Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સંસદમાં હંગામોઃ ઉગ્ર નારેબાજીઃ બેઠક મોકુફ

વિપક્ષોએ ફારૂક અબદુલ્લા, કાશ્‍મીર, મહારાષ્‍ટ્રના ખેડુતોની સ્‍થિતિ અંગે બોલાવી તડાપીટ : શિવસેના આક્રમક મુડમાં: ગૃહમાંથી વોકઆઉટઃ કામકાજ પૂર્વે દિવંગત સાંસદોને શ્રધ્‍ધાંજલિ પણ અપાઇ

નવી દિલ્‍હી, તા.૧૮: સંસદનું શીયાળુ સત્ર આજથી શરૂ થયું છે જે ૧૩ ડીસેમ્‍બર સુધી ચાલશે. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજયસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. એક તરફ જયાં સત્તાધારી બીજેપી છેલ્લા સત્રની જેમ આ વખતે પણ તેમનું વર્ચસ્‍વ બનાવી રાખવાના પ્રયત્‍નો કરશે. બીજી બાજુ વિપક્ષના પ્રયત્‍નો છે કે સરકારને જનતા સાથે જોડાયેલા મુદા પર ઘેરાવો કરવામાં આવે. લોકસભાની કાર્યવાહી ૩ સુધી સ્‍થગિત કરવામાં આવી છે.

સંસદના શીયાળુ સત્રના પ્રથમ દિવસે જ લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ ધમાલ જોવા મળી જમ્‍મુ-કાશ્‍મીરની સ્‍થિતિ અંગે કોંગ્રેસ તથા મહારાષ્‍ટ્રમા ખેડુતોની સ્‍થિતિ અંગે શિવસેનાના સભ્‍યોને અલગ-અલગ મુદા અંગે ગૃહમાં નારેબાજી કરી પ્રશ્નકાળ દરમ્‍યાન પણ વિપક્ષ સતત નારેબાજી કરી રહ્યું હતું. વિપક્ષે લોકસભામાં તાનાશાહી બંધ કરો, તાનાશાહી ચાલશે નહી, ના નારા લગાવ્‍યા. સરકારે કોંગ્રેસ અને અન્‍ય વિપક્ષી પાર્ટીઓને આ સત્રમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી છે. સાથે જ વિપક્ષ અર્થવ્‍યવસ્‍થાની હાલની પરિસ્‍થિતી, રોજગાર,યુવા અને ખેડૂતોના મુદ્દે, ગાંધી પરિવારની સુરક્ષા દ્યટાડવા અને ફારુક અબ્‍દુલ્લા સહિત અન્‍ય કાશ્‍મીરી નેતાઓની ધરપકડના મુદ્દા અંગે સરકારને દ્યેરવાના પ્રયાસ કરશે. આ સત્રમાં લોકસભાની ૨૦ બેઠકોનો પ્રસ્‍તાવ છે. આ સાથે જ સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્‍ટ બનાવવા , કોમન સિવિલ કોડ, નાગરિકતા સંશોધન અને ઈ સિગારેટ બિલને પણ રજુ કરી શકે છે.

શિવસેનાએ જયોતિબા ફુલેને ભારત રત્‍ન આપવાની માંગ કરી.શિવસેના સાંસદ શ્રીરંગ અપ્‍પા બરનેએ શિક્ષણ અને મહિલા સુધારણાના કામ કરનારા સમાજ સુધારક જયોતિબા ફુલે અને તેમની પત્‍ની સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્‍ન આપવાની માંગ કરી છે.

લોકસભામાં શિવસેનાએ ખેડૂતોની આત્‍મહત્‍યાનો મુદ્દો ઉઠાવ્‍યો.મહારાષ્ટ્રના હિંગોળીથી સાંસદ હેમંત પાટિલે ખેડૂતોની આત્‍મહત્‍યાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે પાકને દ્યણું નુકસાન થયું છે. ખેડૂતોને ઝડપથી રકમની ચુકવણી કરવામાં આવે અને જેમની પાસે વીમો નથી તેમણે પણ વળતર આપવામાં આવે. વીમા કંપનીઓ દ્યણી કઠિન શરતો મુકી રહી છે અને કાગળ માંગી રહી છે.

કોંગ્રેસે લોકસભામાંથી વોક આઉટ કર્યું.જમ્‍મુ કાશ્‍મીરની સ્‍થિતી અને ફારુક અબ્‍દુલ્લાને નજરકેદ કરવા અંગે થયેલા હોબાળા બાદ મુખ્‍ય વિપક્ષ દળ કોંગ્રેસે લોકસભામાંથી વોક આઉટ કરી લીધું છે. આ પહેલા શિવસેનાના સાંસદ પણ ગૃહની કાર્યવાહી છોડીને બહાર ચાલ્‍યા ગયા હતા.

કોંગ્રેસ નેતાએ કહ્યુ શ્નફારુક અબ્‍દુલ્લાને અહીંયા લાવવામાં આવે. આ તેમનો બંધારણીય અધિકાર છે. અમે પણ ઈચ્‍છાતા હતા કે જમ્‍મુ કાશ્‍મીરમાં જઈએ. અમારા નેતા રાહુલ ગાંધીને એરપોર્ટ પર અટકાવાઈ દેવાયા હતા. વિદેશના લોકોને લઈ જવાયા ત્‍યાં જોવા માટે કે સ્‍થિતી સામાન્‍ય છે.

લોકસભા સ્‍પીકર ઓમ બિરલાની હાજરીમાં રાષ્ટ્રગાન સાથે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ હતી. સૌથી પહેલા સંસદના નવનિયુક્‍ત સભ્‍યો શપથ લઈ રહ્યા છે. રાજયસભાના સભાપતિ વૈંકૈયા નાયડુની અધ્‍યક્ષતામાં રાજયસભાની કાર્યવાહી પણ શરૂ થઈ છે. રાજયસભામાં સૌથી પહેલા સ્‍વર્ગસ્‍થ સભ્‍યોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. લોકસભામાં નવા સભ્‍યોના શપથ ગ્રહણ બાદ લોકસભા અધ્‍યક્ષ ઓમ બિરલાએ સ્‍વર્ગસ્‍થ સભ્‍યો વિશે ગૃહને સૂચન કર્યું અને તે તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજયસભાના સભ્‍યોએ જગન્નાથ મિશ્રા, અરુણ જેટલી, સુખદેવ સિંદ્ય લિબ્રા, રામ જેઠમલાની,ગુરુદાસ ગુપ્તા અને એવા તમામ સ્‍વર્ગસ્‍થ સભ્‍યોને યાદ કર્યા હતા.ભાજપના એમપી મનોજ તિવારી સાઈકલ ચલાવીને સંસદ પહોંચ્‍યા છે.રાજયસભાના સાંસદ નજીર અહેમદ લાવા અને મીર મોહમ્‍મદ ફૈઝે જમ્‍મુ કાશ્‍મીર મુદ્દે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પાકને થતા નુકસાનનેઅંગે શિવસેનાએ લોકસભામાં એડજર્મેન્‍ટ મોશન નોટિસ આપી છે.

(3:16 pm IST)