Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સિયાચીનમાં હિમસ્ખલન :18000 ફુટની ઉંચાઇ પર બરફનું તોફાન :પેટ્રોલિંગ પાર્ટીના 8 જવાનો દબાયા

ઉત્તર ગ્લેશિયરમાં હિમસ્ખલન : જવાનોની શોધખોળ માટે ઝડપથી બચાવ કામગીરી

લદ્દાખના સિયાચીનમાં હિમસ્ખલન થવાથી સેનાના આઠ જવાન બરફમાં નીચે દબાઇ ગયા છે. સેનાએ જવાનોને બચાવવા માટે બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

            સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ બરફનું તોફાન બપોરે 3:30 કલાકે ત્યારે આવ્યું જ્યારે આઠ જવાનો પેટ્રોલિંગ પાર્ટી નિરીક્ષણ માટે નિકળી હતી. હિમસ્ખલન ઉત્તર ગ્લેશિયરમાં થયું છે જ્યાં ઉંચાઇ અંદાજિત 18 હજાર ફૂટથી વધુ છે.

સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ પેટ્રોલિંગ પાર્ટીમાં આઠ જવાન સામેલ છે. જેની શોધખોળ માટે ઝડપથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

(9:36 pm IST)