Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉન વચ્ચે પ્રિયંકા ગાંધીની પત્ર બાદ જાગી સરકાર : ટેલીકોમ કંપનીઓને કહ્યું બંધ ના કરે પ્રી પેઇડ મોબાઈલ

પ્રી પેડ ટેલીફોન સેવા ફ્રી કરવા અપીલ : ટ્રાઈએ પણ પ્રી પેડ યુઝર્સના પ્લાનની વેલીડેટી વધારવા માટે કહ્યું હતું.

નવી દિલ્હી : દેશમા કોરોના વાયરસને લઈને દહેશતનો માહોલ છે. જેમાં દૈનિક મજુરોની હિજરત હજુ ચાલુ છે. જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સતત સરકારનું ધ્યાન દોરી રહ્યા છે. જે અંર્તગત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકડાઉનના કારણે ફસાયેલા લોકોન પરેશાનીના પગલે ટેલીકોમ કંપનીઓને પત્ર લખીને પ્રી પેડ ટેલીફોન સેવા ફ્રી કરવા અપીલ કરી હતી. તેમજ ટ્રાઈએ પણ પ્રી પેડ યુઝર્સના પ્લાનની વેલીડેટી વધારવા માટે કહ્યું હતું.

લોકડાઉનમા લોકોને થઈ રહેલી પરેશાનીને લઈને ટ્રાઈએ રિલાયન્સ જીયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડીયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના ગ્રાહકોની વેલીડીટી વધારી દે કારણ કે તેમને કોઈ પરેશાનીનો સામનો ના કરવો પડે. એક અહેવાલ અનુસાર ૨૯ માર્ચ સુધી કંપનીઓને લેટર લખીને ગ્રાહકોને રાહત આપવાની વાત કરી છે. તેમજ ટ્રાઈએ કહ્યું કે લોકડાઉન દરમ્યાન ગ્રાહકોને મુશ્કેલી ના પડે તેનું કંપનીઓ ધ્યાન રાખે અને તે શું પગલા લઈ રહી છે તેની જાણકારી પણ આપશે. તેમજ લોકડાઉનમા કંપનીઓ અલગ રાખવાનો મતલબ કંપનીઓની કસ્ટમર સર્વિસ અને પોઈન્ટ ઓફ સેલ પ્રભાવિત ના થાય તે છે.

આ દરમ્યાન રવિવારે પ્રિયંકા ગાંધીએ ટેલીકોમ મોબાઈલ કંપનીઓને સેવા ફ્રી કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું તમને અનુરોધ કરું છું કે તમારી મોબાઈલ સેવાના ઇનકમિંગ અને આઉટગોઈંગ સેવા આગામી એક માસ સુધી મફત કરી દેવામા આવે જેના લીધે સંભવિત રીતે લાખો લોકોની જિંદગી બચી શકે છે. તેમજ લોકોને પોતાના પરિવારજનો સાથે વાતચીત કરવાની સુવિધા મળી શકે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ પત્ર રિલાયન્સ જીયોના માલિક મુકેશ અંબાણી, વોડાફોન આઈડીયાના માલિક કુમાર મંગલમ બિરલા, બીએસએનએલના પ્રમુખ પી.કે. પુરવાર અને એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલને પત્ર લખ્યો હતો. પત્રમાં વિશેષ કરીને પ્રવાસી મજૂરો માટે એક મહિના સુધી આઉટ ગોઇંગ અને ઈનકમિંગ સેવા ફ્રી કરવાનો આગ્રહ કરવામા આવ્યો હતો.

(2:13 pm IST)