Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

દિલ્હીઃ તબલીગી જમાતના કાર્યક્રમમાં ૧૦૦૦ લોકો સામેલઃ ૨૦૦ લોકો હોસ્પીટલમાં દાખલ

અનેક રાજ્યો સામેલ વ્યકિતઓને શોધે છે

નવી દિલ્હી,તા.૩૦: કોરોનાના લીધે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટેસિંગની વાત કરવામાં આવી રહી છે. તેમ છતાં દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલ તબલીગી જમાાતનું સેન્ટરમાં લોકોની હાજરી ચિંતારૂપ બની ગયું છે. દિલ્હીમાં તબલીગી જનતા સાથે જોડાયેલા લોકોમાં સતત કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. તબલીગી જમાતના લીધે જ મુસ્લિમ સમુદાયના સૌથી મોટુ શિક્ષણ સંસ્થાન દેવબંધ પણ કોરોના સંક્રમણ ફેલાયો છે.

દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલ તબલીગી જમાતના સેન્ટરમાં દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં ૩૪ લોકોને તપાસ માટે લાવવામાં  આવ્યા. અને દરેકને કોરોનાના સંક્રમિતના શંકાસ્પદ ગણાવામાં આવી રહ્યા છે. તે તામિલનાડુના રહેનાર હતા. જો કે મોત શેના કારણે થઇ તેના ખુલાસો પોસ્ટમોટેમ રીપોર્ટ આવ્યા બાદ જ થઇ જાશે.

દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતાનું સેન્ટર હોવાના લીધે દેશજ નહી વિશ્વના બધા જ લોકો આવે છે. ત્યારબાદ તેને વિવિધ સમુહોમાં વિવિધ શહેરો અને કસ્બામાં મુસ્લીમના પ્રચાર -પ્રસાર માટે મોકલવામાં આવે છે.

(3:40 pm IST)