Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રાજસ્થાનઃ બિકાનેરમાં બસ-ટ્રક વચ્ચે ટકકરઃ ૧૧ના મોત

૨૦ને ઇજાઃ બંને વાહનોમાં લાગી આગ

બીકાનેર, તા.૧૮: જિલ્લાના ઝંઝેઉ ગાવ નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો છે, અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માતમાં ૧૧ લોકોના મોત નિપજયા છે જયારે ૨૫ લોકોને ઇજા પહોંચી છે.ઙ્ગરાજસ્થાનના શ્રીડૂંગરપુર વિસ્તારની પાસે સોમવારે સવારે લગભગ ૭:૩૦ વાગે બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટકકર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો. થોડીવારમાં બંનેમાં આગ લાગી ગઇ હતી. તેથી બસના મુસાફરો દાઝી ગયા હતા.ઙ્ગ

ઝંઝેઉ ગામ નજીક આ દર્દનાક અકસ્માત બાદ ત્યાં ચીસોનો અવાઝ સંભળાવવા લાગ્યો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સૂચના મળતાં જ પોલીસ પણ દ્યટનાસ્થળે પહોંચી ઙ્ગગઇ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધી રહ્યો છે. અકસ્માતનું હજું સામે આવ્યું નથી. ઓવરટેક કરતાં અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(1:57 pm IST)