Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ફાઇનલમાં ભારતને ચેમ્પિયન બનાવનાર જોગિન્દરને આઇસીસીની સલામ : ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપનો બન્યો ૨૦૨૦માં વર્લ્ડનો હીરો

હરિયાણામાં ડીએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

નવી દિલ્હી : ભારતને ૨૦૦૭માં વર્લ્ડ ટીર૦ ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જોગિન્દર શર્માને ભુલાય એમ નથી. પાકિસ્તાન સામેની એ ફાઇનલ મેચમાં છેલ્લી નિર્ણાયક ઓવર નાખીને જોગિન્દરે ભારતને વર્લ્ડ ટીર૦ ચેમ્પિયન બનાવ્યું હતું. આ વખતે ફરી એક વાર જોગિન્દરે સલામી મેળવવા જેવું ઉમદા કામ કર્યું છે જેનાં વખાણ ખુદ આઇસીસીએ પણ કયાં છે.

ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ જોગિન્દર પોતાના વતન હરિયાણામાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના પદે કારભાર સંભાળી રહ્યો છે અને આ ફરજ બજાવતા તેનો એક માસ્ક પહેરેલો ફોટો આઈસીસીએ પોતાના સોશ્યલ મીડેયા પર અપલોડ કર્યો છે.

કોરોનાના માહોલમાં લોકોને મદદ કરી રહેલા જોગિન્દરના આ ફોટો સાથે આઇસીસીએ લખ્યું છે, '૨૦૦૭ ટીર૦ વર્લ્ડ કપનો હીરો ૨૦૨૦માં વર્લ્ડનો રિયલ હીરો. ક્રિકેટ પછીની કરીઅરમાં પોલીસમેન તરીકેની ફરજ બજાવતો જોગિન્દર શર્મા કોરોનાની મહાબીમારીથી લોકોને બચાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. જોગિન્દર ટીમ ઇન્ડિયા માટે માત્ર ચાર ઇન્ટરનેશનલ વન-ડે અને ચાર ઇન્ટનેશનલ ટી-ર૦ મેચ રમ્યો છે.

(3:55 pm IST)