Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નોએડામાં વધુ ચાર કોરોના સંક્રમિત મળ્‍યા, બે વર્ષનું બાળક પણ પોઝીટીવ

નોએડા : રાજધાની દિલ્‍હીથી જોડાયેલ ગૌતમ બુદ્ધનગરમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યામાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારના જિલ્લામાંમાં ર વર્ષના બાળક સહિત પ વધુ નવા દર્દી સાથે આવ્‍યા છે. જિલ્લામાં કોરોના પીડિતોની સંખ્‍યા ૩૭ થઇ છે. સ્‍વાસ્‍થ્‍ય વિભાગની ટીમ પહોંચી ગઇ છે. દાદરી ક્ષેત્રના અછેજા ગામના એકવ્‍યકિતને ત્રણ દિવસ પહેલા કોરોનાની પુષ્‍ટી થઇ હતી તે સેકટર ૧૩પ ની સીઝ ફાયર કંપનીનો કર્મચારી છે.

આ પછી સેકટરને સીલ કરવામાં આવ્‍યું આ પહેલા સ્‍વાસ્‍થ્‍ય વિભાગમાં શનિવારના અછેજા ગામમાં આવેલ મહક રેસીડેન્‍સીમાં બે યુવક, સેકટર ૩૭ની એક મહિલા, ગ્રેટર નોવેડા વેસ્‍ટ સેકટરની ર ની ૧ર વર્ષિય બાળકને કોરોનાની પુષ્‍ટી કરી હતી. પાંચ લોકો ઇંગ્‍લેન્‍ડના ઓડિટરના સંપર્કમાં હતા.

(9:53 pm IST)