Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન - ૬૮

નિખાલસતા

‘‘હવાને આવવા દો, સૂર્યને આવવા દો-બધાને આવકારો એકવાર તમે નિખાલસ હૃદય સાથે જીવતા શીખી ગયા, તમે કયારેય મર્યાદિત નહી રહો. પરંતુ થોડો સમય તેને આપવો પડશે અને તમારે તે નિખાલસતા જાળવવી પડશે નહીતર તે ફરીથી બંધ થઇ જશે.''

નિખાલસતામા આક્રમણનો ભય છે. જ્‍યારે તમે બધા માટે ખૂલ્લા-હૃદયના છો, તમે રહેવુ અનુભવો છો કે કઇક ખોટુ પણ તમારી અંદર દાખલ થઇ રહ્યું છે. તે ફકત એક લાગણી નથી, શકયતા પણ છે.તેવી જ લોકો પોતાની જાતને બંધ રાખે છે. જો તમે મિત્રને આવકારવા માટે દરવાજો ખોલો છો, શત્રુ પણ દાખલ થઇ શકે છે. ચાલાક લોકો દુશ્‍મનને દુર રાખવા માટે પોતાના દરવાજા બંધ રાખે છ.ે તેઓ મીત્રને આવવા માટે પણ દરવાજો ખોલતા નથી. પરંતુ તેનાથી તેનું સંપૂર્ણ જીવન મૃત બની જાય છે.

પરંતુ ખરેખર ત્‍યા કઇ જ બનવાનું નથી કારણ કે આપણી પાસે ખોવા માટે કઇ જ નથી-અને જે આપણી પાસે છે તે આપણે કયારેય ના ખોઇ શકીએ. જે ખોઇ શકે છે તે રાખવા જેવું છે પણ નહી જયારે આ સમજ એક સંવેદના બની જાય છે. ત્‍યારે- વ્‍યકિત નિખાલસ બની જાય છે.

તેથી જયારે તમે નિખાલસતા અનુભવો છો ત્‍યારે તેને માણવાની કોશીષ કરો આ ખૂબજ દુર્લભ ક્ષણો છે આ ક્ષણોમાં બહાર જાઓ જેથી તમે નિખાલસતાને અનુભવી શકો એકવાર તમને તેનો અનુભવ થઇ જાશે તો તમે ડરને છોડી શકસો. તમે જોશો કે ખૂલીને જીવવુ એક ખજાના સમાન છે. જે તમે કોઇ કારણ વગર ગુમાવી રહ્યા હતા. અને તે એવો ખજાનો છે કે કોઇ લઇ ના શકે તેને જેટલો વધારે વહેચશો, તેટલો વધશે. જેટલા વધારે ખૂલીને જીવશો, તેટલા વધારે વિકાસ પામશો.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૪ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:39 am IST)