર્ષે અમેરિકા જનારા વિદેશી સ્ટુડન્ટસની સંખ્યા ૧૦ લાખ ઉપર થઇ જવા પામી છે.

ઉપરાંત અમેરિકાના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટના અહેવાલ મુજબ આ વિદેશી સ્ટુડન્ટસના કારણે અમેરિકાના અર્થતંત્રમાં ૪૫ અરબ ડોલર જેટલી રકમ ઠલવાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિદેશી સ્ટુડન્ટસની કુલ સંખ્યામાં અર્ધા ઉપરાંત સ્ટુડન્ટસ ચીન તથા ભારતના હોય છે.

(8:01 pm IST)
  • મેઘાલયમાં ૧૧૭ વર્ષ જુના ચર્ચમાં આગઃ દંપતીનું મોત access_time 11:57 am IST

  • ૧૭૦ ધારાસભ્‍યો સાથે શિવસેનાની સરકાર પાંચ વર્ષ પુરા ચાલશે : ૧૭૦ ધારાસભ્‍યોના ટેકા સાથે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે તેમ શિવસેનાના સાંસદ અને સામનાના તંત્રી સંજય રાઉતે જણાવ્‍યું છે access_time 11:31 am IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં મધ્યપ્રદેશના એકપણ નેતા નથી ! :યાદીમાં એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ સ્થાન નહીં આપતા તર્કવિતર્ક : મધ્યપર્દેશમાં ભાજપના પરાજય બાદ શિવરાજસિંહ ચૌહાણને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા હતા access_time 12:50 am IST