Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દેશના લોકોને વેક્સિન મફત મળવી જોઈએ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા કોરોનાને લીધે ક્વોરેન્ટાઈનમાં છે : ભારતને ભાજપની સિસ્ટમનો ભોગ ના બનવા દો : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ૨૬ : દેશના તમામ રાજ્યોમાં ૧૮ વર્ષથી વધારે વયના તમામ લોકોને વેક્સીન આપવાનુ મેથી શરૂ કરવાન છે.બીજી તરફ દેશમાં કોરોનાનુ સંક્રમણ હાહાકાર મચાવી રહ્યુ છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રોજ કેન્દ્ર સરકારને નિશાન બનાવી રહ્યા છે.હાલમાં રાહુલ ગાંધી કોરોનાના કારણે ક્વોરેન્ટાઈનમાં છે.રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, બહુ ચર્ચા થઈ ગઈ, દેશના લોકોને વેક્સીન મફત મળવી જોઈએ, બસ વાત ખતમ કરો.

ભારતને ભાજપની સિસ્ટમનો ભોગ ના બનવા દો. ભારતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે અને તેની સામે ટેસ્ટિંગ પણ વધી રહ્યુ છે.દેશમાં ૨૭ કરોડથી વધારે સેમ્પલના ટેસ્ટિંગ થઈ ચુક્યા છે.જ્યારે એક મેથી વેક્સીનેશન શરૂ થવાનુ છે. જોકે રાજ્ય સરકારો હજી પણ વેક્સીનની અછતની ફરિયાદ કરી રહી છે.

ખાસ કરીને જ્યાં ભાજપ સત્તામાં નથી તેવા ચાર રાજ્યોનુ કહેવુ છે કે, અમારી પાસે વેક્સીનના પૂરતા ડોઝ નહીં હોવાના કારણે એક મેથી ત્રીજા તબક્કાનુ રસીકરણ કરવુ શક્ય નથી.

(7:59 pm IST)