Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અમેરિકામાં ૧૧ મહિનાના બાળકનો કોરોનાએ જીવ લીધો : વિશ્વમાં પ્રથમ કેસ

વોશિંગ્ટન : અમેરિકામાં કોરોના વાયરસએ અજગર ભરડો લીધો છે. અમેરિકામાં ઇલિનોઇસ રાજયમાં કોરોનાના લક્ષણોથી પીડાતા એક બાળકનું મોત થયું હતું. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળક શિકાગોમાદાખલ હતું અને તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ હતો. જોકે, આ દ્યટનાથી હચમચી ઉઠેલા અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે તપાસના આદેશ છોડ્યા છે. બાળકની ઉંમર ૧૧ મહિના કરતાં ઓછી હતી.

આ ઘટના અંગે માહિતી આપતા ઇલિનોઇસ પ્રાંતના ગર્વનર જીબી પ્રિત્ઝકરે જણાવ્યું, નવજાતને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ ચેપ લાગ્યો હતો. બાળકની ઉંમર ૧ વર્ષ કરતાં પણ ઓછી હતી

આ દ્યટના અંગે અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના પ્રવકતા નોઝી એઝિકે જણાવ્યું હતું કે નવજાતમાં કોવિડ-૧૯નો એક પણ કેસ હજુ સુધી આવ્યો નથી. આ પ્રથમ કિસ્સો છે. સમગ્ર આરોગ્ય વિભાગ આ દ્યટનાની જીણવટભરી તપાસ કરાવશે.

ગવર્નર પ્રિત્ઝરે પત્રકારોને જણાવ્યું હતું કે અમે મૃત્યુનું કારણ જાણવા માટે એક ડિટેઇલ્ડ તપાસ કરાવીશું. ઉલ્લેખનીય છે કે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને આધેડોને કોરોનાનું જોખમ વધી જાય છે પરંતુ નવજાત કોરોનાગ્રસ્ત થયો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

(3:46 pm IST)