Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરવા યુએસએ અપનાવ્યો નવતર પ્રયોગ... જાણો

કોરોનામાંથી સાજા થયેલા દર્દીના બ્લડ પ્લાઝમાં કોરોનાગ્રસ્તને ચડાવવામાં આવ્યા

વોશીંગ્ટન, તા., ૩૦: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ  આવનારા બે અઠવાડીયામાં મૃત્યુદર વધવાની આશંકા વ્યકત કરી છે. તેમણે ૩૦ એપ્રિલ સુધી સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવાનો આદેશ કર્યો છે ત્યારે અમેરીકાના તબીબ જગતે ૧૯૧૮માં થયેલો પ્રયોગ કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરવા અપનાવ્યો છે. અમેરીકાના હયુસ્ટનમાં એક મુખ્ય હોસ્પીટલમાં કોવીડ-૧૯માંથી સાજા થયેલા દર્દીનું લોહી બીજા ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીને ચઢાવવામાં આવ્યું છે. આ પ્રકારનો પ્રયોગ કરનાર આ હોસ્પીટલ પહેલી છે. કોરોના વાયરસમાંથી ઉભર્યા બાદ બે અઠવાડીયા તબીયત સારી રહયા બાદ એક વ્યકિતએ પોતાના બ્લડ પ્લાઝમા દાનમાં આપ્યા છે. આ પ્લાઝમાંનો ઉપયોગ 'કોનવાલેસ્સેન્ટ સીરમ થેરાપી' માટે કરવામાં આવશે. આ રીત ૧૯૧૮માં 'સ્પેનીશ ફલુ' મહામારી સમયે વાપરવામાં આવી હતી.

(3:56 pm IST)