Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

દેશમાં દવા સિવાય જરૂરી વસ્તુની ખરીદી માટે સમય મર્યાદા જરૂરી

દેશમાં વડાપ્રધાનશ્રીના ર૩મીથી સંપૂર્ણ લોક ડાઉનની જાહેરાત છતા લોકો મોડી સાંજ સુધી રસ્તા પર ફરે છે ત્યારેઃ સવારે ૯ થી ૧ર અથવા ૯ થી રઃ કુલ ૩ થી પ કલાકની સીમાં રખાય તો બપોર બાદ લોકડાઉન ૧૦૦ ટકા સફળ રહેઃ સમય મર્યાદા બાદપોલીસ કડક બને તો લોકો ઘરમાં રહેશેઃ જો ખરીદીની સમય સીમા બાદ લોકડાઉન સફળ રહેશે તો પોલીસને રાહત મળશેઃ સૌરાષ્ટ્રના ઘણા તાલુકામાં વેપારીઓએ જ સ્વૈચ્છીક રીતે બપોર સુધી જ દુકાનો ખુલી રાખવા નિર્ણય કરેલ છેઃ રાજકોટના વેપારીઓએ પણ દુકાન ૩ થી પ કલાક જ ખુલ્લી રાખવા નિર્ણય લેવો જોઇએ

રાજકોટ તા.૩૦: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  રર માર્ચને રવિવારે પ્રજાજોગ સંબોધનમાં કોરોનાની ભયંકર સ્થિતિનો ચિતાર આપીને ફરી ર૩ માર્ચથી ર૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેશની જનતાને હાથ જોડીને સમર્થન માંગ્યુ હતું.

દેશમાં ર૩ માર્ચથી લોકડાઉન જાહેર થયા બાદ આજે ૩૦ માર્ચ ૭ દિવસ સુધી  સમગ્ર દેશમાં જીવન જરૂરીયાતની વસ્તુંઓ નિયમીત મળી રહી છે, કયાંય કોઇ વસ્તુંની અછત પણ નથી સર્જાય, પરંતુ લોકોએ લોકડાઉનને સંપૂર્ણ કરફયુ ગણીને જયારે પણ બહાર નીકળયા ત્યારે જીવન જરૂરીયાતની વસ્તુંઓ જેવી કે ઘઉં, બાજરો, જુવાર તમામ પ્રકારના કઠોળ, કપડા ધોવા-નહાવાના સાબુ, તમામ પ્રકારના લીકવીડ, બાળકોના નાસ્તા માટે ફરસાણ, નમકીન, બિસ્કીટ જેવી તમામ રોજીંદી ખાદ્ય સામગ્રીના ૧૦ દિવસથી લઇને એક મહિનાનો સ્ટોક કરી લીધો છે. અને છેલ્લા સાત દિવસથી દેશભરમાં જિલ્લા તાલુકા મથકે સવારથી મોડી સાંજ (રાત્રે ૮ થી ૯) સુધી લોકોએ દરરોજ સતત ખરીદી કરેલ છે. લોકોએ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુંનો સ્ટોક જરૂરીયાત કરતા વધુ કરેલ છે. (આ વિધાન ખુદ અનાજ કરીયાણું વહેચતા દુકાનદારોએજ કરેલ છે)

આવી જ રીતે લોકોએ ઘરના સભ્યો માટે રેગ્યુલર લેવાતી દવાઓની ખરીદી પણ સરેરાશ દોઢથી બે મહિના સુધીનો સ્ટોક કરેલ છે. (તેમ ખુદ મેડીકલ સંચાલકોએ જણાવી) વધુ એવી પણ વ્યથા વ્યકત કરેલ કે હવે દુકાનના સ્ટાફને પણ આરામ આપવો જરૂરી છે. લોકોને જરૂરીજ દવા ખરીદવા અપીલ કરી છે.

ર૩ માર્ચે લોકડાઉન જાહેર થવા છતાં ૭ દિવસ સુધી લોકોને ખરીદીમાં ઘણી છુટ મળી છે તમામ વસ્તુંઓ સ્ટોક થઇ ગયેલ છે ત્યારે જાગ્યા ત્યાંથી સવાર સમજીને હવે લોકડાઉનની કડક અમલવારી ખુદ લોકોએ કરવી જોઇએ અથવા સરકારે દેશભરમાં આવશ્યક ચીજ વસ્તુંની ખરીદી માટે સમય સીમા (સવારે ૯ થી ૧ર અથવા ૯ થી ર સુધી ખરીદી માટે દરરોજ પાંચ કલાકનો સમય ઘણો કહેવાય)

આ સમયસીમાં લોકોએ સ્વયંમ બજાવી બપોર પછી કોઇ પણ ખરીદી કરવા બહાર ન નીકળવા સંકલ્પ કરવો જોઇએ અથવા સરકારે પણ આ સમયસીમાં લાદવી જોઇએ. જો સરકાર બપોરે બે સુધીની સમયસીમા નકકી કરે તો બપોરે બે પછી તો સમગ્ર દેશમાં ૧૦૦ટકા લોકડાઉન સફળ થશે. તે દેશવાસીઓના હિતમાંજ રહેશે.

(11:27 am IST)