Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉન દરમિયાન પંજાબ પોલીસે પહેલા લાઠીને સેનિટાઇઝ કરીને રખડતા લોકોને ધનાધન દીધી

અમૃતસર તા. ૩૦ : આઇપીએસ અધિકારી પંકજ નૈનેએ ટ્વિટર પર એક ફોટો અપલોડ કર્યો છે, જેની કેપ્શનમાં લખ્યું છે કે અમે લોકડાઉનની પૂરી તૈયારી કરી લીધી છે. ફોટોમાં પોલીસ રાઉન્ડ પર જતાં પહેલાં પોતાના ડંડાને સેનિટાઇઝ કરતા જોવા મળી રહ્યા છે. આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાની જવાબદારી રાજયનાં પોલીસ દળોને સોંપવામાં આવી છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે એ માટે ગલી ગલીએ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા ફોટોની કેપ્શનમાં વધુમાં લખવામાં આવ્યું છે, 'આ કોઈ પિકનિક મનાવવા માટેની છુટ્ટી નથી. તમે સડક પર ફરીને તમારી સાથે જ અન્યોની સુરક્ષાને પણ જોખમમાં મૂકી રહ્યા છો.' આવા લોકોને સમાજના દુશ્મન ગણાવીને તેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

(3:54 pm IST)