Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નહિ સુધરે ચીન

ચીનમાં મીટ માર્કેટ ફરી ખુલ્યા : ચામાચીડિયા, કૂતરા સહિત જંગલી જીવોનું વેચાણ શરૂ થયુ

ચીને મીટ માર્કેટ ફરીવાર ખોલીને કોરોના વાયરસ પર પોતાની જીતનું પ્રદર્શન કર્યું બ્રિટીશ મીડિયા રિપોર્ટ

લંડન તા. ૩૦ : ચીનમાં પેદા થયેલો કોરોના વાયરસ જયાં દુનિયાભરમાં મહામારી રુપે ફેલાઇને હજારો લોકોનો ભોગ લઇ ચૂકયો છે ત્યાં ચીનમાં ફરી એકવાર મીટ માર્કેટ પહેલાની જેમ જંગલી પશુઓનું વેચાણ શરુ થઇ ગયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના પર કાબૂ મેળવી લેવાનો દાવો કરતા ચીનમાં ફરીવાર ચામાચીડિયા સહિત અન્ય જીવોનું વેચાણ શરુ કરી દેવામાં આવ્યુ છે.

ચીને વુહાનમાં કોરોના વાયરસના ઝડપી ફેલાવાને લીધે ત્યાંના કેટલાક બદનામ માર્કેટ બંધ કરી દીધા હતા. માનવામાં આવી રહ્યુ હતું કે વુહાનમાં સ્થિત સી ફૂડ માર્કેટમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો. કોરોનાને ચામાચીડિયા સાથે પણ જોડવામાં આવ્યો છે. જેના કારણે અહીં જંગલી પશુઓનુ વેચાણ બંધ કરી દેવામાં આવ્યુ હતું.

રિપોર્ટ મુજબ ચીનમાં એકવાર ફરી કૂતરા, બિલાડી, ચામાચીડિયા સહિત અન્ય જંગલી જીવોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. દક્ષિણ-પશ્ચિમ ચીનના ગૂઇલિન અને ડોનગુઆપનના મીટ માર્કેટ ખુલ્લા જોવા મળ્યા છે અને ચામાચીડિયાના વેચાણની જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.  ચીનમાં જંગલી જીવોને ફૂડ અન પારંપરિક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચામાચીડિયાને અહીંના લોકો પારંપરિક દવા તરીકે ઉપયોગમાં લે છે, પરંતુ કોરોના વાયરસના ફેલાવા પછી તેની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ ચીને મીટ માર્કેટ ફરીવાર ખોલીને કોરોના વાયરસ પર પોતાની જીતનું પ્રદર્શન કર્યુ છે.

(10:51 am IST)