Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

શહેરોમાં બનશે ગાયો માટે હોસ્ટેલઃ આયોગે સરકારને કરી ભલામણ

આ પ્રકારની હોસ્ટેલ ગુજરાતના અમુક ગ્રામીણ ક્ષેત્રોમાં પહેલેથી જ સફળતાપૂર્વક પ્રયોગ થઈ ચૂકયો છે

નવી દિલ્હી, તા.૧૮: ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કેન્દ્ર અને રાજય સરકાર ખાસ કરીને ગાય હોસ્ટેસ માટે દરેક શહેરમાં ૧૦-૧૫ જગ્યાઓ ફાળવે. આ જગ્યા ખાસ કરીને એ લોકો માટે ફાળવવામાં આવે જે માત્ર દૂધનું ઉત્પાદન કરામાં રસ હોય અને તેના દ્વારા પૈસા કમાતા હોય. આયોગના અધ્યક્ષ વલ્લભભાઈ કથીરિયાએ કહ્યું, હું પહેલાથી જ શહેરી વિકાસ મંત્રાલયને ગાયોની હોસ્ટેલ માટે અરજી કરી ચૂકયો છું. જેને શહેરના વિકાસ પ્લાનમાં સામેલ કરવામાં આવે.

કથીરિયાએ કહ્યું, જગ્યાના અભાવને કારણે ગાયોને શહેરોમાં રાખવી સરળ નથી. જો નગરપાલિકા ગાયો માટેના હોસ્ટેલ માટે જગ્યાની ફાળવણી કરી દે તો ૨૫-૫૦ લોકો સાથે મળીને ગાયો માટે હોસ્ટેલ સ્થાપિત કરી શકે છે. આ હોસ્ટેલોની જાળવણી માટે તેઓ ફાળો આપી શકે છે અને પોતાની ગાયોના દૂધનો ઉપયોગ પણ કરી શકે છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પત્ર લખવા સિવાય, આયોગના અધ્યક્ષે દ્યણી રાજય સરકારો અને નગર પાલિકાને પણ આ મુદ્દે પત્ર લખ્યા છે. પત્રમાં તેમણે ગાયો માટે હોસ્ટેલ સ્થાપિત કરવાની પ્રક્રિયાને શરૂ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું, આ પ્રકારની હોસ્ટેલ ગુજરાતના અમુક ગ્રામીણ ક્ષેત્રોમાં પહેલેથી જ સફળતાપૂર્વક પ્રયોગ થઈ ચૂકયો છે.

કથીરિયાએ કહ્યું, આને દેશમાં સરળતાથી શહેરી ક્ષેત્રોમાં બનાવી શકાય છે. આ હોસ્ટેલોને એવી જમીન પર બનાવી શકાય છે જે ખાનગી વેપારીઓને ભાડેથી કે પટ્ટા પર આપી શકાય છે. ઈચ્છુક લોકો પોતાના પસંદગીની ગાયો રાખી શકે છે. જો માત્રા તેમના ઉપયોગથી વધારે હોય તો તેઓ દૂધ પણ વેચી શકે છે. ગાયની છાણ અને મૂત્રનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવા અને આ રીતની હોસ્ટેલની જાળવણી માટે ગોબર ગેસ સંયંત્ર દ્વારા પૈસા પણ કમાવી શકાય છે.

(12:48 pm IST)