Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાના વધતા જતા કેસથી આરોગ્ય મંત્રાલય એલર્ટ : 14 હજાર વેન્ટિલેટર તૈયાર રાખવા નિર્દેશ

નવી દિલ્હી:દેશમાં કોરોનાના વધતા કેસથી આરોગ્ય મંત્રાલય એલર્ટ બન્યું છે સ્વાસ્થ્ય મંત્રાલયએ દેશભરમાં 14000થી વધુ વેન્ટિલેટર તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. ગત થોડા દિવસોમા જે પ્રકારે ઝડપથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલય વ્યાપક રીતે તૈયારી કરી રહ્યું છે.

દેશભરમાં અલગ-અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે પુરી તૈયારી કરવામાં આવી રહી છે. નોઇડા બેસ્ડ એક કંપની Agva health care ને 2 એપ્રિલ સુધી 10000 વેન્ટિલેટર તૈયાર કરવાના આદેશ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.  

ગત થોડા દિવસોમાં 5 લાખ n95 માસ્ક દેશભરની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે. આ સાથે જ હોસ્પિટલોમાં 12 લાખ n95 માસ્કનો સ્ટોક રાખવામાં આવ્યો છે. દોઢ લાખ બીજા n95 માસ્ક આજે સાંજ સુધી દેશની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે

(11:38 pm IST)