Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નીતિશરાજમાં બિહારના રસ્તાઓની ભયંકર દુર્દશા

મુંબઇ : નિતિશકુમારના જેડીયુ અને ભાજપ વચ્ચે ચૂંટણી ગઠબંધન થયું છે. બન્ને ૧૭-૧૭ બેઠકો લોકસભાની લડશે. ત્યારે ટાઇમ્સ નાઉના વરિષ્ઠ પત્રકાર મેઘા પ્રસાદે ટવીટ કરી લખ્યું છે કે, નિતિશ કુમારના રાજમાં બિહારમાં રસ્તાઓ ભાંગેલા-તૂટેલા બની ગયા છે. લાંબા ટ્રાફિક જામ સર્જાય છે અને આ સ્થિતિને કાબુમાં લેવા એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ નજરે પડતો ન હતો. જે મુસાફરી સામાન્ય રીતે ૬ કલાકમાં પૂરી કરી શકાય તેનો ૯ કલાકે પણ અંત આવ્યો નથી અને ગઇ મોડી સાંજ સુધી તેઓ પોતાના નિશ્ચિત સ્થળે પહોંચી શકયા ન હતા.

(11:33 am IST)
  • સાંસદની ચૂંટણી પહેલા આર્થિક વિખવાદો બહાર આવી રહ્યા છે ૅં ઉંઝામાં આશાબેન હારશે તેવી ભીતિ નારણ પટેલે ભાજપના નેતાઓ સમક્ષ વ્યકત કરી : મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલ વિરૂદ્ધ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિત ૮ લોકોએ પ્રદેશ પ્રભારીને પત્ર લખ્યો : સાંસદ તરીકે કામગીરી નબળી હોય કાર્યકરોમાં રોષ access_time 5:50 pm IST

  • ગોવાઃ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું: સરકાર રચવાનો દાવો access_time 4:05 pm IST

  • ભરૂચમાં ઉઠયો ચૂંટણીનો બહિષ્કારનો સુરઃ પડતર પ્રશ્નો ન ઉકેલતા સ્થાનીકોમાં રોષઃ ''જુતાનો હાર પહેરાવી કરશુ સ્વાગત'' મત માગવા આવનાર નેતાઓને ચીમકી access_time 4:15 pm IST