Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ક્વોરેન્ટાઇનમાં રહેલા યુવાન અચાનક રસ્તામાં અર્ધનગ્ન થઈ નીકળ્યો : વૃદ્ધ મહિલાને બચકુ ભરી ફરાર: વૃદ્ધાનું મોત

શ્રીલંકાથી પરત ફર્યા બાદ યુવકને હોમ ક્વોરેન્ટાઇનમાં રખાયેલ :તામિલનાડુનો વિચિત્ર કિસ્સો

ચેન્નાઇ : દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જાય છે તમિલનાડુમાં ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલા એક યુવકે એક વૃદ્ધાને બચકું ભરી ફરાર થઇ ગયો હતો બાદમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. તમિલનાડુના એક ગાંમ થેનીમાં શ્રીલંકાથી પરત ફરેલા એક વ્યક્તિને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યો હતો. યુવક અર્ધનગ્ન થઈને અચાનક રસ્તા પર નિકળી પડ્યો અને તેણે જોડે રહેલી એક 80 વર્ષની વૃદ્ધ મહિલાને બચકું ભરી લીધું જેના કારણે મહિલાની મોત નપજ્યું હતું શ્રીલંકાથી પરત ફર્યા બાદ યુવકને કોરોના સંક્રમણની આશંકાના કારણે હોમ ક્વોરન્ટાઈન હેઠળ ઘરમાં રાખવામાં આવ્યો હતો. યુવક અચાનક ઘરથી બહાર નિકળ્યો અને જોડ ઉભેલી એક વૃદ્ધ મહિલાને ગળાના ભાગે બચકું ભરી લીધુ અને ત્યાંથી નાસી છુટ્યો.હતો 

યુવક જે 80 વર્ષની વૃદ્ધ મહિલાના ગળાના ભાગે બચકુ ભરીને ભાગ્યો તેમની ઓળખ નત્થીમલ થઈ છે. યુવક દ્વારા બચકુ ભર્યા બાદ વૃદ્ધ મહિલાનો રોવાનો અવાજ સાંભળીને પડોસી તેની મદદ માટે આવ્યા. લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં મહિલાની મોત થઈ ગઈ. ત્યાર બાદ પોલીસો આરોપીની ધરપકડ કરી છે અને જણાવ્યું કે આરોપી માનસિક રીતે અસ્થિર છે.

(12:00 am IST)