Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મેરઠમાં એક જ પરિવારના ૧૩ લોકો કોવિડના ઘેરામાં

૩૫ લોકોના રિપોર્ટ હજુ પણ આવ્યા નથી : ઉત્તરપ્રદેશના મેરઠમાં કોરોનાનો ખતરો અનેકગણો વધ્યો

મેરઠ, તા. ૩૦ : ઉત્તરપ્રદેશના મેરઠમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. અહીં એક પરિવારના આઠ નવા લોકો કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. સાથે સાથે પરિવારના ૧૩ લોકોને પણ કોરોનાની અસર થઇ છે. તમામની વચ્ચે હજુ પીડિત લોકોની સંખ્યા વધી શકે છે. કારણ કે, ૪૬માંથી ૧૧ના રિપોર્ટ હજુ સુધી આવ્યા છે. પરિવારના લોકો પૈકી પાંચ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. ત્યારબાદ ચેઇન ઓફ ટ્રાન્સમિશનથી બાકીના લોકોની ભાળ મેળવવામાં આવી હતી. ૧૧ની તપાસમાં આઠ પોઝિટિવ કેસો આવ્યા છે. મેરઠમાં રવિવારના દિવસે કોરોના વાયરસના એક પરિવારના આઠ લોકો સકંજા ઉપર આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર રાજકુમારના કહેવા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને ૧૩ ઉપર પહોંચી ગઈ છે.

         તમામ ૧૩ પીડિતો એક પરિવારના છે. તમામ દર્દીઓની સંખ્યા વધવાનો અંદાજ છે. કારણ કે, નજર હેઠળ રહેલા ૪૬ દર્દીઓ પૈકી ૧૧ના રિપોર્ટ આવી શક્યા છે. ૩૫ના રિપોર્ટ હજુ આવ્યા નથી. મેરઠમાં કોરોનાના વધતા જતા કેસોથી વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પણ હચમચી ઉઠ્યા છે. તબીબો માની રહ્યા છે કે, કોરોના વાયરસ અસરગ્રસ્ત દર્દીઓનો આંકડો ખુબ વધી શકે છે. હકીકતમાં ખુરજાના નિવાસી મહારાષ્ટ્રના અમરાવતીથી મેરઠમાં પોતાના સાસરીમાં આવ્યો હતો ત્યારબાદ તેની પત્નિ અને ત્રણ સગાસંબંધીઓ પણ કોરોનાના સકંજામાં આવ્યા હતા. મહારાષ્ટ્રની સાથે સાથે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા અતિઝડપથી વધી રહી છે. લોકડાઉનના ગાળા વચ્ચે ઉંડી ચકાસણીનો દોર ચાલી રહ્યો છે.

         આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે, બીજા દેશોની સરખામણીમાં ભારતમાં કેસો ઉપર અંકુશ મુકવામાં સફળતા મળી છે. તમામ બાબતો લોકોના સહકાર અને લોકડાઉનના કારણે શક્ય બની છે. આઈસીએમઆરના ડોક્ટર આર ગંગા કેતકરે કહ્યું છે કે, દેશમાં હજુ સુધી ૩૮૪૪૨ લોકોની ચકાસણી થઇ છે. લોકોની તપાસ હજુ પણ યથાવતરીતે જારી રહી છે. જુદી જુદી લેબમાં કર્મચારીઓ લાગેલા છે. તબીબો અને નર્સની ટુકડીઓ કોરોનાના ફેલાવવાને રોકવા આક્રમકરીતે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે.

કોરોના સામે તપાસ.....

મેરઠ, તા. ૩૦ : કોરોના વાયરસના કારણે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. કોરોના સામે લેવાયેલા પગલાના સંદર્ભમાં આરોગ્ય મંત્રાલય અને આઈસીએમઆર દ્વારા માહિતી આપવામાં આવી છે જે નીચે મુજબ છે.

દેશમાં હજુ સુધી કોરોના ચકાસણી

૩૮૪૪૨

રવિવારના દિવસે કેસની તપાસ

૩૫૦૦

પ્રાઇવેટ લેબમાં તપાસ

૪૭

પ્રાઇવેટ લેબમાં ત્રણ દિવસમાં તપાસ

૧૩૩૪

પ્રાઇવેટ લેબમાં રોજ તપાસ

૪૫૦

(7:47 pm IST)