Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આખો દિવસ કોરોનાના વિચાર કરવાથી માંદા પડી શકાય

નવી દિલ્હી : ચીનથી દુનીયાભરમાં ફેલાયેલ તથા મહામારી તરીકે જાહેર થયેલ કોરોના વાયરસને માત આપવા માટે સરકાર અને સમાજ દ્વારા અનેક પ્રયાસો થઇ રહ્યા છે. આવા સમયે પોતાના દિલો-દિમાગ પર કોરોનાના ભયને હાવી ન થવા દો. ઘડીએ ઘડીએ કોરોના અંગે વિચારવાથી  તમે વિના કારણ માનસિક તાણમાં આવી શકો છો રાજ્ય નોડલ ઓફિસર (માનસિક આરોગ્ય) ડોકટર સુનીલ પાંડેએ જણાવ્યુ કે આપણે જે વિષયમાં બહુ વાર વિચારીએ કે મનન કરીએ તે આપણા પર હાવી થઇ જાય છે.  આ સ્થિતીમાં   તેના ફાયદા - ગેરકાયદા  નજરે ચડવા લાગે છે. જે કોઇ પણ  માટે ખતરનાક બની શકે છે.

તેમણે  જણાવ્યુ કે લોકડાઉનની સ્થિતીમાં  બધી વસ્તુઓ થંભી જાય છે.  એટલે કે  જરૂરી છે કે   પોતાની દિનચર્ચામાં ફેરફાર લાવો અને જો  આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ ન હો તો ઘરની બહાર નિકળવાનુ ટાળો. ટીવી, અખબાર  અને સોશ્યલ મીડીયામાં ફકત કોરોના  અંગેનું જ જોવા, સમજવાનુ અને સ્વજનો સાથે  ફકત તેના અંગેની  વાતચીત જ કરવાથી બચો.  નહિંતર તમે માનસિક  તાણમાં આવીને  પોતાની સાથે સાથે ઘરના અન્ય સભ્યોને બીમાર  બનાવી શકો છો.

તેમણે આના ઉૈપરથી દબાણ હટાવવા માટે ટીવી સીરીયલો જોવા ,પુસ્તકો  વાંચવા વગેરેની  સલાહ  આપતા કહ્યુ કે જો તમને રસોઇનો શોખ હોય તો રસોડામાં થોડો સમય આપો. જો તમારે ઘરે જ રહેવાનુ છે તો તમારા શોખને જીવતા કરો.

(3:52 pm IST)