Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં ઈંધણની ખપત ડાઉન : પેટ્રોલ-ડીઝલનું વેચાણ તળીયે :સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

દેશમાં 78 હજાર પેટ્રોલપમ્પ સુમસામ : એક્સસાઈઝ ડ્યુટીને કારણે સરકારને થતું નુકશાન ઘટશે

નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનને પગલે ઈંધણનું વેચાણ સૌ નહિવત પ્રમાણમાં થઇ રહ્યું છે દેશમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ અત્યંત ઓછું થઈ ગયું છે. પેટ્રોલ અને ડિઝલનું વેચાણ માત્ર 10 થી 20 ટકા જેટલું પેટ્રોલનું વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે એક્સપર્ટસનાં જણાવ્યા મુજબ લોકડાઉન લાંબુ ચાલ્યું તો સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે.

  દેશ ભરમાં કુલ 78 હજાર પેટ્રોલ પંપ છે. અને તે તમામ પેટ્રોલ પંપ હાલ સૂમસામ જોવા મળી રહ્યા છે. પરંતુ ઉલ્લેખનિય છે કે લોકડાઉનને કારણે સરકાર પેટ્રોલ પર રોજ 206 કરોડનું નુકશાન ઉઠાવી રહી છે. જ્યારે ડિઝલ પર 550 કરોડનું નુકશાન ઉઠાવી રહી છે…અને આ નુકશાન એકસાઈઝ ડ્યુટીને કારણે થઈ રહ્યું છે.

(12:13 pm IST)