Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

તામિલનાડુમાં લોકડાઉન વચ્ચે ગુજરાતી સમાજોનો સરકારને સહયોગ

 ચેન્નાઇમાં તામિલનાડુના ચીફ સેક્રેટરી સાથે દરેક સમાજના પ્રતિનિધિઓ સાથે મીટીંગ બોલાવી લોકડાઉનની સ્થિતીની ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ રાજયમાંથી આવેલ લોકો લોકડાઉનના હિસાબે ફસાયા છે તેમના માટે તામિલનાડુ સરકારે રહેવા અને જમવા સહીતની સુવિધાઓ કરી આપવા વ્યવસ્થા ગોઠવી છે. ૧૫ એપ્રિલ સુધી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સંપૂર્ણ બંધ રાવા અને જયાં છો ત્યાં જ સ્થિર રહેવા કડક આદેશો અપાયા છે. ચેન્નઇ ગુજરાતી મંડળ સમાજ વતી પ્રમુખ રમેશભાઇ ભટ્ટ, સુરેશભાઇ પારેખે આ મીટીંગમાં હાજર રહી સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી. દક્ષિણ ગુજરાતી સમાજ, મદુરાઇ ગુજરાતી સમાજ તેમજ અન્ય ગુજરાતી સમાજોએ આ પંથકના ગુજરાતી ભાઇ બહેનોને રહેવા જમવાની વ્યવસ્થા સંભાળી લીધી હતી. તેમ ચેન્નઇથી અમિતાબ દોશી (મો.૯૦૪૨૫ ૬૦૯૩૩) ની યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)