Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મહારાષ્ટ્રમાં બાજી પલટાશે :ભાજપ-શિવસેનાની બનશે સરકાર: ચર્ચા ચાલુ :નવી ફોર્મ્યુલા તૈયાર

ભાજપના ત્રણ વર્ષ, શિવસેનાના બે વર્ષના ફોર્મ્યુલા પર ચર્ચાઃસંજય રાઉત અને રામદાસ આઠવલે વચ્ચે મુલાકાત

 

મુંબઈ :મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ભાજપ અને શિવસેના મળીને સરકારે બનાવશે તેવો દાવો કર્યો છે. રામદાસ આઠવલેએ કહ્યું હતું કે તેઓએ  સંજય રાઉત સાથે મુલાકાત કરી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચર્ચાઓ પણ ચાલી રહી છે.

   આઠવલેએ ત્રણ અને બે વર્ષના ફોર્મ્યુલા પર રાઉતને સલાહ આપી હતી. અઠાવલેએ ભાજપના ત્રણ વર્ષ મુખ્યમંત્રી અને શિવસેનાના બે વર્ષ મુખ્યમંત્રી પર રાઉતને સલાહ આપી છે  મામલે શિવસેનાએ તૈયારી દર્શાવી છે. ત્યારે હવે રામદાસ આઠવલે ભાજપના નેતાઓ સાથે ગઠબંધનને લઈને ચર્ચા કરશે. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને નિર્ણય લેવાશે

   અગાઉ રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મેં અમિતભાઇને કહ્યું કે તમે મધ્યસ્થી કરો તો કોઇ રસ્તો નીકળશે. ત્યારે અમિતભાઈ  શાહે કહ્યું કે ચિંતા કરો બધું સારું થઇ જશે. મહારાષ્ટ્રમાં શિવસેના, NCP-કોંગ્રેસના સરકાર રચવાના દાવા વચ્ચે નવી વાત સામે આવી છે. અને હજુ પણ ભાજપ સરકાર બનાવશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 

(10:22 pm IST)