Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં ફીટ રહેવા શું કરો છો?: નરેન્દ્રભાઈએ ટ્વીટર ઉપર યોગના વિડીયો શેર કર્યા

ગઈકાલે ''મન કી બાત'' કાર્યક્રમમાં એક શ્રોતાએ પૂછયુ હતુ કે

નવીદિલ્હીઃ નરેન્દ્રભાઈએ આજે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર યોગ નિર્દશનનો થ્રીડી વિડયો મૂકી લોકોને તંદુરસ્ત રહેવા યોગ કરવા અપીલ કરી છે.

નરેન્દ્રભાઈએ થ્રીડી વિડીયો જાહેર કરી જણાવેલ કે રવિવારે ''મન કી બાત'' દરમિયાન કોઈએ મને ફિટનેસ દિનચર્યા માટે પુછયુ હતુ, એટલે મે યોગ વિડીયો મૂકવા અંગે વિચાર્યુ. તેમણે વધુમાં જણાવેલ કે મને આશા છે કે તમે લોકો પણ નિયમિત રૂપે યોગાભ્યાસ કરવાનું શરૂ કરશો. હું ન તો ફિટનેસ તજજ્ઞ છું અને ન ચિકિત્સા વિશેષજ્ઞ યોગનો અભ્યાસ કરવો ઘણા વર્ષોથી મારા જીવનનું અભિન્ન અંગ છે. ઘણા લોકો પાસે ફિટ રહેવાના અન્ય રસ્તાઓ હશે, જે બીજા સાથે પણ વહેચવા જોઈએ.

ગઈકાલે ''મન કી બાત'' દરમિયાન શ્રોતાએ નરેન્દ્રભાઈને પૂછયુ હતુ કે લોકડાઉનમાં ફિટ રહેવા તમે શું કરો છો? ત્યારે જ તેમણે જણાવેલ કે યોગાભ્યાસના કેટલાક વિડીયો સોશ્યલ મિડીયા ઉપર મૂકીશ, જેથી સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળી શકે. આ વિડીયો દેશની અલગ- અલગ ભાષામાં પણ ઉપલબ્ધ છે.

(5:19 pm IST)