Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉન કર્યા વગર કોરોનાને કાબુ જાપાન જબરું પુરવાર હાઈજીન,સોશયલ ડિસ્ટન્સ અને માસ્કને સંસ્કૃતિ બનાવી દીધી

રાજિંદી આદતો અને સંસ્કૃતિનું પાલન કર્યું : અત્યાર સુધીમાં 975 સાજા થઇ ગયા

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અનેક દેશમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે જાપાને લોકડાઉન વગર કોરોના સામે લડાઈ હાથ ધરી છે  જાપાન માં 29 માર્ચ સુધી 1700 કેસ નોંધાયેલ છે જેમાંથી 65 વ્યક્તિ નાં મોત્ત થયા છેપણ નવાઈ ની વાત એ છે કે 975 દર્દી સાજા થઈ ગયાં છે

  જાપાન કોરોનાંને કાબુ કરવામાં મહદઅંશે સફળ રહ્યું છે જાપાનની સંસ્કૃતિમાં અભિવાદન ઝુકી ને કરવામાં આવે છે એટ્લે હાથ મિલાવવાં નું આવતું નથી એટ્લે ઇંફેંકશન થવાનું મોટુ કારણ છે ત્યાં પુર્ણ વિરામ મુકાઈ ગયું.બીજુ ત્યાં માસ્ક નો ઉપયોગ રોજિંદા જીવન માં કરવું એ સામન્ય છે. પ્રદૂષણથી બચવા માટે જાપાનીઝ લોકો માસ્ક વગર ઘર બહાર નીકળતા પણ નથી એટ્લે શ્વાસ દ્રારા ફેલાવાનો ડર પણ ઓછો છે.જાપાનીઝ ટેકનોલોજી માં જેટલા આગળ છે એટલાં એમનાં ખોરાક અને રહેણી કારણી માં પણ છે.

   તેઓ હેલ્થી ખોરાક પર ભાર મુકે છે અને ત્યાં નાં પબ્લિક ટોયલેટ માં પણ સેનીટાઇઝર અને હેન્ડ વોશ મુકેલ હોય છે. જનતા આટલી હદે સ્વચ્છતા આગર્હુ છે કે ટોયલેટ વાપર્યા પાછી સીટ ને automatic સાફ કારી સકાય એવી ટેકનોલોજી વિકસાવી છે. આજ કારણોસર એમની સંસ્કૃતિ એમને કોરોનાં સામે બચાવી રહી છે અને વિશ્વ પણ અચંબિત છે.હવે જ્યારે આ કોરોનાં નામ નો રાક્ષસ  આપના ઘરમાં પણ ઘર કરી જાય તે પહેલાં જાપાનીઝ ની રોજિંદી આદત અને સંસ્કૃતિનું પાલન કરવાનું ચાલુ કરો.

(11:00 pm IST)