Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સંસદના શિયાળુ સત્રમાં સ્વાસ્થ્ય ખરડો-ર૦૧૯ ખરડો રજૂ કરાશે

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડોકટરો વિરૂ.દ્ધ હિંસા પર ૧૦ વર્ષની જેલ અને દંડની જોગવાઇ

નવી દિલ્હી, તા. ૧૮ : ડોકટરો વિરૂ.દ્ધ દેશમાં વધતા હિંસાના મામલા અંગે સરકાર આ શિયાળુ સત્રમાં બિલ લાવી શકે છે. તેના હેઠળ ડોકટર-નર્સ સાથે મારપીટ થવા પર હોસ્પિટલ પ્રબંધનને કાયદાકીય કેસ લડવો પડશે. તેના માટે ૧૦ વર્ષ સુધીની જેલ અને બેથી દસ લાખ રૂ.પિયા સુધીના દંડની જોગવાઇ છે. પીંડીત કર્મચારીથી લેખિત ફરીયાદ લીધા બાદ હોસ્પિટલ તરફથી કેસ કરવામાં આવશે. સાથે જ ડીસીપી અથવા એસએસપી સ્તરના અધિકારીના સ્તર પર મામલાની તપાસ હશે. સોમવારથી શરૂ. થઇ રહેલા શિયાળુ સત્રમાં આ વખતે સ્વાસ્થ્યને લગતા ત્રણ મોટા બિલો પર નજર છે. ડોકટરોના વિરૂ.દ્ધ હિંસા ઉપરાંત, ઇ-સિગારેટ અને રાજયસભામાં લેખિત સરોગેસે બિલના પાસ થવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વશિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ શિયાળુ સત્રમાં સ્વાસ્થ્ય ખરડો-ર૦૧૯ બિલ આજ સત્રમાં લાવવામાં આવશે.

ગઇ ર જી સપ્ટેમ્બરે તેનો ખરડો જાહેર કરી આપતિ અને મંતવ્યો પણ માંગવામાં આવ્યા હતા. જો કે તેમાં ભારે ફેરફાર કરવામાં આવ્યો નથી. બંને સદ્નોમાંથી પસાર થયા બાદ દરેક રાજયોને તેની પ્રાથમિકતાની સાથે જ લાગુ કરવા પડશે. તેઓએ જણાવ્યું કે હોસ્પિટલના કોઇ કર્મચારી સાથે મારપીટ તેમજ સંપતિને નુકશાન પહોંચાડવાની સ્થિતિ સંબંધિત હોસ્પિટલ પ્રબંધન તરફથી પોલીસને ફરીયાદ કરાવામાં આવશે સાથે જ પોલીસના વરિષ્ઠ અધિકારીની નિગરાનીમાં તપાસ બાદ કેસ નોંધવામાં આવશે.

(12:40 pm IST)