Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કેરળ : શરાબનું ઓનલાઈન વેચાણ કરવા માટેની તૈયારી

કેરળમાં ન મળતા આપઘાતના કેસો વધ્યા છે : આપઘાતના કેસો વધતા અંતે ઓનલાઈન વેચાણ તૈયારી

થિરુવનંતપુરમ, તા. ૩૦ : દેશમાં ચાલી રહેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે શરાબના શોખીન લોકો મુશ્કેલ અનુભવી રહ્યા છે. શરાબની તલબ ધરાવનાર લોકોની મુશ્કેલી વધી રહી છે. એકબાજુ મોડલ શોપ ઉપર તાળા વાગી ગયા છે. બીજી બાજુ કેરળમાં શરાબ મળવાના કારણે આપઘાત કરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. આને ધ્યાનમાં લઇને હવે કેરળ સરકારે શરાબ ઓનલાઈન વેચાણ માટે નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પીનરાઈ વિજયન દ્વારા મુજબનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું છે કે, કેરળમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ બાદ રાજ્યના કેટલાક હિસ્સાથી આપઘાતની ઘટનાઓ સપાટી ઉપર આવી છે.

           આવી સ્થિતિમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, તબીબોના સૂચન મુજબ તલબવીર લોકોને શરાબ આપવામાં આવશે. શરાબના ઓનલાઈન વેચાણ ઉપર વિચારણા ચાલી રહી છે. ઓનલાઈન શરાબના વેચાણને લઇને અંતિમ નિર્ણય ટૂંકમાં લેવામાં આવી શકે છે. વિજયને આબકારી વિભાગને એવા લોકોને શરાબ આપવા માટે કહ્યું છે જે લોકોને તબીબોએ શરાબ પીવા માટે સૂચના આપી છે. રવિવારના દિવસે કોન્ડંગનુર વિસ્તારમાં ૩૨ વર્ષના એક યુવકે આપઘાત કરી લીધો છે. શરાબ પીવાના શોખીન લોકો લોકડાઉનની સ્થિતિમાં ખુબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પોલીસના કહેવા મુજબ શરાબ મળવાની સ્થિતિમાં એક વ્યક્તિએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આવી રીતે વલીકુન્નમ વિસ્તારમાં ૩૪ વર્ષના એક શખ્સે આફ્ટર સેવલોશન પીને આપઘાત કરી લીધો હતો. શરાબના તલબ ધરાવતા લોકો માટે મફત સારવાર આપવ માટેની સૂચના પણ આપવામાં આવી છે. શરાબની ઉપલબ્ધતા ઘટતા કેટલીક સામાજિક સમસ્યાઓ જોવા મળી રહી છે.

(7:49 pm IST)